રાશિફળ 25 ઓગસ્ટ: આ રાશિના જાતકોને આજે ધનનું સુખ પ્રાપ્ત થાય, વેપારવૃદ્ધિ માટે કરો આ કામ

રાશિફળ 25 ઓગસ્ટ: આ રાશિના જાતકોને આજે ધનનું સુખ પ્રાપ્ત થાય, વેપારવૃદ્ધિ માટે કરો આ કામ

પ્રશ્ન – વેપારવૃદ્ધિ માટે શું કરવું.

  • વેપારમાં બુધદેવનું યંત્ર ઉત્તર દિશામાં સ્થાપિત કરવું.
  • આ યંત્રને વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણ પાસે પ્રથમ સિદ્ધ કરાવવું પછી સ્થાપિત કરવું.
  • ઉત્તર દિશાની દિવાલ પિસ્તા કલરના રંગની રાખવી.
  • વેપારસ્થાનના મુખ્ય દરવાજા ઉપર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર ચંદનથી લખવો. નિત્ય આ મંત્ર મુખ્ય દ્વાર ઉપર ચંદનથી લખવો.
  • વેપારના સ્થાનમાં એક કાંસાના પાત્રમાં મગ મૂકી રાખવા.

આજનું પંચાંગ

તારીખ

25 ઓગસ્ટ, 2018 શનિવાર

માસ

શ્રાવણ સુદ ચૌદશ

નક્ષત્ર

શ્રવણ

યોગ

શોભન

ચંદ્ર રાશી

મકર રાશી (ખ, જ)

  1. ગઈકાલથી પ્રારંભ થયેલો રવિયોગ આજે સવારે 9.50 પૂર્ણ થશે
  2. પંચક આજે રાત્રે 11.15 વાગે પ્રારંભ થઈ જશે.
  3. શનિવાર છે. હનુમાનજીની ઉપાસના અવશ્ય કરી શકાય.
  4. કહેવાય છે કે, હનુમાનજી શિવજીના પણ માનસપુત્ર છે.
  5. ઓમ હં હનુમતે રુદ્રાત્મકાય હ્રું ફટ્ – આ મંત્રની શક્ય તેટલી વધુ માળા કરવાથી હનુમાનજીની કૃપાવર્ષા પ્રાપ્ત થાય છે.

રાશિ ભવિષ્ય (25-8-2018)

 

મેષ (અલઈ)

  • વાહન ચલાવતા સાવધાન રહેવું
  • કોઈ આશ્ચર્યજનક પરિણામ પ્રાપ્ત થઈ શકે
  • સંધ્યા સમય આનંદમાં વીતે, ધનલાભ પણ થાય

વૃષભ (બવઉ)

  • ધાર્મિક પ્રવાસે જવાનું આયોજન થાય
  • બપોર પછી સંબંધોમાં થોડી નબળાઈ આવે
  • કમરના દર્દથી સાચવવું

મિથુન (કછઘ)

  • આપની ભાષાથી પરિવારમાં કલહ થાય
  • વાગવા-પડવાથી સાચવવું
  • સંધ્યા સમયે ખર્ચનું પ્રમાણ વધી શકે છે

કર્ક (ડહ)

  • દાદાની તબિયત થોડી નાદુરસ્ત રહે
  • મગજ આજે વધુ કસવું પડે
  • નેત્રપીડાથી આજે આપે સાવધાન રહેવું

સિંહ (મટ)

  • પતિ-પત્નીએ શાંતિ રાખવી
  • પોતાના અધિકારીનો વિરોધ કરવો નહીં
  • પોતાનો મુદ્દો શુગર કોટેડ લેગ્વેજમાં મૂકવો

કન્યા (પઠણ)

  • કાર્ય પરિવર્તનનો યોગ નિર્માયો છે
  • નાના-ભાઈ બહેન સાથે સંબંધોમાં બદલાવ આવે
  • કોઈ દાગીનો ખરીદાવાની શક્યતા પણ છે

તુલા (રત)

  • ધનનું સુખ આજે પ્રાપ્ત થાય
  • જમીન-મકાનની લે-વેચ કરવી હોય તો શક્ય છે
  • શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલાને લાભ
  • કર્મકાંડના વ્યવસાય સાથે સંકલાયેલાને પણ લાભ

વૃશ્ચિક (નય)

  • નવું ઘર ખરીદવું હોય તો આજે શોધ આદરજો
  • કોઈ કાયદેસરની કાર્યવાહીથી બચવું
  • પૈસાની લેતી-દેતીના મામલે મનદુઃખ થઈ શકે

ધન (ભધફઢ)

  • વેપારમાં નિરસતા રહે
  • નેત્રપીડાથી જાળવવું
  • અસ્થિભંગ ન થાય અથવા મચકોડ જેવી પરિસ્થિતિ ન ઉદભવે તે માટે સાવચેત રહેવું.

મકર (ખજ)

  • જીવનસાથી આપની વિશેષ દરકાર કરે
  • યશ-માન-પ્રતિષ્ઠામાં ઉમેરો થઈ શકે છે
  • કેમિકલના વ્યવસાય સાથે જોડાયેલાએ વ્યાપારમાં સાવધાની રાખવી.

કુંભ (ગશષસ)

  • ડીપ્રેશનના દર્દીઓએ વિશેષ સાવધાની રાખવી
  • માઈગ્રેનના દર્દીઓએ પણ તકેદારી રાખવી
  • મુસાફરીના યોગ નકારી નથી શકાતા

મીન (દચઝથ)

  • સરકારી નોકરી કરતા હોય તો સાવધાની રાખવી
  • અધિકારી સાથે મતભેદ સર્જાઈ શકે છે
  • સંતાનની વધુ પડતી ચિંતા તમને ખિન્ન કરી મૂકે
  • ઈલેક્ટ્રોનિકના વ્યવસાય સાથે કાર્ય કરતા જાતકોએ વિશેષ સાવધાની રાખવી

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news