રાશિફળ 26 ઓગસ્ટ: રક્ષાબંધનનો દિવસ કેવો રહેશે તે ખાસ જાણો, ઘરના મુખ્ય દ્વારે બાંધો રક્ષા

રાશિફળ 26 ઓગસ્ટ: રક્ષાબંધનનો દિવસ કેવો રહેશે તે ખાસ જાણો, ઘરના મુખ્ય દ્વારે બાંધો રક્ષા

ઓમ નમઃ શિવાય અને જયશ્રી કૃષ્ણ

પ્રશ્ન – પરિવારમાં સંપ અને એકતા રહે તે માટે શું કરવું.

  • તમારા કુળદેવીના મંદિરે વર્ષમાં બે વખત સપરિવાર દર્શને જવું.
  • કોઈપણ પક્ષની તેરસ હોય એટલે કે સુદ કે વદ જે પક્ષ ચાલતો હોય તે મહિનામાં મહાલક્ષ્મીદેવીને ખીરનો પ્રસાદ ધરાવવો.
  • સંધ્યાકાળે દિપપ્રાગટ્ય અવશ્ય કરવું.
  • સંધ્યાકાળે કોઈના પણ સંદર્ભમાં નિંદાત્મક વચનો ન બોલવા.
  • અઠવાડિયામાં એક વખત સૌએ સાથે મળી તમારા કુળદેવીની આરતી ઉતારવી. તમારા ઘરમાં જે ઘરમંદિર હોય ત્યાં જ આ કાર્ય થઈ શકે.

આજનું પંચાંગ

તારીખ

26 ઓગસ્ટ, 2018 રવિવાર

માસ

શ્રાવણ સુદ પૂનમ (નાળીયેરી પૂર્ણિમા, રક્ષાબંધન)

નક્ષત્ર

ધનિષ્ઠા

યોગ

અતિગંડ

ચંદ્ર રાશી

કુંભ (ગ, સ, ષ, શ)

  1. આદિત્યપૂજન કરવું. એટલે સૂર્યદેવની ઉપાસના અવશ્ય કરવી.
  2. ધનિષ્ઠા નક્ષત્ર છે એટલે પણ સૂર્યઉપાસના કરવી ફળદાયી નીવડે
  3. ઘરના મુખ્ય દરવાજા ઉપર રક્ષા બાંધવી.
  4. આજે આખાય ઘરમાં અગરબત્તીનું ધૂપ અવશ્ય કરજો.
  5. તમારા ઇષ્ટદેવની આરતી પણ ઉતારજો.

રાશિ ભવિષ્ય (26-8-2018)

મેષ (અલઈ)

  • આજે ઉતાવળીયા થઈ શકો છો
  • પણ દિવસ એકંદરે સારો વિતશે
  • આજના શુભ દિવસે પણ મનમાં સ્હેજ ઓછપ આવી શકે છે

વૃષભ (બવઉ)

  • સંબંધોથી લાભ જણાય પણ થોડો સંઘર્ષ આવી શકે
  • કાર્યમાં પ્રતિપક્ષનો સાથ ઓછોવત્તે મળી શકે છે
  • પણ, આપ ધીરજ રાખજો 27મી પછી સફળતા

મિથુન (કછઘ)

  • ભાષાની ચતુરાઈ સારી પણ ઉસ્તાદ માણસની છાપ ન પડે તેનું ધ્યાન રાખજો
  • વકીલ મિત્રોને આજે સાનુકૂળતા રહે
  • ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલાને સફળતા

કર્ક (ડહ)

  • સાસરીપક્ષના સગામાંથી કોઈકનું આરોગ્ય નબળુ રહે
  • પિતા તરફથી સહકાર મળે
  • પરિવારમાં વડીલ વ્યક્તિ તરફથી લાભ છે

સિંહ (મટ)

  • પગનો દુઃખાવો આજે પીડા આપી શકે છે
  • આજે જમવાની ખાસ ઇચ્છા ન થાય તેવું બને
  • વાહન ચલાવતા મિથ્યા ચર્ચા ન કરવી, વૈમનસ્ય સર્જાઈ શકે છે

કન્યા (પઠણ)

  • વડીલો અથવા મોટાભાઈ સાથે મનદુખ થઈ શકે
  • પરિવારમાં વડીલ સ્ત્રી હોય તો તેની તબિયત નાદુરસ્ત થઈ શકે છે
  • આજે આપના માટે આરોગ્યની જાળવળી કરવાનો દિવસ છે

તુલા (રત)

  • ધન અને સુખચેનમાં વધારો થાય
  • બધુ કાર્ય આજે શાંતિથી પૂર્ણ કરવું
  • ભાષા ઉપર વિશેષ સંયમ રાખવો

વૃશ્ચિક (નય)

  • સાસુ અને સસરા સાથે વૈમનસ્ય ન થાય તે જોવું
  • રાજનીતિ સાથે સંકળાયેલા જાતકોને લાભ
  • મેડીકલના વ્યવસાય સાથે સંકળાયેલાને લાભ

ધન (ભધફઢ)

  • ધર્મ અને ભક્તિમાં મન આનંદ માણે
  • રક્ષાબંધનનું આપને મન આજે વિશેષ મહત્વ રહે
  • પરિવારમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ રહે

મકર (ખજ)

  • આપની મન સ્થિતિ આજે શાંત
  • પરિવારમાં આનંદનું વાતાવરણ રહે
  • ધનપ્રાપ્તિ થાય, આપની વાણી મીઠી રહેશે

કુંભ (ગશષસ)

  • આજે આવકના સંદર્ભમાં નવી તક મળે
  • આપને આ સંદર્ભે નવો વિચાર પણ સાંપડે
  • આપના સંબંધો આજે કામ કરી જાય

મીન (દચઝથ)

  • સંતાનનું આરોગ્ય જાળવવું
  • આપ આપનો પક્ષ મૂકવામાં આજે નિપુણ
  • ભાગ્ય બળવાન છે
  • દિવસ પણ ખૂબ આનંદમય વિતે

અમિત ત્રિવેદી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news