Pre Budget Expectation 2021: અપેક્ષાઓના આ Budget માં શું હશે, કેવી રીતે હશે?
1 ફેબ્રુઆરીના બજેટ રજૂ કરવામાં આવશે. ત્યારે લોકોને નાણા મંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) પાસેથી ઘણી આશાઓ છે. સમાન્ય ટેક્સપેયર્સ, કોર્પોરેટ્સ, વૃદ્ધ, મહિલાઓ, સ્ટુડેંટ્સ પોતાની માંગનું લિસ્ટ લઇને તૈયાર છે
Trending Photos
Budget 2021: 1 ફેબ્રુઆરીના બજેટ રજૂ કરવામાં આવશે. ત્યારે લોકોને નાણા મંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) પાસેથી ઘણી આશાઓ છે. સમાન્ય ટેક્સપેયર્સ, કોર્પોરેટ્સ, વૃદ્ધ, મહિલાઓ, સ્ટુડેંટ્સ પોતાની માંગનું લિસ્ટ લઇને તૈયાર છે. કોરોના કાળ દેશને મોત, ઘટી રહેલી આર્થિક પરિસ્થિતિઓ અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં Union Budget-2021 ને લઇને સરકાર પાસે લોકોને ઘણી આશાઓ છે.
કેવી છે આશાઓ? જાણો
આર્થિક સર્વે -2021 આશા આપે છે કે આગામી બે વર્ષમાં તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી શકે છે. 2021-22માં દેશની આર્થિક વૃદ્ધિ 11 ટકા હોઈ શકે છે.
કોરોના બાદ પહેલા શું મળશે?
કોરોના કાળ બાદ યોજાતું નાણાકીય બજેટ એટલા માટે અનોખું હશે કેમ કે, દેશને મોત, ઘટી રહેલી આર્થિક પરિસ્થિતિઓ અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો છે.
આર્થિક સર્વે-2021 રજૂ
શુક્રવારે આર્થિક સર્વે-2021 રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં પણ મુશ્કેલ પરિસ્થિતિઓમાં આશા રાખવાની બાબત મુખ્યત્વે જોવામાં આવી છે.
આર્થિક સુધારાની આશા
Union Budget-2021 ની સૌથી મોટી વાત આર્થિક સુધારણા હોઈ શકે છે. સામાન્ય લોકો પણ આ આશામાં Budget તરફ ધ્યાન આપી રહ્યા છે.
ખરેખરમાં કેન્દ્ર સરકારે કોરોના મહામારીના કારણે મોંઘવારી ભથ્થું અને રાહતમાં વધારો મુલતવી રાખ્યો હતો. ઉત્તરાખંડના કેન્દ્રીય કર્મચારીઓને પણ આશા છે કે કર્મચારીઓનું રોકવામાં આવેલું મોંઘવારી ભથ્થુ તેમને મળશે. જાન્યુઆરી 2020 થી મોંઘવારી ભથ્થાનું એરિયર પણ તેમને મળશે. મોંઘવારીના કારણે આવકવેરામાં પણ કર્મચારીઓને રાહત મળશે.
આ પણ વાંચો:- Budget 2021: ખેડૂતોને ભેટ આપવાની તૈયારી, 19 લાખ કરોડ રૂપિયા હોઈ શકે છે કૃષિ લોનનો ટાર્ગેટ
વેતનને લઇને મોટી આશા
કેન્દ્રીય કર્મચારીઓને તેમના વેતનને લઇને મોટી આશા છે. આશા છે કે, Union Budget-2021 માં સરકાર કર્મચારીઓ માટે બે ઇન્ક્રીમેન્ટ (વાર્ષિક વેતન વૃદ્ધિ) અને મોંઘવારી ભથ્થું (DA) આપવાની જાહેરાત કરી શકે છે. આશા છે કે, તેને વધારી 2 લાખ રૂપિયા સુધી કરવામાં આવે.
કોરોના બાદ આ આશા વધી
ગત સાત વર્ષથી આ છૂટમાં કોઈ ફરેફરા થયો નથી. છેલ્લી વખત 2014 માં નાણા મંત્રાલય અરૂણ જેટલીના હાથમાં હતું. તેમમે આ સીમાં એક લાખથી વધારી 1.5 લાખ કરી હતી. કોરોના કાળના મુશ્કેલીના સમયને જોતા આ આશા કરવામાં આવી રહી છે.
ટેક્સને લઇને રાહતની આશા
Union Budget-2021 માં આશા છે કે, સરકાર ટેક્સને લઇને કંઇક રાહત આપે. તાજેતરની સ્થિતિમાં Income Tax Act 80C અંતર્ગત રોકાણ પર આવકવેરામાં 1.5 લાખની આવક પર ટેક્સ છૂટ મળી શકે છે.
નોકરીયાત લોકોને આશા
Union Budget-2021 તરફ સૌથી આશાવાદી લોકો નોકરીયાત અને સેલેરી મેળવતા છે. ગત વર્ષ 2020 કોરોના મહામારીના કારણે ખુબજ ખરાબ રહ્યું છે. આ એક એવી તક હતી જ્યાં નાના દૈનિક રોજગારી મેળવતા લોકો રસ્તા પર જોવા મળ્યા, મધ્યમ વર્ગ અને નોકરીયાત લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કેટલાક લોકોને આ સમય દરમિયાન નોકરી પણ ગુમાવવી પડી છે. આવી સ્થિતિમાં Union Budget-2021 ને લઇને સરકાર પાસે આશા છે કે, તેઓ નોકરીયાત લોકોને મોટી રાહત આપે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે