Covid India Update: પાંચ મહિના બાદ સૌથી ઓછા એક્ટિવ કેસ, કેરલમાં સ્થિતિ ચિંતાજનક
નવા કેસ 30થી 40 હજાર વચ્ચે રહેવા ચિંતાનું કારણ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસમાં આશરે અઢી હજારનો ઘટાડો થયો અને વર્તમાનમાં એક્ટિવ કેસ 3,67,415 રહી ગયા છે, જે કુલ કેસના 1.14 ટકા છે.
Trending Photos
નવી દિલ્હીઃ કેરલમાં કોરોના મહામારીની સ્થિતિમાં સુધાર થઈ રહ્યો નથી. દેશમાં સામે આવી રહેલા નવા કેસમાંથી અડધા કેસ કેરલમાં મળી રહ્યાં છે. આમ તો દેશમાં સક્રિય કેસની સંખ્યા પાંચ મહિનામાં સૌથી ઓછી થઈ છે, પરંતુ નવા કેસ એક દિવસ પહેલાની તુલનામાં 10 હજારથી વધુ થઈ ગયા છે. નવા કેસ 30થી 40 હજાર વચ્ચે રહેવા ચિંતાનું કારણ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસમાં આશરે અઢી હજારનો ઘટાડો થયો અને વર્તમાનમાં એક્ટિવ કેસ 3,67,415 રહી ગયા છે, જે કુલ કેસના 1.14 ટકા છે.
સંખ્યાના મામલામાં 148 દિવસ બાદ અને ટકાવારી પ્રમાણે પાછલા વર્ષે માર્ચ બાદ એક્ટિવ કેસ સૌથી નિચલા સ્તર પર પહોંચ્યા છે. પરંતુ આ દરમિયાન નવા કેસ 35 હજારથી વધુ આવ્યા છે, જેમાંથી 21 હજારથી વધુ કેસ માત્ર કેરલમાં છે. 440 લોકોના મોત પણ થયા છે. આમ તો દર્દીઓના સાજા થવાના દરમાં સુધાર થયો છે અને મૃત્યુદરમાં કોઈ ફેરફાર થયો નથી. સાપ્તાહિક અને દૈનિક સંક્રમણ દર પણ ત્રણ ટકાથી નીચે રહ્યો છે.
અત્યાર સુધી 56 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા
મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં કોરોના વિરોધી વેક્સિનના 56 કરોડથી વધુ ડોઝ લગાવવામાં આવ્યા છે. તેમાંથી આશરે 44 કરોડ પ્રથમ અને 12 કરોડથી વધુ બીજા ડોઝ સામેલ છે. સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી છ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલય પ્રમાણે કેન્દ્ર તરફથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને અત્યાર સુધી 57.88 કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અને 18.62 લાખ ડોઝ જલદી ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલોની પાસે હજુ 94 લાખ ડોઝ હાજર છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
24 કલાકમાં નવા કેસ - 35,178
કુલ સક્રિય કેસ- 3,67,415
24 કલાકમાં રસીકરણ - 55.05 લાખ
કુલ રસીકરણ 56.06 કરોડ
બુધવારે સવારે 08 વાગ્યા સુધી કોરોનાની સ્થિતિ
નવા કેસ- 35,178
કુલ કેસ- 3,22,50,679
સક્રિય કેસ- 3,67,415
મૃત્યુ (24 કલાકમાં) - 440
કુલ મૃત્યુ - 4,32,519
રિકવરી રેટ - 97.52 ટકા
મૃત્યુ દર - 1.34 ટકા
પોઝિટિવિટી રેટ - 1.96 ટકા
સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 1.95 ટકા
ટેસ્ટ (મંગળવાર)- 17,97,559
કુલ ટેસ્ટ (મંગળવાર)- 49,84,27,083
બુધવારે સાંજે 06:00 વાગ્યા સુધી કયા રાજ્યમાં કેટલી રસીઓ છે
ઉત્તર પ્રદેશ - 6.63 લાખ
મધ્યપ્રદેશ - 5.30 લાખ
મહારાષ્ટ્ર - 4.68 લાખ
બિહાર - 4.20 લાખ
ગુજરાત - 3.35 લાખ
પંજાબ - 1.92 લાખ
દિલ્હી- 1.36 લાખ
હરિયાણા - 1.07 લાખ
ઝારખંડ- 1.01 લાખ
રાજસ્થાન- 0.73 લાખ
ઉત્તરાખંડ- 0.63 લાખ
હિમાચલ - 0.62 લાખ (કોવિન પ્લેટફોર્મ ડેટા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે