રસ્તા પર ઉભા રહીને સસ્તી ચિકન બિરયાની ખાવાની આદત હોય તો જરૂર વાંચી લો આ કામના ન્યૂઝ
Trending Photos
નવી દિલ્હી :જો તમે સ્ટ્રીટ ફૂડ ખાવાના શોખીન છો અને રસ્તાના કિનારે સસ્તુ માંસ ખાવાથી પણ અચકાતા નથી તો આ સમાચાર જરૂર વાંચી લેજો. અનેક જગ્યાઓ પર ચિકન (Chicken Biryani) ના નામે લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યાં છે. ખુલ્લેઆમ કૂતરા (dog meat) અને કાગડા (crow meat) નું માંસ પિરસવામાં આવી રહ્યું છે. લેટેસ્ટ કિસ્સો તમિલનાડુ (Tamil Nadu) ના રામેશ્વરમનો છે.
રામેશ્વરમમાં રસ્તાના કિનારે ચિકન બિરયાની વેચી રહેલ એક લારી પર જ્યારે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, તો તેમના પણ હોંશ ઉડી ગયા. હકીકતમાં, રસ્તાની આ લારીવાળો સસ્તામાં જે ચિકન વેચી રહ્યો હતો તે હકીકતમાં કાગડાનું માંસ (Crow Biryani) હતું.
મીડિયા રિપોર્ટસ અનુસાર, પોલીસે ચિકનના નામ પર કાગડાનું માંસ વેચવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી છે. રામેશ્વરમમાં મંદિરમાં આવેલ શ્રદ્ધાળુઓએ જણાવ્યું કે, તેઓ રોજ કાગડાને દાણા નાંખતા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી કાગડાની સંખ્યા સતત ઓછી થઈ રહી હતી. તો સાથે જ લોકોને કેટલાક કાગડા મરેલા પણ મળ્યા હતા.
શ્રદ્ધાળુઓએ કાગડાના મરવાની ફરિયાદ પોલીસને કરી હતી. પોલીસે તપાસ કરી તો માલૂમ પડ્યું કે, કેટલાક લોકો કાગડાને ઝેરીલા ચોખા આપીને મારી દેતા હતા. કાગડાનું માંસ વેચી રહેલા લોકો પાસેથી માલૂમ પડ્યું તેઓ કાગડાનો શિકાર કરીને નાના દુકાનદારોને વેચી દેતા હતા. દુકાનદાર આ માંસને ચિકન બિરયાની અને ચિકન લોલીપોપ બતાવીને વેચી દેતા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે