ગીર સોમનાથ: પતિ-પત્ની વાડીમાં એકલા હતા ત્યારે અચાનક એવું થયું કે...

જિલ્લાના રામપરા ગામની સીમમાં રાત્રીના અંધારામાં બની ચકચારી ઘટના બની હતી. વાડીએ મકાનના ઓરડામાં નિંદ્રાધીન પતિ પત્નીની કરપીણ હત્યા કુહાડીના ઘા મારી અજાણ્યા હત્યારાઓએ આધેડ દંપતીની નિર્મમ હત્યા કરી હતી. ડબલ મર્ડરની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે હત્યારાઓની શોધખોળ આદરી છે. ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ તાબાના રામપરા ગામમાં ચકચારી ઘટના બની છે. આ વાડીના ઓરડામાં ગત રાત્રે નિંદ્રાધીન દંપતીને ખબર નહિ હોય કે, સવારનો સૂરજ તેઓ જોઈ નહિ શકે. આ નિંદર તેમની જીવનની લાંબી નિંદરમાં પલટાઈ જશે. મધ્યરાત્રીએ કોઈ હત્યારાઓએ અતિ ક્રૂરતા પૂર્વક બંન્ને પતિ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

ગીર સોમનાથ: પતિ-પત્ની વાડીમાં એકલા હતા ત્યારે અચાનક એવું થયું કે...

હેમલ ભટ્ટ/ગીર સોમનાથ: જિલ્લાના રામપરા ગામની સીમમાં રાત્રીના અંધારામાં બની ચકચારી ઘટના બની હતી. વાડીએ મકાનના ઓરડામાં નિંદ્રાધીન પતિ પત્નીની કરપીણ હત્યા કુહાડીના ઘા મારી અજાણ્યા હત્યારાઓએ આધેડ દંપતીની નિર્મમ હત્યા કરી હતી. ડબલ મર્ડરની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે હત્યારાઓની શોધખોળ આદરી છે. ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ તાબાના રામપરા ગામમાં ચકચારી ઘટના બની છે. આ વાડીના ઓરડામાં ગત રાત્રે નિંદ્રાધીન દંપતીને ખબર નહિ હોય કે, સવારનો સૂરજ તેઓ જોઈ નહિ શકે. આ નિંદર તેમની જીવનની લાંબી નિંદરમાં પલટાઈ જશે. મધ્યરાત્રીએ કોઈ હત્યારાઓએ અતિ ક્રૂરતા પૂર્વક બંન્ને પતિ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

મૂળ નજીકના જ બીજ ગામના કોળી રામાભાઈ સિદીભાઈ ભાદરકા ઉ.વ. - ૬૦ અને તેની પત્ની લક્ષ્મીબેન સાથે સાતેક વર્ષથી રામપરા ગામની સીમમાં આવેલ વાડીના મકાનમાં રહેતા. આજે સવારે ઘઉંમાં કામ કરતાં મજૂર જ્યારે ઓરડામાં પ્રવેશ કરે છે, ત્યાં જ બન્ને પતિ પત્નીની લોહીથી લથબથ લાશ જોઈ હતપ્રભ બની જાય છે. આ બાબતે તાત્કાલિક પોલીસને જાણ કરતાં પ્રભાસ પાટણ પોલીસ તેમજ એ.એસ.પી. અમિત વસાવા જિલ્લા ક્રાઈમ બ્રાંચની ટિમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને જગ્યાનું ઝીણવટ પરીક્ષણ હાથ ધર્યું હતું.

પોલીસના કહેવા મુજબ બંન્ને દંપતીની હત્યા લૂંટના ઇરાદે થઈ નથી, કારણ કે મૃતક લક્ષ્મીબેને પહેરેલા ઘરેણાં યથાવત છે. માટે હત્યા પાછળ અન્ય કોઈ કારણ જ હોઈ શકે. મૃતક રામાભાઈ તેમની બીજી પત્ની લક્ષ્મીબેન સાથે રામપરા વાડીએ રહેતા. જયારે તેમના આગલા ઘરના ચાર પુત્રો બીજ ગામે રહે છે. રામભાઈને બીજી પત્ની લક્ષ્મીબેનને કોઈ સંતાન નથી. હત્યારાઓએ ઘટનાને અંજામ આપવા કુહાડીનો ઉપયોગ કરેલો હોવા ઉપરાંત ઘટના સ્થળેથી જ આ કુહાડી મળી આવી હતી. હાલ તો આ ડબલ મર્ડરનું કારણ અકબંધ છે. પોલીસ દ્વારા એફ.એસ.એલ અને ટેકનોલોજી સર્વેલન્સ ટીમની મદદ મેળવી હત્યાનો ભેદ ઉકેલવા અને હત્યારાઓને શોધી કાઢવા કવાયત હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news