કોરોના બાદ ગુજરાતમાં થયેલા સર્વેમાં આ સાઈડ ઇફેક્ટ જાણીને ચોકી ઉઠશો; અનેક પુરુષો સેક્સ જ નથી કરી શકતા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડૉ. હસમુખ ચાવડા ભવન અધ્યક્ષ ડૉ. યોગેશ એ. જોગસણના માર્ગદર્શનમાં કોરોના વાઈરસની દામ્પત્ય જીવન પર શું અસર થઇ છે, તે માટે  450 પુરુષો અને 270 મહિલાઓ ( મહિલા અધ્યાપકની સહાયથી ) પર સર્વે  કર્યો હતો.

કોરોના બાદ ગુજરાતમાં થયેલા સર્વેમાં આ સાઈડ ઇફેક્ટ જાણીને ચોકી ઉઠશો; અનેક પુરુષો સેક્સ જ નથી કરી શકતા

ગૌરવ દવે/રાજકોટ: કોરોના વાઈરસની દામ્પત્ય જીવન પર થયેલી અસર પર એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં કોરોનાએ પુરૂષોનું પુરુષત્વ છીનવ્યું અને સ્ત્રીઓની કામુકતા પર રોક લગાવી હોવાનું જાણવા મળ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડૉ. હસમુખ ચાવડા ભવન અધ્યક્ષ ડૉ. યોગેશ એ. જોગસણના માર્ગદર્શનમાં કોરોના વાઈરસની દામ્પત્ય જીવન પર શું અસર થઇ છે, તે માટે  450 પુરુષો અને 270 મહિલાઓ ( મહિલા અધ્યાપકની સહાયથી ) પર સર્વે  કર્યો હતો. જેમાં આ વાઈરસની દામ્પત્ય જીવન પર ખુબ નિષેધાત્મક અસર જોવા મળી છે. આ સર્વેના તારણો ખુબ જ રોચક જોવા મળ્યા હતા.

કોરોના મહામારીની અસર દામ્પત્ય જીવન પર થઇ છે? જેમાં 68.30% લોકોએ હા કહી
શું તમારો પાર્ટનર કોરોના પછી જાતીય સબંધોમાં પહેલા જેમ જ વ્યવહાર કરે છે? આ પ્રશ્નના જવાબમાં 45.90% એ ના કહી
શું તમને લાગે છે કે તમારા પતિ- પત્ની  પહેલા જેવો રોમાન્સ અને સેક્સ કોરોના પછી કરતા નથી ? જેમાં 30.70%  મહિલાઓ એ  હા કહી અને 18% પુરુષોએ હા કહી... 
કોરોનાની જાતિય જીવન પર અસર થઇ છે, એવું લાગે છે? જેમાં 53.70% લોકોએ હા કહી
તમારી પાસે એવા કોઈ કિસ્સા આવ્યા છે કે કોરોના પછી તેમના જાતીય જીવનમાં અડચણ થતી હોય.? 33.30% લોકોએ હા કહી.
કોરોના પછી જાતિય જીવન વ્યવસ્થિત રાખવા ઔષધીઓ કે દવાનો સહારો લો છો.? જેમાં 18.54% લોકોએ હા કહી. આ ખુબ ચોંકાવનાર બાબત છે.

No description available.

કોરોનાની જાતિય જીવન પર અસર વિશે તમારી માન્યતાઓ:
·ભય મનમાં પેસી ગયો છે કે રોમાન્સ કરીશ અને તેનાં શરીર ના કોઈપણ વાયરસ મને ચોંટશે તો
·કોરોના ના કારણે  સેક્સ લાઈફમાં ચોક્કસ અસર થઈ છે.
·વેક્સસીનની અસર થઈ હોય તેવું લાગે છે.
·સબંધો માં વિક્ષેપ પડતો માલૂમ પડી રહ્યો છે.
· કેવી નિષેધક અસરો થઈ છે તે મન જ જાણે છે, જાણે મારું પુરુષત્વ કોરોના એ હણી લીધું હોય ઍમ લાગે છે
· કોરોના રોગ ચેપી હોવાથી તે જાતીય જીવન પર અસર કરી શકે.
·  સ્વભાવિક કોરોના positive આવીયા બાદ જાતીય જીવન અને સેક્સ લાઇફ માં ખુબજ મોટી તકલીફો પડતી હોય છે.

No description available.

આ મહામારીને કારણે પતિ -પત્ની વચ્ચે દુરી વધી ગઈ છે જેની અસર જાતીય જીવન પર ખૂબ નિષેધક થઇ છે.

મનોવિજ્ઞાન ભવનમાં પણ ઘણા કેસીસ આવેલા છે જેમાં લોકોએ કોરોનાને કારણે પોતાની જાતીય ક્ષમતામાં ઉત્તેજના ઓછી થઈ ગઈ હોય તેવું જણાવેલ.   

કિસ્સો 1:- જ્યારથી આ લોકડાઉન થયું છે ત્યારથી મારાં જીવનની પાર પીટાય ગઈ છે. મારાં સુખી સંસાર પર કોઈની નજર લાગી ગઈ છે. મારાં પ્રેમ લગ્ન છે જેને 5 વર્ષે થઇ ગયા છે. અત્યાર સુધી મને મારા જીવન પાર્ટનરથી કોઈ તકલીફ ન હતી. આ લોકડાઉન થયું ત્યારે એવુ થયું કે અમે એકબીજા સાથે ખૂબ સમય વિતાવશું કેમ કે મારા પતિ ડોક્ટર છે અને હું પણ જોબ કરું છું. એટલે ક્યારેય આટલો સમય સાથે વિતાવવાનો મળ્યો ન હતો પણ હું ખુશ હતી. પરંતુ હાલની પરિસ્થિતિ કંઈક જુદી છે. મારાં પતિ પાસે હું જાઉં છું તો પણ એ ગુસ્સે થઇ જાય છે. તેને કોઈ રોમાન્સ કે સબન્ધ બાંધવાની કોઈ ઈચ્છા થતી નથી. હું શું કરું કે મારા પતિને ફરીથી મારાં તરફ આકર્ષી શકું?

કિસ્સો 2:- એક વાત કહેવી છે અને પૂછવું છે, શું માણસ ચિંતા કે ટેંશનમાં હોય તો એની અસર નિજી જીવનમાં થાય છે? આ મહામારી ને કારણે આર્થિક સંકળામણ ખૂબ છે જેથી મારાં પતિ ખૂબ ચિંતામાં છે. સતત ટેંશનમાં રહે છે. હું કશું કહું તો ગુસ્સે થઇ જાય છે. મારી સાથે કોઈ વાત શેર કરતા નથી. અમે છેલ્લા છ મહિનાથી ભેગા થયા નથી. હવે મને તેના પર શંકા થાય છે કે બીજી સ્ત્રી સાથે સબન્ધ હશે?  

No description available.                  

કિસ્સો 3. કોરોના મને બે વખત થયો હતો. ખુબ દવાઓ પછી સાજો થયો છું. આવતા મહિને લગ્ન છે, પણ મને એવું લાગે છે કે કોરોના પછી મારી શકતી હીણ થઈ હોય, મને ભય છે કે લગ્ન પછી મારી પત્નીને હું જાતિય સુખ નહીં આપી શકું તો??                     

કિસ્સો -4 મારી પત્ની જ્યારથી મને કોરોના થયો ત્યારથી દૂર જ રહે છે. એને હવે દાંમ્પત્ય જીવનમાં કોઈ જ રસ રહ્યો નથી. ત્યાં સુધી કે તે મને બારે અફેર કરવા સુધીની છૂટી આપે છે.  તેની જાતિય ઈચ્છા સાવ લુપ્ત થઈ ગઈ છે હજુ ઉંમર પણ 35 આજુબાજુ છે. હું શું કરું? કોરોના દરમિયાનના ઘણા સંશોધનોમા એવો દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાઇરસની ઇફેક્ટ પુરૂષના સ્પર્મ ઉપર પડી છે અને તેમાં નોંધવામાં આવ્યું છે કે તે પુરુષ ના સ્પર્મને ઘટાડી દે છે. જાતીય ઉત્તેજનામાં ઉણપને ઇરેક્ટાઇલ ડિસફંક્શન કહેવામાં આવે છે.

કોવિડમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શનઃ
 કોવિડ-19 ઇરેક્ટાઇલ ડિસફંક્શનનું કારણ બની શકે છે અને પ્રજનન ક્ષમતાને અસર કરી શકે છે.  સરળ ભાષામાં તેને નપુંસકતા કહેવામાં આવે છે, જેના કારણે અસરગ્રસ્ત લોકોને સેક્સ દરમિયાન ઉત્થાન થતું નથી.  આવો, જાણીએ કે કોરોના ઇરેક્ટાઇલ ડિસફંક્શનને કેવી રીતે અસર કરે છે અને સંશોધન શું કહે છે...

No description available.

કોવિડના દર્દીમાં નપુંસકતાની સમસ્યા કેવી રીતે થઈ શકે?

પુનઃપ્રાપ્તિ પછી જ્યારે ઘણા લોકોએ COVID-19 ઇરેક્ટાઇલ ડિસફંક્શન વિશે ફરિયાદ કરી, ત્યારે વૈજ્ઞાનિકોએ તેના પર સંશોધન કર્યું. ગયા વર્ષના એક ઇટાલી  સંશોધનમાં એ પણ સામે આવ્યું છે કે કોરોના ચેપ લોકોમાં કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમને નુકસાન પહોંચાડે છે.

આ સંશોધન  પુરુષો પર કરવામાં આવ્યું , જેમાં જાણવા મળ્યું છે કે કોરોના વાયરસ લોકોની કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમને નુકસાન પહોંચાડે છે.  આવી સ્થિતિમાં, શરીરની અંદરની રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે, જેના કારણે પુરુષોના શિશ્નમાં લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે અને તેથી જ તેમને ઈરેક્ટાઈલ ડિસફંક્શન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.  સરળ શબ્દોમાં કહીએ તો તેઓ યોગ્ય રીતે સેક્સ કરી શકતા નથી.

પુરૂષોમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શન માટે એકલા COVID-19 ચેપ જવાબદાર નથી.  રોગચાળામાં વધુ તણાવ, કોઈ બાબતની વધુ ચિંતા, એકલતા અને નાણાકીય સંઘર્ષને કારણે ઘણા લોકો આ સમસ્યા જોઈ રહ્યા છે.  આ રીતે, વ્યક્તિએ તેનું માનસિક સંતુલન બરાબર જાળવી રાખવું જોઈએ.

જેમને ઇરેક્ટાઇલ ડિસફંક્શનનું જોખમ છે તેમને સૂચના  
મનોવિજ્ઞાન મુજબ, ચિંતા, તણાવ અને એકલતાથી પીડિત લોકો ઉપરાંત, જે પુરુષોને હાઈપરટેન્શન, હ્રદયરોગ અને ડાયાબિટીસ જેવી બીમારીઓ હોય તેઓમાં ઈરેક્ટાઈલ ડિસફંક્શન વધુ જોવા મળે છે.

No description available.
 
ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સારવાર
તમે જાતે પણ આ સમસ્યાનો ઈલાજ કરી શકો છો.  જો તમે તમારી દિનચર્યાની જીવનશૈલીમાં થોડો ફેરફાર કરો છો, તો ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યાથી બચી શકાય છે.  આ ત્યારે જ શક્ય છે જ્યારે તમે પોતે ખુશ રહેશો અને તમારા પાર્ટનર સાથે સારા સંબંધ બનાવવાનો પ્રયાસ કરશો.  તમારે તમારા જીવનમાંથી નકારાત્મકતાને દૂર કરવી પડશે.  આ પ્રકારના સંબંધમાં હકારાત્મક માનસિકતા તમારા માટે મદદરૂપ થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news