Corona: દિલ્હીમાં કોરોનાથી રાહત, એક્ટિવ કેસ 20 હજાર નીચે પહોંચ્યા, પોઝિટિવિટી રેટ 1.93%

દિલ્હીમાં લાગૂ લૉકડાઉનની અસર કોરોના કેસ પર જોવા મળી રહી છે. રાજધાનીમાં દરરોજ નવા નોંધાતા કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 
 

Corona: દિલ્હીમાં કોરોનાથી રાહત, એક્ટિવ કેસ 20 હજાર નીચે પહોંચ્યા, પોઝિટિવિટી રેટ 1.93%

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 1491 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ સાથે દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 2 ટકાથી નીચે આવી ગયો છે. 

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને ટ્વીટ કર્યુ, 'સંક્રમણ દર 1.93 ટકા થઈ ગયો છે અને નવા કેસ 1491 આવ્યા છે. આ છેલ્લા બે મહિનામાં સૌથી ઓછા છે. આપણે હજુ પણ તમામ નિયમોનું પાલન કરવાની જરૂર છે.' મહત્વનું છે કે દિલ્હીમાં 20 એપ્રિલે સૌથી વધુ 28000થી વધુ કેસ સામે આવ્યા હતા જ્યારે બે મેએ 407 લોકોના મૃત્યુ થયા હતા. શહેરમાં પોઝિટિવિટી રેટ 35 ટકા સુધી પહોંચી ગયો હતો. 

Total positive cases: 14,21,477
Active cases: 19,148 pic.twitter.com/ahlQ99zq89

— ANI (@ANI) May 26, 2021

બપોરે જાહેર થયેલા સ્વાસ્થ્ય બુલેટિન પ્રમાણે દિલ્હીમાં 3952 લોકોએ કોરોનાને માત આપી છે અને 130 લોકોના મૃત્યુ થયા છે. શહેરમાં અત્યાર સુધી 14,21,477 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ સમયે 19148 દર્દીઓની સારવાર ચાલી રહી છે. 

કોરોનાના ઘટી રહેલા કેસો વચ્ચે બ્લેક ફંગસે ચિંતા વધારી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે કહ્યુ કે, રાષ્ટ્રીય રાજધાનીમાં બ્લેક ફંગસના આશરે 620 કેસ સામે આવ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે, તેના સારવારમાં વપરાતી એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શનની પણ અહીં અછત છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news