J&K માં આતંકીઓની હવે ખેર નથી! MHA એ આ ખાસ અધિકારીને તાબડતોબ મોકલ્યા

જમ્મુ અને કાશ્મીરમાં ટારગેટેડ કિલિંગ (Targeted Killing) મામલા પર ગૃહ મંત્રાલયની પૂરેપૂરી નજર છે.

J&K માં આતંકીઓની હવે ખેર નથી! MHA એ આ ખાસ અધિકારીને તાબડતોબ મોકલ્યા

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં ટારગેટેડ કિલિંગ (Targeted Killing) મામલા પર ગૃહ મંત્રાલયની પૂરેપૂરી નજર છે. આ બધા વચ્ચે સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે ગૃહ મંત્રાલયે સીઆરપીએફ  (CRPF) ના ડીજી કુલદીપ સિંહ (DG Kuldeep Singh)ને જમ્મુ કાશ્મીર મોકલ્યા છે. અત્રે જણાવવાનું કે ઓફિસર કુલદીપ સિંહ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (National Investigation Agency) ના પણ ડીજી છે. 

એક્શન મોડમાં MHA
ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ મામલે ગૃહ મંત્રાલય સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આ બાજુ જમ્મુ અને કાશ્મીરમાં ગુપ્તચર એજન્સી આઈબી, NIA, સેના, અને CRPF ના સિનિયર અધિકારીઓ સતત કેમ્પ કરી રહ્યા છે. ભારતીય એજન્સીઓના આ અધિકારીઓની બાજ નજર મામલા સંલગ્ન દરેક ઈન્ટેલિજન્સ ઈનપુટ પર છે. 

સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે આતંકી સંગઠન સુરક્ષા દળોના સતત ચાલી રહેલા ઓપરેશનથી અકળાયા છે. આથી આતંકીઓ તરફથી ટાર્ગેટેડ કિલિંગની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે છેલ્લા 9 દિવસમાં સુરક્ષા દળોએ અલગ અલગ અથડામણોમાં 13 આતંકીઓને ઠાર કર્યા છે. 

આતંકીઓની કમર તૂટી રહી છે
આ વર્ષ જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીના આંકડા મુજબ ભારતીય સુરક્ષા દળો 132થી વધુ આતંકીઓનો ખાતમો કરી ચૂક્યા છે. જ્યારે 254 આતંકીઓની ધરપકડ કરાી છે. એ જ રીતે ભારતીય એજન્સીઓ 30 સપ્ટેમ્બર સુધીમાં 105 AK-47 રાઈફલ, 126 પિસ્તોલ અને 276 હેન્ડ ગ્રેનેડ જપ્ત કરી ચૂકી છે. 

ગોરિલ્લા સ્ટાઈલમાં હુમલા?
126ની સંખ્યામાં મળી આવેલી પિસ્તોલથી જાણવા મળે છે કે આતંકી હુમલા માટે નાના હથિયાર જેમ કે પિસ્તોલનો હવે વધુ ઉપયોગ કરી રહ્યા છે. ગત વર્ષે આતંકીઓ પાસેથી 163 પિસ્તોલ મળી  હતી. એ જ રીતે 2019માં 48 અને 2018માં કુલ 27 પિસ્તોલ મળી આવી હતી. આ વર્ષે કુલ 38 એવા કેસ સામે આવ્યા છે જેમાં આતંકીઓ સુરક્ષાદળો પર અચાનક હુમલો કરીને ફરાર થઈ ગયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

    
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news