Corona Vaccine for Children: બાળકો માટે ટૂંક સમયમાં આવશે કોરોનાની રસી, WHOએ ભારતની આ રસીને આપી મંજૂરી
જાણકારી માટે તમને જણાવી દઈએ કે સીરમે Novavax કંપની સાથે મળીને કોવોવેક્સ વેક્સીન તૈયાર કરી છે. અત્યાર સુધી જેટલા પણ ટ્રાયલ થયા છે તેમાં આ રસી ઘણી અસરકારક સાબિત થઈ છે.
Trending Photos
નવી દિલ્હી: ઓમિક્રોન ધમકી વચ્ચે WHO એ સીરમ ઇન્સ્ટિટ્યૂટની વેક્સીન Covovaxને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. અદાર પૂનાવાલાએ ટ્વીટ કરીને આ નિર્ણયની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે કોરોનાની લડાઈમાં વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે Covovax રસી વધુ અસરકારક અને સલામત છે. બાળકો માટે કોરોનાની રસી માટેનો માર્ગ હવે સ્પષ્ટ થઈ ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ શુક્રવારે સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (SII), Covovax માં બનેલી રસીને બાળકો પર ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. આ વિશ્વની નવમી રસી છે, જેને WHO દ્વારા કોરોના વાયરસ સામે મંજૂર કરવામાં આવી છે.
3 વર્ષ સુધીના બાળકો માટે સક્ષમ
આ રસીના ઉત્પાદન માટે સીરમ ઈન્સિ્ટ્યૂટએ Novavax, WHO અને Gavi સાથે જોડાણ કર્યું છે. પૂનાવાલાએ આ અઠવાડિયે કહ્યું હતું કે SII આગામી 6 મહિનામાં બાળકો માટે કોરોના રસી Covovax લોન્ચ કરવા જઈ રહી છે. તેમણે દાવો કર્યો કે કોવોવેક્સન રસી 3 વર્ષ સુધીના બાળકોને કોરોનાથી બચાવવામાં સક્ષમ હોવાનું જાણવા મળ્યું છે.
WHO એ Covovax રસી માટે ઈમરજન્સી ઉપયોગને મંજૂરી
જાણકારી માટે તમને જણાવી દઈએ કે સીરમે Novavax કંપની સાથે મળીને કોવોવેક્સ વેક્સીન તૈયાર કરી છે. અત્યાર સુધી જેટલા પણ ટ્રાયલ થયા છે તેમાં આ રસી ઘણી અસરકારક સાબિત થઈ છે. આ કારણોસર WHO એ ઇમરજન્સી ઉપયોગ માટે 9મી રસી મંજૂર કરી છે. WHOનું કહેવું છે કે ઓછી આવક ધરાવતા દેશોને આ રસીઓથી ઘણો ફાયદો થશે અને ત્યાં ટુંક સમયમાં ઝડપી રસીકરણ થશે.
This is yet another milestone in our fight against COVID-19, Covovax is now W.H.O. approved for emergency use, showing excellent safety and efficacy. Thank you all for a great collaboration, @Novavax @WHO @GaviSeth @Gavi @gatesfoundation https://t.co/7C8RVZa3Y4
— Adar Poonawalla (@adarpoonawalla) December 17, 2021
આ સંદર્ભમાં WHO ના ડૉ. મેરિએન્જેલા સિમાઓ જણાવે છે કે નવા વેરિયન્ટની વચ્ચે રસી એકમાત્ર અસરકારક સાધન છે જે લોકોને ગંભીર રોગોથી બચાવી શકે છે. તેમણે એ પણ જણાવ્યું કે ઓછી આવક ધરાવતા દેશોમાં રસીકરણની સ્થિતિ સુધારવા માટે Covovax રસીને મંજૂરી આપવામાં આવી છે. તેમના મતે 41 દેશો એવા છે જ્યાં 10 ટકાથી ઓછું રસીકરણ હજુ પણ ચાલી રહ્યું છે, જ્યારે 98 દેશો એવા પણ સામે આવ્યા છે જ્યાં 40 ટકાનો આંકડો સ્પર્શ્યો નથી.
ફૂલ લાઈસેંસ માટે જોવાશે રાહ
જો કે થોડા સમય પહેલા નોવાવેક્સ-એસઆઈઆઈની આ રસીને ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સમાં ઈમરજન્સી ઉપયોગ માટે પણ મંજૂરી આપવામાં આવી છે. ભારતમાં પણ ઈમરજન્સી ઉપયોગ માટે અરજી કરી નાખવામાં આવી છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે કોવોવેક્સ રસી કોરોના સામેની લડાઈમાં નિર્ણાયક ભૂમિકા ભજવવા જઈ રહી છે.
કોવોવેક્સ રસી વિશે વાત કરીએ તો તેને 2 થી 8 ° સે તાપમાનમાં રાખી શકાય છે. જ્યારે તેના બે ડોઝ આપવામાં આવે ત્યારે આ રસી વધુ અસર કરશે. આમ તો સીરમની આ રસીને ત્યારે લીલી ઝંડી દેખાડવામાં આવી છે, જ્યારે તેના ફેજ 2 અને 3ના ટ્રાયલના પરિણામોનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. ઘણા નિષ્ણાતો અને WHO ટીમ દ્વારા ઘણા સંશોધન પછી કોવોવેક્સ રસીને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. પરંતુ હવે સંપૂર્ણ લાઇસન્સ માટે કંપનીએ WHOને રસી સંબંધિત જરૂરી ડેટા સતત આપવા પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે