ભારતમાં મે સુધી સામે આવી શકે છે કોરોના વાયરસના 13 લાખ કેસ, શોધકર્તાએ વ્યક્ત કરી આશંકા

ભારતમાં કોરોના મામલાનો અભ્યાસ કરનાર COV-IND-19 સ્ટડી ગ્રુપના રિસર્ચર્સે હાલના આંકડાનો અભ્યાસ કર્યા બાદ જારી રિપોર્ટમાં આ આશંકા વ્યક્ત કરી છે. શોધકર્તાઓએ રિપોર્ટમાં કહ્યું કે, ભારતે શરૂઆતી સમયમાં કોરોનાના મામલાને નિયંત્રિત કરવામાં ઇટાલી અને અમેરિકા જેવા બીજા દેશોની અપેક્ષામાં સારૂ કામ કર્યું છે. 

 ભારતમાં મે સુધી સામે આવી શકે છે કોરોના વાયરસના 13 લાખ કેસ, શોધકર્તાએ વ્યક્ત કરી આશંકા

નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર વિશ્વભરના દેશોમાં જોવા મળી રહ્યો છે. ભારત પણ આ જીવલેણ વાયરસના સંક્રમણની ઝપેટમાં છે. અત્યાર સુધી કોરોનાના 562 પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે, તો આ મહામારીમાં અત્યાર સુધી 9 લોકોના મોત થઈ ચુક્યા છે. સરકાર તરફથી કોરોનાના વધતા સંક્રમણને રોકવા માટે જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યાં છે. દેશમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતાં જે રીતે કોરોનાના મામલા સામે આવી રહ્યાં છે તેવામાં વૈજ્ઞાનિકોની એક આંતરરાષ્ટ્રીય ટીમના રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મેના બીજા સપ્તાહ સુધી ભારતમાં 13 લાખ કોરોનાના મામલા આવી શકે છે. 

મેના મધ્ય સુધી સામે આવી શકે છે 13 લાખ કેસઃ રિપોર્ટ
ભારતમાં કોરોના મામલાનો અભ્યાસ કરનાર COV-IND-19 સ્ટડી ગ્રુપના રિસર્ચર્સે હાલના આંકડાનો અભ્યાસ કર્યા બાદ જારી રિપોર્ટમાં આ આશંકા વ્યક્ત કરી છે. શોધકર્તાઓએ રિપોર્ટમાં કહ્યું કે, ભારતે શરૂઆતી સમયમાં કોરોનાના મામલાને નિયંત્રિત કરવામાં ઇટાલી અને અમેરિકા જેવા બીજા દેશોની અપેક્ષામાં સારૂ કામ કર્યું છે. પરંતુ અમારૂ તે અનુમાન ભારતમાં શરૂઆતી તબક્કાના આંકડાના આધાર પર છે. તેમાં એક ખાસ વાત છે કે દેશમાં પ્રભાવિત મામલાની અસલી સંખ્યા સ્પષ્ટ નથી. શોધકર્તાઓ પ્રમાણે, આવું તે માટે છે કારણ કે ભારતમાં તેને લઈને ટેસ્ટિંગ રેટ ખુબ ઓછા છે. 

વૈજ્ઞાનિકોની એક આંતરરાષ્ટ્રીય ટીમના રિપોર્ટમાં આશંકા
રિપોર્ટમાં શોધકર્તાઓએ જણાવ્યું કે, અત્યાર સુદી ભારતમાં કોરોના ટેસ્ટ કરવામાં આવેલા લોકોની સંખ્યા અપેક્ષાકૃત ઓછી છે. વ્યાપક ટેસ્ટ ન થવાથી કોમ્યૂનિટી ટ્રાન્સમિશનની ભયાનકતાને જાણવી અસંભવ છે. બીજા શબ્દોમાં કહીએ તો ટેસ્ટમાં મોડું થવાને કારણે હાલ તે અનુમાન લગાવવુ ખુબ મુશ્કેલ છે કે હોસ્પિટલ અને હેલ્થકેર સુવિધાઓને અલગ કેટલા લોકો આ ખતરનાક વાયરસથી સંક્રમિત છે. કોરોનાથી સંક્રમિત મામલાની પુષ્ટિ તેના ટેસ્ટથી જ સ્પષ્ટ થાય છે. 

ટેસ્ટિંગ રેટને લઈને ઉઠાવ્યા સવાલ
રિપોર્ટમાં શોધકર્તાઓએ કહ્યું કે, આપણા હાલના અનુભાન ભારતમાં શરૂઆતી તબક્કાના આંકડાના આધાર પર સૌથી ઓછા આંકી રહ્યાં છે. અમેરિકા અને ઇટાલી જેવા બીજા દેશોમાં પણ શરૂઆતી રાઉન્ડમાં આવી જ પેટર્ન જોવા મળી છે પરંતુ બાદમાં ત્યાં COVID-19 ધીરે-ધીરે ફેલાયો અને ઝડપી થયો હતો. આ દેશોમાં સામે આવેલા આંકડા તેનો પૂરાવો છે કે આ વાયરસે અહીં કેટલા લોકોને પોતાની ઝપેટમાં લીધા છે. કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં અત્યાર સુધી 18,915 લોકોના મોત થયા છે, જ્યારે 4,22,900 લોકો સંક્રમિત છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news