ચીન-સિંગાપુરમાં વધી રહ્યાં છે કોરોના કેસ, NTAGIના અધ્યક્ષે કહ્યુ- ભારતમાં હાઈ રિસ્ક પર છે 12-14 વર્ષના બાળકો

કોવિડ વર્કિંગ ગ્રુપ અને નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમુનાઇઝેશનના અધ્યક્ષે કહ્યુ કે, અમે 12થી 14 વર્ષના બાળકોને રસી આપવાની શરૂઆત એટલા માટે કરી છે કારણ કે તે હાઈ રિસ્ક પર છે.

ચીન-સિંગાપુરમાં વધી રહ્યાં છે કોરોના કેસ, NTAGIના અધ્યક્ષે કહ્યુ- ભારતમાં હાઈ રિસ્ક પર છે 12-14 વર્ષના બાળકો

નવી દિલ્હીઃ દેશમાં 16 માર્ચ એટલે કે બુધવારથી 12થી 14 વર્ષના બાળકોને કોરોના વાયરસની વેક્સીન લગાવવામાં આવશે. તે માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેન્દ્રએ આ ઉંમરના બાળકોને કોરોના વેક્સીન આપવાનો નિર્ણય તેવા સમયે લીધો છે, જ્યારે ચીન, સિંગાપુર જેવા દેશોમાં સંક્રમણના કેસમાં તેજી જોવા મળી રહી છે. 

બાળકોના વેક્સીનેશનની શરૂઆત પહેલાં કોવિડ વર્કિંગ ગ્રુપ અને નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમુનાઇઝેશનના અધ્યક્ષે કહ્યુ કે, અમે 12થી 14 વર્ષના બાળકોને વેક્સીન લગાવવાની શરૂઆત તેથી કરી છે કારણ કે તે હાઈ રિસ્ક પર છે. તેમણે કહ્યું- 'ચીન અને સિંગાપુરમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યાં છે. પરંતુ વયસ્ક નાગરિકોનું વેક્સીનેશન થઈ ચુક્યું છે, પરંતુ કોઈ પ્રકારની બેદરકારી ખતરનાક થઈ શકે છે.'

સરકારના નિર્ણયની જાણકારી આપતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યુ, 'બાળકો સુરક્ષિત છે તો દેશ સુરક્ષિત છે. મને તે જણાવતા ખુશી થઈ રહી છે કે 12થી 13 અને 13થી 14 ઉંમર વર્ગના બાળકોનું કોરોના રસીકરણ 16 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. સાથે 60 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ લોકો હવે પ્રિકોશન ડોઝ પ્રાપ્ત કરી શકશે.'

મંત્રાલયે પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે સરકારે વૈજ્ઞાનિક એકમોની સાથે ચર્ચા બાદ 16 માર્ચથી 12થી 14 વર્ષ ઉંમર વર્ગના સમૂહો એટલે કે વર્ષ 2008, 2009 અને 2010માં જન્મેલા બાળકો જે પહેલાંથી 12 વર્ષથી વધુ ઉંમરના છે તેના માટે રસીકરણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. નવા ઉંમર વર્ગમાં આશરે 7.11 કરોડ બાળકોનું રસીકરણ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news