કોરોનાનો કહેરઃ સરકારનો નિર્ણય, વિદેશથી આવતા યાત્રીકો પાસે માગવામાં આવશે આ ખાસ જાણકારી


કોરોના વાયરસ (Corona Virus)ને લઈને બુધવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી પીકે મિશ્રાની અધ્યક્ષતામાં ઇન્ટર મિનિસ્ટીરિયલ ગ્રુપની મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોરોના વાયરસનો સામનો કરવા માટે કેટલાક નિર્ણય લેવામાં આવ્યા છે.

 કોરોનાનો કહેરઃ સરકારનો નિર્ણય, વિદેશથી આવતા યાત્રીકો પાસે માગવામાં આવશે આ ખાસ જાણકારી

નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Corona Virus)ને લઈને બુધવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી પીકે મિશ્રાની અધ્યક્ષતામાં ઇન્ટર મિનિસ્ટીરિયલ ગ્રુપની મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોરોના વાયરસનો સામનો કરવા માટે કેટલાક નિર્ણય લેવામાં આવ્યા છે. બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે વિદેશથી આપતા દરેક વ્યક્તિની સ્ક્રીનિંગ, વિદેશથી આવનાર વ્યક્તિએ આપવી પડશે સંપૂર્ણ જાણકારી. આ સિવાય આઈસોલેશન સેન્ટર, જીઆઈએસ હોટ સ્પોટ, ફોર્મ ડિક્લેરેશન વગેરેને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. 

બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો
- વિદેશથી આવતા તમામ વ્યક્તિઓનું યૂનિવર્સલ સ્ક્રીનિંગ થશે. થર્મલ સેન્સિંગ સાધનોથી સ્ક્રીનિંગ થશે. 

- તમામ વ્યક્તિઓએ એક ફોર્મમાં ડિક્લેરેશન ભરીને આપવું પડશે કે ક્યાં-ક્યાં દેશ થઈને આવ્યા છે. 

- તમામ એરપોર્ટ અને સમુદ્રી પોર્ટ પર પણ આ લાગૂ થશે અને સાથે બોર્ડરની પાસે આવેલી ઇન્ટીગ્રેટેડ ચેક પોસ્ટ પર પણ આ પ્રોટોકોલનું ધ્યાન રાખવામાં આવશે. 

- કોરોના પર GIS હોટ સ્પોટ હનાવીને ધ્યાન રાખવામાં આવશે. 

- જિલ્લા લેવલ સુધી આઇસોલેશન સેન્ટર ખોલવામાં આવશે. જિલ્લા ઓથોરિટીની સહાયતા લાવવામાં આવશે. 

- લોકલ બોજીને સેન્સિટાઇઝ કરવામાં આવી છે, તેનો સામનો કરવાની રીત લાગૂ કરવા માટે અને ક્વૈરેન્ટાઇન માટે. 

- ખાનગી ભાગીદારી એટલે કે ખાનગી હોસ્પિટલ અને સંબંધિત લાભાર્થીઓની સહાયતા લેવામાં આવશે. 

- સરકારના તમામ જાહેર કાર્યક્રમ હેલ્થ મિનિસ્ટ્રીની સલાહ વગર યોજાશે નહીં.

- જનતામાં કોરોના વાયરસથી બચવા શું કરવું અને શું ન કરવું (Does&Donts) તેનો પ્રચાર કરવામાં આવશે. 

- ગૃહ મંત્રાલય તમામ રાજ્ય સરકારોની સાથે કોર્ડિનેશનનું કામ કરશે. 

- સરકાર તરફથી દરરોજ માહિતી આપવામાં આવશે અને તે જણાવવામાં આવશે કે અત્યાર સુધી શું સ્થિતિ છે, શું કામ થયું, જેથી લોકોને રિયલ ટાઇમ ડેટાનો ખ્યાલ આવે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news