Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 31 હજારથી વધુ નવા કેસ, આ રાજ્યોમાં સ્થિતિ ગંભીર

દેશમાં કોરોનાનું સંક્રમણ એકબાજુ જ્યાં ઘટી રહ્યું હોય તેવા સંકેત આપે છે ત્યાં કેટલાક રાજ્યોમાં કોરોના ફરીથી એકવાર માથું ઉચકતો જોવા મળી રહ્યો છે. આવામાં રાજ્ય સરકાર અને ભારત સરકાર માટે સમસ્યા ઊભી થઈ ગઈ છે.

Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 31 હજારથી વધુ નવા કેસ, આ રાજ્યોમાં સ્થિતિ ગંભીર

નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona Virus) નું સંક્રમણ એકબાજુ જ્યાં ઘટી રહ્યું હોય તેવા સંકેત આપે છે ત્યાં કેટલાક રાજ્યોમાં કોરોના ફરીથી એકવાર માથું ઉચકતો જોવા મળી રહ્યો છે. આવામાં રાજ્ય સરકાર અને ભારત સરકાર માટે સમસ્યા ઊભી થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 31,118 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 94,62,810 પર પહોંચી ગઈ છે. જેમાંથી 4,35,603 એક્ટિવ કેસ છે. જ્યારે 88,89,585 દર્દીઓ સાજા થઈ ગયા છે. 

કોરોનાએ એક જ દિવસમાં 482 લોકોનો ભોગ લીધો છે. દેશમાં કોરોનાથી મૃત્યુનો આંકડો 1,37,621 પર પહોંચી ગયો છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો  32,885 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ  5,28,315 લોકો કોરોના સંક્રમિત થયા છે. જ્યારે કુલ 9174 લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યો છે. જ્યારે મહારાષ્ટ્રમાં  91,623 એક્ટિવ કોરોના કેસ છે. જ્યારે કુલ  16,85,122 લોકો કોરોના સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં અહીં 47,151 લોકોના કોરોનાથી જીવ ગયા છે. 

With 482 new deaths, toll mounts to 1,37,621. Total active cases at 4,35,603

Total discharged cases at 88,89,585 with 41,985 new discharges in last 24 hrs pic.twitter.com/MaBuXqAmps

— ANI (@ANI) December 1, 2020

દિગ્ગજ દવા કંપનીનો દાવો, તેમની કોરોના વેક્સીનનું અંતિમ ટ્રાયલ સફળ
આ બાજુ કોરોનાની રસી ઉપર પણ એક સારા સમાચાર આવ્યા છે. અમેરિકન કંપની મોર્ડના (Moderna)  એ કહ્યું કે, કોરોનાથી બચવા માટે તેમની વેક્સીન પોતાની ટ્રાયલમાં 94 ટકા પ્રભાવી રહી છે. 

અમેરિકન વિભાગમાંથી મંજૂરીની રાહ
અમેરિકન કંપની મોર્ડના હવે ઈમરજન્સી લાઈસન્સ માટે અમેરિકા (USA), યુરોપ અને યુકે (UK) ના સરકારી માપદંડ પાસે પોતાની રસીના અંતિમ ટ્રાયલના પરિણામોનું રિપોર્ટ મોકવાના અંતિમ તબક્કામાં છે. કંપનીએ કહ્યું કે, તેઓને આશા છે કે, અમેરિકા ખાદ્ય અને ઔષધ વિભાગ 17 ડિસમ્બરે પોતાની બેઠકમાં તેમની વેક્સીનના ઉપયોગ માટે મંજૂરી આપી શકે છે.  

ભારતમાં 3 કંપનીઓનું કામ ચાલુ
ભારતમાં તેજીથી કોરોના વેક્સીન બનાવવા પર કામ ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ તાજેતરમાં અમદાવાદના Zydus કંપનીના પ્લાન્ટમાં, હૈદરાબાદમાં ભારત Bioteck અને પૂણેમાં Serum Institute ની મુલાકાત લીધી છે. માનવામાં આવી રહ્યું છે કે, જલ્દી જ કોરોના વેક્સીનને લઈને ખુશખબરી આવી શકે છે.    

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news