શપથ ગ્રહણ: મહેમાનો માટે ખાસ પકવાન 'દાળ રાયસીના', બનતા લાગે 48 કલાક!

નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યાં છે. આજે સાંજે 7 વાગે તેઓ શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનમાં થનારા આ શપથગ્રહણ સમારોહમાં 5 થી 6 હજાર જેટલા ખાસ મહેમાનો સામેલ થશે. આ આયોજનને ભવ્ય બનાવવાની જગ્યાએ સાદો અને સરળ રાખવાની કોશિશ કરવામાં આવી છે. આ સમારોહમાં ભોજનની વ્યવસ્થા પણ સાધારણ રાખવામાં આવી છે. 
શપથ ગ્રહણ: મહેમાનો માટે ખાસ પકવાન 'દાળ રાયસીના', બનતા લાગે 48 કલાક!

નવી દિલ્હી: નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યાં છે. આજે સાંજે 7 વાગે તેઓ શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનમાં થનારા આ શપથગ્રહણ સમારોહમાં 5 થી 6 હજાર જેટલા ખાસ મહેમાનો સામેલ થશે. આ આયોજનને ભવ્ય બનાવવાની જગ્યાએ સાદો અને સરળ રાખવાની કોશિશ કરવામાં આવી છે. આ સમારોહમાં ભોજનની વ્યવસ્થા પણ સાધારણ રાખવામાં આવી છે. 

ચા સાથે સમોસા અને રાજભોગ
હાઈ ટીની સાથે મહેમાનોને વેજિટેરિયન ડિશીઝ પીરસવામાં આવશે જેમાં ભારતીયોના ફેવરિટ સમોસા ઉપરાંત પનીર ટિક્કા, રાજભોગ અને લેમન ટાર્ટની પણ વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત રાતે 9 વાગે ભોજનની પણ વ્યવસ્થા કરાઈ છે જેમાં વેજિટેરિયન અને નોનવેજિટેરિન ડિશિઝ હશે. વેજિટેરિયન ડિશમાં ખાસ ડિશ હશે 'દાળ રાયસીના' જે મહેમાનોને સર્વ કરવામાં આવશે. 

રાષ્ટ્રપતિ ભવનની ખાસિયત છે દાળ રાયસીના
હકીકતમાં રાષ્ટ્રપતિ ભવનના કિચનની સ્પેશિયાલિટી છે દાળ રાયસિના જેને બનાવવામાં 48 કલાકનો સમય લાગે છે અને આ જ કારણ છે કે આ દાળને બનાવવાની તૈયારીઓ મંગળવાર રાતથી થઈ રહી છે. આ દળને બનાવવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રીઓ ખાસ કરીને લખનઉથી મંગાવવામાં આવી છે. 

જુઓ LIVE TV

દાળના બનવાના સમય ઉપર છે વિવાદ
કહેવાય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના કાર્યકાળ દરમિયાન શેફ મછિન્દ્ર કસ્તુરીએ દાળ રાયસીનાની શરૂઆત કરી હતી અને શેફ કસ્તુરીનો દાવો છે કે દાળ રાયસીનાને બનાવવામાં માત્ર 6થી 8 કલાકનો સમય લાગે છે. જ્યારે રાષ્ટ્રપતિ ભવનના હાલના શેફ મોન્ટી સૈની કહે છે કે દાળ રાયસીનાને બનાવવામાં 48 કલાકનો સમય લાગે છે. બધુ મળીને જોઈએ તો દાળને પકવવાના સમયને લઈને પણ વિવાદ શરૂ થયેલો છે. શેફ કસ્તુરી જણાવે છે કે આ દાળનું ટેક્સચર વેલવેટ જેવું હોય છે અને તેમાં હળવા મસાલા ઉપરાંત કસૂરી મેથીના પત્તા પણ નખાય છે જે દાળના સીક્રેટ ઈન્ગ્રિડિયન્ટ છે. 

કાળી અડદની દાળને ખાસ મસાલા સાથે બનાવવામાં આવે છે
આ દાળને બનાવવા માટે કાળા અડદની દાળનો ઉપયોગ થાય ચે. આ દાળને પકવામાં ઘણો સમય લાગે છે. આથી તેને આખી રાત પાણીમાં પલાળી રખાય છે. ત્યારબાદ બીજા દિવસે બનાવતા અગાઉ 4થી 5 વાર સારી રીતે ધોઈને કુકરમાં બાફવામાં આવે છે. ત્યારબાદ તેને ખાસ મસાલાઓ સાથે ધીમી આંચે પકવવા માટે મૂકી દેવાય છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news