કોરોના વાયરસ LIVE: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1035 કેસ, 40 લોકોના મોત

ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ વધતો જ જાય છે. છેલ્લા 24 કલાકમાં 1035 કેસ સામે આવ્યાં છે. જે અત્યાર સુધીનો એક દિવસનો રેકોર્ડ છે. આ બધા વચ્ચે 40 લોકોના મોત થયા છે. શુક્રવારે દેશભરમાં કોરોનાના 859 કેસ નોંધાયા છે. આ આંકડા હવે ડરામણા લાગી રહ્યાં છે. ભારતમાં કોરોના સ્ટેજ 3 તરફ તો આગળ નથી રહ્યું ને? દેશમાં હાલ કોરોનાના કન્ફર્મ 7447 કેસ છે. જેમાંથી 6665 એક્ટિવ છે. જ્યારે 643 લોકોને ડિસ્ચાર્જ કે માઈગ્રેટ કરાઈ ચૂક્યા છે. 
કોરોના વાયરસ LIVE: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1035 કેસ, 40 લોકોના મોત

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ વધતો જ જાય છે. છેલ્લા 24 કલાકમાં 1035 કેસ સામે આવ્યાં છે. જે અત્યાર સુધીનો એક દિવસનો રેકોર્ડ છે. આ બધા વચ્ચે 40 લોકોના મોત થયા છે. શુક્રવારે દેશભરમાં કોરોનાના 859 કેસ નોંધાયા છે. આ આંકડા હવે ડરામણા લાગી રહ્યાં છે. ભારતમાં કોરોના સ્ટેજ 3 તરફ તો આગળ નથી રહ્યું ને? દેશમાં હાલ કોરોનાના કન્ફર્મ 7447 કેસ છે. જેમાંથી 6665 એક્ટિવ છે. જ્યારે 643 લોકોને ડિસ્ચાર્જ કે માઈગ્રેટ કરાઈ ચૂક્યા છે. 

ભારતમાં કોરોનાના કેસોમાં શુક્રવારે ચોંકવનારો આંકડો બહાર આવ્યો. ગુરુવારે જ્યાં પહેલીવારમાં એક જ દિવસમાં કોરોનાના કેસોએ સાતસોનો આંકડો પાર કર્યો હતો ત્યાં શુક્રવારે દેશભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7 હજારે પહોંચી ગઈ. ત્યારે કોરોનાના 85 કેસ નવા આવ્યાં. જે એક જ દિવસમાં કોરોનાના વધતા સંક્રમણનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો હતો. 

જુઓ LIVE TV

દેશવ્યાપી લોકડાઉનને આગળ વધારવું કે નહીં તેના પર આજે નિર્ણય લેવાઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરશે. બુધવારે તમામ દળોના પ્રતિનિધિઓ સાથે મીટિંગમાં પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ દેશભરમાં લોકડાઉનની સ્થિતિ પર નિર્ણય લેતા પહેલા તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે એકવાર વાત કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news