Corona: સરકારે બદલી બાળકો અને કિશોરોના સારવારની ગાઇડલાઇન્સ, જાહેર કર્યા નવા નિયમ
બાળકો અને કિશોરોમાં કોરોનાવાયરસની સારવાર કેવી રીતે કરવી તે અંગે, સરકારે તેની માર્ગદર્શિકા (Government New Guideline for Children Coronavirus Treatment) માં ફેરફાર કર્યો છે.
Trending Photos
નવી દિલ્હી: બાળકો અને કિશોરોમાં કોરોનાવાયરસની સારવાર કેવી રીતે કરવી તે અંગે, સરકારે તેની માર્ગદર્શિકા (Government New Guideline for Children Coronavirus Treatment) માં ફેરફાર કર્યો છે. સૌથી મોટી વાત એ છે કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે બાળકોની સારવારમાં મોનોક્લોનલ એન્ટિબોડીઝનો ઉપયોગ ન કરવો જોઈએ. મોનોક્લોનલ એન્ટિબોડીઝ ઈન્જેક્શન દ્વારા આપવામાં આવે છે.
બાળકોને ન લગાવો મોનોક્લોનલ ઈન્જેક્શન
સરકારના જણાવ્યા અનુસાર, કોરોનાવાયરસ (Coronavirus) માટે પોઝિટિવ વ્યક્તિની તપાસ થયાના પહેલા જ દિવસે ઇન્જેક્શન દ્વારા કોરોનાવાયરસ સામે લડવા માટે એન્ટિબોડીઝ આપવામાં આવે છે. ભારતમાં ઘણા પુખ્ત વયના લોકોમાં આ સારવાર કરવામાં આવે છે, પરંતુ સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ ટેકનિકથી બાળકોની સારવાર ન કરવી જોઈએ.
સ્ટેરોઈડ આપવામાં રાખો સાવધાની
આ ઉપરાંત, બાળકોમાં steroid નો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. ગાઇડલાઇન્સ અનુસાર, જો બાળકોને સ્ટેરોઇડ્સ આપવામાં આવે છે, તો તેને 10 થી 14 દિવસના સમયગાળામાં ધીમે ધીમે ઘટાડીને બંધ કરી દેવું જોઇએ.
કેવી રીતે કરવી બાળકોની સારવાર
હોમ આઈસોલેશનમાં રહેતા બાળકોને કોઈ દવા આપવાની જરૂર નથી. તેમને પૂરતા પ્રમાણમાં પ્રવાહી આપવાની સલાહ આપવામાં આવી છે. હોસ્પિટલમાં પણ આવા બાળકોને પૂરતા પ્રમાણમાં પ્રવાહી આપવાની સલાહ આપવામાં આવી છે.
તાવમાં પેરાસીટામોલ આપી શકાય
જે બાળકોને કોરોનાવાયરસ (Coronavirus) ના હળવા લક્ષણો હોય તેમને તાવના કિસ્સામાં પેરાસિટામોલ આપવાની સલાહ આપવામાં આવી છે. આ દવા જરૂર મુજબ 4 થી 6 કલાક પછી રિપિટ કરી શકાય છે. જો બાળકને ટેસ્ટ કરાવતા બેક્ટેરિયલ ઇન્ફેક્શન નિકળે, ત્યારે તેને એન્ટિબાયોટિક્સ દવાઓ આપવાની સલાહ આપવામાં આવી છે, અન્યથા નહીં.
જે બાળકો ઘરમાં રહીને ઓક્સિજન સૈચુરેશાન 94 થી નીચે આવી જાય છે અને તેમના હૃદયના ધબકારા અથવા શ્વાસની ગતિ ઝડપી હોય છે અથવા તેને અન્ય કોઈ રોગ હોય તો તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપવામાં આવી છે.
હોસ્પિટલમાં દાખલ બાળકોમ્પ કરાવો ટેસ્ટ
જે બાળકો કોરોના વાયરસને કારણે હોસ્પિટલમાં દાખલ છે અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો નથી, તો એવામાં બાળકોના સંપૂર્ણના બ્લડ કાઉન્ટ ઈન્ફેક્શન જાણવા માટે, BC, ESR, BLOOD GLUCOSE (ઇએસઆર, બ્લડ ગ્લુકોઝ લેવલ) આ સાથે છાતીનો એક્સ-રે કરાવવાની સલાહ આપવામાં આવી છે.
તો બીજી તરફ, જો બાળકની સ્થિતિ ખૂબ જ ગંભીર હોય એટલે કે તેને ICUની જરૂર હોય, તો આ પરીક્ષણો સિવાય તેને (CRP, LFT, KFT, SERUM FERETIN, D-DIMER) CRP, એલએફટી, કેટીએફ, સીરમ ફેરેટિન અને ડી ડાયમર ટેસ્ટ પણ કરાવવો જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે