Coronavirus: લોકોને પ્રાણવાયુ પહોંચાડવા યુદ્ધ સ્તરે વાયુસેના કામ કરી રહી છે, 'ઓક્સિજન એક્સપ્રેસ' પણ મેદાનમાં

દેશના અનેક ભાગોમાં ચાલી રહેલા ઓક્સિજન (Oxygen) સંકટ વચ્ચે વાયુસેનાએ હવે મોરચો સંભાળ્યો છે. વાયુસેનાના વિમાનો દેશના અલગ અલગ ભાગોમાં ઓક્સિજન કન્ટેઈનર્સ પહોંચાડી રહ્યા છે. જેથી કરીને સપ્લાયના મિશનમાં તેજી આવી શકે. 

Coronavirus: લોકોને પ્રાણવાયુ પહોંચાડવા યુદ્ધ સ્તરે વાયુસેના કામ કરી રહી છે, 'ઓક્સિજન એક્સપ્રેસ' પણ મેદાનમાં

નવી દિલ્હી: દેશના અનેક ભાગોમાં ચાલી રહેલા ઓક્સિજન (Oxygen) સંકટ વચ્ચે વાયુસેનાએ હવે મોરચો સંભાળ્યો છે. વાયુસેનાના વિમાનો દેશના અલગ અલગ ભાગોમાં ઓક્સિજન કન્ટેઈનર્સ પહોંચાડી રહ્યા છે. જેથી કરીને સપ્લાયના મિશનમાં તેજી આવી શકે. 

'મિશન ઓક્સિજન' પર વાયુસેના
વાયુસેનાના વિમાનોથી ઓક્સિજન ટેન્કર ઉતારવામાં આવી રહ્યા છે. ઓક્સિજન એક્સપ્રેસ દ્વારા એક શહેરથી બીજા શહેરમાં ઓક્સિજન ટેન્કર્સ પહોંચાડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત દેશના ઓક્સિજન પ્લાન્ટમાં દિવસ રાત કામ ચાલુ છે. એટલે કે કોરોના મહામારીના આ સંકટભર્યા સમયમાં દર્દીઓના જીવ બચાવવા માટે જે ઓક્સિજન સિલિન્ડરને સંજીવની માનવામાં આવી રહ્યા છે તેને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે યુદ્ધ સ્તરે કામ ચાલુ છે. 

સિંગાપુરથી મંગાવ્યો ઓક્સિજન
શનિવારે ભારતીય વાયુસેનાનું સૌથી મોટું માલવાહક વિમાન C-17 ગ્લોબમાસ્ટર ગાઝિયાબાદના હિંડન એરબેસ પરથી 4 ક્રાયોજેનિક ટેન્કર લઈને સિંગાપુર પહોંચ્યું અને ત્યારબાદ સિંગાપુરથી માલવાહક વિમાન ઓક્સિજન કન્ટેઈનર્સ લઈને પશ્ચિમ બંગાળના પાનાગઢ એરબેસ પર પાછું આવ્યું. 

(Pic source: Ministry of Home Affairs) pic.twitter.com/3HNtWBvrJd

— ANI (@ANI) April 24, 2021

દેશભરમાં ઓક્સિજનની અછત
કોરોનાની બીજી લહેર સામે દેશ ઝઝૂમી રહ્યો છે. અનેક હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત છે. આવામાં ઓક્સિજનથી હાયતોબા વચ્ચે સેનાએ મોરચો સંભાળેલો છે. આ ઉપરાંત રેલવે પણ ઓક્સિજન એક્સપ્રેસ દોડાવી રહી છે. વિદેશમાંથી ઓક્સિજન ટેન્કર્સ એરલિફ્ટ કરાઈ રહી છે. જેથી કરીને લોકોના શ્વાસને બચાવવા પ્રાણવાયુ પહોંચાડી શકાય. 

કોરોના સામેની લડતમાં કેન્દ્રએ મોરચો સંભાળેલો છે. રક્ષા મંત્રાલય, રેલવે મંત્રાલય અને ગૃહ મંત્રાલય દિવસ રાત કામમાં લાગેલા છે. ગૃહ મંત્રાલયે સિંગાપુર બાદ સંયુક્ત આરબ અમીરાત પાસેથી ઉચ્ચ ક્ષમતાવાળા ઓક્સિજન ટેન્કર્સની આયાત માટે વાત કરી. ગૃહમંત્રી અમિત શાહે કોરોનાની હાલાતની સમીક્ષા કર્યા બાદ આ પગલું ભર્યું. 

ભારતીય વાયુસેનાનું એક વિમાન ટેન્કર લાવવા માટે યુએઈ રવાના કરવામાં આવશે. આ ઉપરાંત જર્મનથી પણ 23 મોબાઈલ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ એરલિફ્ટ કરવામાં આવશે. 

આ ઉપરાંત વાયુસેના પહાડી વિસ્તારમાં પણ કોરોના દર્દીઓને રાહત પહોંચાડી રહી છે. એર ફોર્સના વિમાન જમ્મુ અને ચંડીગઢથી લેહ સુધી કોરોનાના ઉપકરણોને એરલિફ્ટ કરી રહ્યા છે. મિશન રાહતમાં વાયુસેનાના ગ્લોબ માસ્ટર ઉપરાંત શિનુક અને બીજા વિમાનો પણ સામેલ છે. જેમની મદદથી લદાખમાં કોવિડ ટેસ્ટિંગ સેટઅપ પહોંચાડવામાં આવ્યું જેથી કરીને ટેસ્ટિંગ પ્રક્રિયામાં કોઈ પણ અડચણ ન આવે. 

झारखंड के बोकारो से चली दूसरी ‘ऑक्सीजन एक्सप्रेस’ उत्तर प्रदेश की राजधानी लखनऊ पहुंची

દોડી રહી છે ઓક્સિજન એક્સપ્રેસ
કોરોનાથી બેહાલ થયેલા ઉત્તર પ્રદેશ, લખનઉની સ્થિતિ સુધારવા માટે ઝારખંડના બોકારોના ઓક્સિજન પ્લાન્ટથી ઓક્સિજન એક્સપ્રેસની પહેલી ખેપ શનિવારે સવારે સવા સાતે લખનઉના ચારબાગ સ્ટેશને પહોંચી. પહેલી રેંકમાં 3 ટેન્કર રવાના કરવામાં આવ્યા હતા. જેમાં એક ટેન્કર વારાણસીમાં અને બાકીના બે ટેન્કર લખનઉમાં ઉતારવામાં આવ્યા. એક ટેન્કરની ક્ષમતા 16 મેટ્રિક ટનની છે. એટલે કે 32 મેટ્રિક ટન ઓક્સિજન લખનઉ આવ્યો. 

આ ઉપરાંત શનિવારે જ બીજી ઓક્સિજન એક્સપ્રેસ રેકને પણ રવાના કરવામાં આવી હતી. શનિવારે સવારે પાંચ વાગે ચારબાગ રેલવે સ્ટેશનથી ચાર ટેન્કર અને વારાણસીથી એક ટેન્કર લઈને બોકારો પ્લાન્ટ માટે રવાના થઈ. બીજી ખેપમાં ઓક્સિજન એક્સપ્રેસ સોમવારે સવારે લખનઉ પહોંચશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news