કોરોના વાયરસે હિમાચલ પ્રદેશમાં દીધી દસ્તક, બે લોકોના જોવા મળ્યો પોઝિટીવ
હિમાચલ પ્રદેશમાં પણ કોરોના વાયરસે એન્ટ્રી મારી છે. રાજ્યના કાંગડા જિલ્લામાં શુક્રવારે બે લોકો વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે શુક્રવારે અહીં જણાવ્યું કે હરચક્કિયાન જીલ્લાના નિવાસી 32 વર્ષીય વ્યક્તિ અને શાહપુર ઉપમંડળના દોહાબે ગામના 64 વર્ષીય મહિલા કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળી છે.
Trending Photos
શિમલા: હિમાચલ પ્રદેશમાં પણ કોરોના વાયરસે એન્ટ્રી મારી છે. રાજ્યના કાંગડા જિલ્લામાં શુક્રવારે બે લોકો વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે શુક્રવારે અહીં જણાવ્યું કે હરચક્કિયાન જીલ્લાના નિવાસી 32 વર્ષીય વ્યક્તિ અને શાહપુર ઉપમંડળના દોહાબે ગામના 64 વર્ષીય મહિલા કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળી છે.
મુખ્યમંત્રીએ એ પણ કહ્યું કે વડાપ્રધાન દ્વારા પ્રસ્તાવિત જનતા કર્ફ્યૂના દિવસે રવિવારે હિમાચલ પ્રદેશમાં બસો દોડશે નહી. મુખ્યમંત્રીએ મીડિયા સાથે વાત કરતાં આમ જનતાને લગ્ન દરમિયાન ધામ આયોજિત ન કરવાની પણ સલાહ આપી છે. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે કમિશ્નરો અને જિલ્લા પોલીસ પ્રમુખોને કોરોના વાયરસને રોકવા માટે વ્યાપક રણનીતિ બનાવવા માટે કહ્યું. તેમણે પોલીસ કમિશ્નરો અને વરિષ્ઠ પોલીસ અધિક્ષકની સાથે વીડિયો કોન્ફ્રસિંગમાં આ વાત કહી.
બીજી તરફ નોઇડા મેટ્રો રેલ કોર્પોરેશને શુક્રવારે કહ્યું કે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રસ્તાવિત જનતા કર્ફ્યૂને ધ્યાનમાં રાખતાં 22 માર્ચના રોજ નોઇડા-ગ્રેટર નોઇડા મેટ્રો દોડશે નહી. એનએમઆરસીએ કહ્યું કે તે રવિવારે શહેરમાં પોતાની બસ સેવાઓ પણ સ્થગિત કરશે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે. એનએમઆરસીએ રવિવારે 22 માર્ચના રોજ પોતાની મેટ્રો ટ્રેન અને બસ સેવાઓ સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે.
તો બીજી તરફ મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે શુક્રવારે રાજ્યના લોકોને કોરોના વાયરસને લઇને સર્તક રહેવાની અપીલ કરી. તેમણે લોકોને ભીડ જમા ન કરવા અને ધાર્મિક કાર્યક્રમોથી દૂર રહેવાની અપીલ કરતાં કહ્યું, અમે 18 જાન્યુઆરીથી સાવધાની વર્તી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે