દેશમાં Coronavirus એ તોડ્યા જૂના તમામ રેકોર્ડ, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ દર્દીઓ 

દેશમાં કોરોના સંક્રમિતોના કેસ ઝડપથી વધી રહ્યાં છે. ભારતમાં કોરોનાના દર્દીઓ એક લાખની નજીક પહોંચ્યા છે. જ્યારે મોતનો આંકડો પણ 3 હજારને પાર કરી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધી સૌથી વધુ કોવિડ 19ના કેસ સામે આવ્યાં છે. 

દેશમાં Coronavirus એ તોડ્યા જૂના તમામ રેકોર્ડ, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ દર્દીઓ 

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિતોના કેસ ઝડપથી વધી રહ્યાં છે. ભારતમાં કોરોનાના દર્દીઓ એક લાખની નજીક પહોંચ્યા છે. જ્યારે મોતનો આંકડો પણ 3 હજારને પાર કરી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધી સૌથી વધુ કોવિડ 19ના કેસ સામે આવ્યાં છે. 

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસ 96169 છે. જેમાંથી 36,824 લોકો સાજા થયા છે. જ્યારે 56316 લોકો હજુ સારવાર હેઠળ છે. કોવિડ 19થી અત્યાર સુધીમાં દેશમાં કુલ 3029 લોકોએ જીવ ગુમાવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના કુલ 5242 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત 157 લોકોના મૃત્યુ થયા છે. 

જુઓ LIVE TV

દેશમાં કોરોનાના દર્દીઓના સાજા થવાનો દર અન્ય દેશોની સરખામણીમાં સારો છે. ભારતમાં કોવિડ 19 દર્દીઓનો રિકવરી રેટ 38.20 ટકા છે. 

દુનિયાભરમાં દર્દીઓની સંખ્યા
વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 511:14 AM 5/18/20200 લાખની નજીક પહોંચી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ સમગ્ર વિશ્વમાં કોવિડ 19ના દર્દીઓની સંખ્યા 47,58,857 નોંધાઈ છે. આ રોગને માત આપીને સાજા થનારાઓની સંખ્યા 17,88,547 છે. અને તેનાથી જીવ ગુમાવનારાઓની સંખ્યા 3,14,618 છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news