નોઈડામાં કોરોનાનો વધુ એક દર્દી, આખી સોસાયટી બે દિવસ માટે કરાઈ સીલ 

ઉત્તર પ્રદેશના નોઈડામાં એક વ્યક્તિને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે સેક્ટર 74ની સુપરટેક કેપેટાઉનને સીલ કરી દેવાઈ છે. ડીએમ બીએન સિંહે તેને સીલ કરવાના આદેશ આપ્યાં છે.

નોઈડામાં કોરોનાનો વધુ એક દર્દી, આખી સોસાયટી બે દિવસ માટે કરાઈ સીલ 

નોઈડા: ઉત્તર પ્રદેશના નોઈડામાં એક વ્યક્તિને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે સેક્ટર 74ની સુપરટેક કેપેટાઉનને સીલ કરી દેવાઈ છે. ડીએમ બીએન સિંહે તેને સીલ કરવાના આદેશ આપ્યાં છે. 21-23 માર્ચ સુધી વાહનોની અવરજવર પર સંપૂર્ણ રીતે રોક લગાવી દેવાઈ છે. ફ્લેટમાં રહેતા તમામ લોકોને ઘરોમાં રહેવાની સલાહ અપાઈ છે. આ સોસાયટીમાં બહારથી કોઈ અંદર નહીં આવી શકે અને અંદરથી કોઈ બહાર જઈ શકશે નહીં. મળતી માહિતી મુજબ એક વ્યક્તિ ફ્રાન્સથી પાછો ફર્યો હતો. 

આદેશમાં શું કહેવાયું છે?

- તમારી સોસાયટીના પરિસરને બે દિવસ માટે સીલ કરવામાં આવી રહ્યું છે. બધાના સહયોગની જરૂર છે. 

- આ દરમિયાન ફક્ત જરૂરી સુવિધાઓની છૂટ રહેશે. 

- તમારે બધાએ આ દરમિયાન ઘરોમાં રહેવાનું છે. અમારો સહયોગ કરો, બધા જલદી આ પરેશાનીમાંથી બહાર નીકળીશું.

અત્રે જણાવવાનું કે ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 258 કેસ સામે આવ્યાં છે. જેમાંથી 39 વિદેશી છે. ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 52 નવા કેસ નોંધાયા છે. જો કે રાહતના સમાચાર એ છે કે આ વાયરસના ભરડામાં આવેલા 23 લોકો સારવાર બાદ એકદમ સ્વસ્થ પણ થઈ ગયા છે. જ્યારે ચાર લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર, કેરળ અને દિલ્હી છે. આંકડાની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 49 કેસ, કેરળમાં 33 જ્યારે દિલ્હીમાં 25 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. 

જુઓ LIVE TV

સમગ્ર દુનિયામાં અત્યાર સુધી કોરોના વાયરસના 2,75,784 પોઝિટિવ  કેસ સામે આવ્યાં છે. જેમાંથી  11,397 લોકોના મોત થયા છે. ચીનથી પેદા થયેલા આ વાયરસે અત્યાર સુધીમાં સમગ્ર દુનિયામાં મહામારીનું સ્વરૂપ લઈ લીધુ છે. જ્યારે ચીન બાદ ઈટાલીમાં તો તબાહી મચી ગઈ છે. કોરોના વાયરસના મોતના મામલે ઈટાલી ચીન કરતા પણ આગળ નીકળી ગયું છે. કોરોનાથી ઈટાલીમાં અત્યાર સુધીમાં 4032 લોકોના મોત થયા છે. આ મામલે ચીન પછી ત્રીજો નંબર ઈરાનનો છે. ત્યાં અત્યાર સુધીમાં 1433 લોકોના કોરોનાથી મોત થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news