Covid-19: ભારતમાં કોરાનાની ત્રીજી લહેરના ભણકારા!, WHO એ જાહેર કરેલી આંકડાકીય માહિતીએ ચિંતા વધારી

કોરોના (Corona)  મહામારીની બીજીલહેરે ભારતમાં ખુબ કહેર વર્તાવ્યો હતો. હવે ત્રીજી લહેર (Third Wave) ના ભણકારા સંભળાઈ રહ્યા છે.

Covid-19: ભારતમાં કોરાનાની ત્રીજી લહેરના ભણકારા!, WHO એ જાહેર કરેલી આંકડાકીય માહિતીએ ચિંતા વધારી

નવી દિલ્હી: કોરોના (Corona)  મહામારીની બીજીલહેરે ભારતમાં ખુબ કહેર વર્તાવ્યો હતો. હવે ત્રીજી લહેર (Third Wave) ના ભણકારા સંભળાઈ રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંગંઠન (WHO) એ ગત અઠવાડિયાના આંકડાના આધારે દુનિયાની જે સ્થિતિ રજુ કરી છે તેમાં ભારતની સ્થિતિ સારી જણાતી નથી. ગત અઠવાડિયે નોંધાયેલા કેસમાં સૌથી વધુ નવા કેસ અમેરિકા અને ત્યારબાદ ભારતમાં રિપોર્ટ થયા છે. 

દક્ષિણ એશિયામાં ભારત ટોચ પર
દક્ષિણ એશિયામાં તો ભારત પહેલા નંબરે છે. જ્યાં સૌથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. 26 જુલાઈથી 1 ઓગસ્ટ વચ્ચે દુનિયામાં 4 મિલિયનથી વધુ કેસ નોંધાયા છે. આ બાજુ દક્ષિણ પૂર્વ એશિયામાં ગત અઠવાડિયે કોરોના કેસમાં 9 ટકાનો વધારો થયો છે. જ્યારે ગત મહિને ભારતમાં કેસ ઓછા થવા લાગ્યા હતા. 

ગત અઠવાડિયે વિશ્વમાં કુલ 64 હજાર મોત કોરોનાથી નોંધાયા છે. જેમાં 8 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગત અઠવાડિયે દુનિયામાં સૌથી વધુ કેસ અમેરિકામાં નોધાયા જ્યારે ભારત આ યાદીમાં બીજા નંબરે છે. અમેરિકામાં આ દરમિયાન લગભગ 5 લાખ 43 હજાર 420 નવા કેસ નોંધાયા અને 9 ટકાનો વધારો નોંધાયો. ભારતમાં ગત અઠવાડિયે 2 લાખ 83 હજાર 923 નવા કેસ નોંધાયા અને 7 ટકાનો વધારો નોંધાયો. 

ડેલ્ટા વેરિએન્ટે મચાવ્યો કોહરામ
દક્ષિણ પૂર્વ એશિયામાં ગત એક સપ્તાહમાં નવા કેસમાં ઝડપથી વધારો થયો છે. સૌથી વધુ વધારો ભારતમાં નોંધાયો છે. આ રીજનથી 8 લાખ 41 હજાર કેસ રિપોર્ટ થયા છે. પ્રતિ એક લાખ પર 20.6 કેસની સરેરાશથી ભારતમાં કોરોનાના દર્દીઓ મળી રહ્યા છે. આ રીજનમાં ભારત બાદ બીજા નંબરે ઈન્ડોનેશિયા છે. જ્યાં 2 લાખ 73 હજાર 891 કેસ નોંધાયા છે. 

ત્યારબાદ ત્રીજા નંબરે થાઈલેન્ડ છે. જ્યાં લગભગ 1 લાખ 18 હજાર કેસ રિપોર્ટ થયા છે. સમગ્ર દક્ષિણ એશિયાના 80 ટકા કેસ આ ત્રણ દેશોમાંથી છે. ગત અઠવાડિયે દૈનિક સરેરાશ 5 લાખ 70 હજાર કેસ નોંધાયા જ્યારે તેના પહેલાના અઠવાડિયામાં 5 લાખ 40 હજાર કેસ નોંધાયા હતા. આવામાં કેસમાં લગભગ 30 હજારનો વધારો થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news