Covid-19 Updates: 24 કલાકમાં કોરોનાથી 3400થી વધુ લોકોના જીવ ગયા, સંક્રમણના આટલા નવા કેસ

ભારતમાં કોરોના વાયરસના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે પરંતુ મોતના આંકડામાં હજુ પણ ઉતાર ચડાવ ચાલુ છે.

Covid-19 Updates: 24 કલાકમાં કોરોનાથી 3400થી વધુ લોકોના જીવ ગયા, સંક્રમણના આટલા નવા કેસ

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે પરંતુ મોતના આંકડામાં હજુ પણ ઉતાર ચડાવ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડ 19ના કારણે એકવાર ફરીથી 3400થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 91 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. આ અગાઉ ગુરુવારે બહાર પડેલા આંકડા મુજબ દેશભરમાં 94 હજાર નવા કેસ નોંધાયા હતા. જ્યારે 6148 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. 

24 કલાકમાં 91 હજારથી વધુ નવા કેસ, 3400થી વધુ લોકોના મોત
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 91,702 નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,92,74,823 પર પહોંચી ગયો છે. એક દિવસમાં 1,34,580 દર્દીઓ રિકવર થયા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 2,77,90,073 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. જો કે મોતના આંકડામાં હજુ પણ ઉતાર ચડાવ ચાલુ છે. 24 કલાકમાં 3403 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. કુલ મૃત્યુઆંક 3,63,079 પર પહોંચી ગયો છે. દેશમાં ચાલતા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 24,60,85,649 લોકોનું રસીકરણ થયું છે. 

Total cases: 2,92,74,823
Total discharges: 2,77,90,073
Death toll: 3,63,079
Active cases: 11,21,671

Total vaccination: 24,60,85,649 pic.twitter.com/0wrWOFIe29

— ANI (@ANI) June 11, 2021

10 જૂને નોંધાયો સૌથી વધુ મોતનો આંકડો
ગુરુવારે 10 જૂનના રોજ ભારતમાં કોવિડ-19થી એક જ દિવસમાં સૌથી વધુ 6138  મોત નોંધાયા. જે મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીની એક દિવસમાં નોંધાયેલી સૌથી વધુ સંખ્યા છે. જો કે આ મામલે બિહારમાં થયેલા મોતના જૂના આંકડાને સામેલ કરવામાં આવ્યા હતા. આ અગાઉ 19મી મેના રોજ એક દિવસમાં 4329 દર્દીઓના મોત થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news