Covid 19 Cases in India: કોરોનાના નવા કેસે 8 રાજ્યોમાં વધારી ચિંતા, ઉઠાવવામાં આવ્યા લૉકડાઉન અને નાઇટ કર્ફ્યૂ જેવા પગલા

વર્તમાનમાં ઓછામાં ઓછા આઠ રાજ્યોમાં કેસ ઝડપથી વધી રહ્યાં છે, જેનું પરિણામ દૈનિક આંકડામાં વૃદ્ધિમાં આપણી સામે છે. બુધવારે આ વર્ષના સર્વાધિક નવા મામલા નોંધાયા અને મૃત્યુઆંકના આંકડા પણ બે મહિના બાદ વધુ આવ્યા છે.

Covid 19 Cases in India: કોરોનાના નવા કેસે 8 રાજ્યોમાં વધારી ચિંતા, ઉઠાવવામાં આવ્યા લૉકડાઉન અને નાઇટ કર્ફ્યૂ જેવા પગલા

નવી દિલ્હીઃ કોરોના મહામારી સામે આવ્યા બાદ દેશમાં લગાવવામાં આવેલા પ્રથમ લૉકડાઉનના એક વર્ષ બાદ લગભદ એવી સ્થિતિ ઉભી થઈ રહી છે. મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં તો સીમિત લૉકડાઉન અને નાઇટ કર્ફ્યૂ લગાવવા જેવા પગલા ભરવામાં આવી રહ્યાં છે. એક મહિના પહેલા તો લાગી રહ્યું હતું કે, કોરોના સંક્રમણ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં આવી રહ્યું છે. નવા કેસ 10 હજારની આસપાસ આવી ગયા હતા. પરંતુ ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં મહારાષ્ટ્ર અને કેરલમાં નવા મામલામાં એવો ઉછાળ આવ્યો કે, દેશમાં બીજી લહેરની આશંકા વધી ગઈ છે. 

મૃત્યુઆંકના આંકડા પણ બે મહિના બાદ સૌથી વધુ
વર્તમાનમાં ઓછામાં ઓછા આઠ રાજ્યોમાં કેસ ઝડપથી વધી રહ્યાં છે, જેનું પરિણામ દૈનિક આંકડામાં વૃદ્ધિમાં આપણી સામે છે. બુધવારે આ વર્ષના સર્વાધિક નવા મામલા નોંધાયા અને મૃત્યુઆંકના આંકડા પણ બે મહિના બાદ વધુ આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી દેશભરમાં કોરોના સંક્રમણના  28,903 નવા કેસ સામે આવ્યા છે, જેમાંથી મહારાષ્ટ્રમાં 23 હજારથી વધુ કેસ છે. એક દિવસમાં પ્રથમવાર આટલા કેસ સામે આવ્યા છે. 

બે મહિના બાદ એક દિવસમાં તો આટલા લોકોના મોત થયા છે. તેમાં પણ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 87સ પંજાબમાં 38 અને કેરલમાં 15 મોત સામેલ છે. જો વધતા મહારાષ્ટ્ર બાદ કેરલમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. આ સિવાય પંજાબમાં 1463, ગુજરાતમાં 1120 કેસ સામે આવ્યા છે.

મહારાષ્ટ્રમાં ડરાવી રહ્યો છે કોરોના
મહારાષ્ટ્રને કોરોનાનો સૌથી વધુ માર પડ્યો છે. આજે રાજ્યમાં વર્ષ 2021ના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 23,179 લોકો પોઝિટિવ આવ્યા અને 84 લોકોના મૃત્યુ થયા છે. આજે 9138 લોકો સારવાર બાદ સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ 91.26 ટકા છે. હાલ 6,71,620 લોકો હોમ ક્વોરેન્ટીન છે. રાજ્યમાં 1 લાખ 52 હજાર 760 એક્ટિવ કેસ છે. 

દિલ્હીમાં પણ વધી રહ્યાં છે કેસ
દિલ્હીમાં કોરોનાને કારણે ફરી સ્થિતિ બગડી રહી છે. છેલ્લા 24 કલાકમાં 536 નવા કેસ સામે આવ્યા છે અને ત્રણ લોકોના મૃત્યુ થયા છે. એટલે કે આજે બુધવારે 1 જાન્યુઆરી બાદ સૌથી વધુ કેસ સામે આવ્યા છે. એક્ટિવ કેસ વધીને 2702 પર પહોંચી ગયા છે. હાલ હોમ આઇસોલેશનમાં 1438 દર્દીઓની સારવાર ચાલી રહી છે. દિલ્હીમાં અત્યાર સુધી  6,45,025 કેસ સામે આવ્યા છે. તો રાજ્યમાં કોવિડને કારણે 10948 લોકોના મૃત્યુ થયા છે. 

સંક્રમિતોનો આંકડો 1.14 કરોડને પાર
મંત્રાલય પ્રમાણે કુલ સંક્રમિતોો આંકડો એક કરોડ 14 લાખ 38 હજારને પાર કરી ગયો છે. તેમાં એક કરોડ 10 લાખ 45 હજાર લોકો સાજા થઈ ગયા છે તો અત્યાર સુધી 1,59,044 લોકોના મૃત્યુ થયા છે. રિકવરી રેટ ઘટીને 96.56 ટકા છે અને મૃત્યુદર 1.39 ટકા પર આવી ગયો છે. સક્રિય કેસ વધીને 2,34,406 થઈ ગયા છે, જે કુલ સંક્રમિતોના 2.05 ટકા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news