કોરોના વેક્સિનઃ સૌથી પહેલા આ 30 કરોડ ભારતીયોને રસી આપવામાં આવશે, સરકાર બનાવી રહી છે યાદી

Covid-19 vaccine news: સરકારનો પ્લાન છે કે વેક્સિન અપ્રૂવ થતા જ જેને સૌથી પહેલા રસી લગાવવાની જરૂર છે તેની ઓળખ કરી લેવામાં આવે. શરૂઆતી તબક્કામાં આશરે 30 કરોડ લોકોને રસી લગાવવાની તૈયારી છે. 

 કોરોના વેક્સિનઃ સૌથી પહેલા આ 30 કરોડ ભારતીયોને રસી આપવામાં આવશે, સરકાર બનાવી રહી છે યાદી

નવી દિલ્હીઃ ભારતે કોરોના વાયરસ રસીકરણ અભિયાનની તૈયારી શરૂ કરી દીધી છે. પ્રાથમિકતાના આધાર વેક્સિન મેળવનાર 30 કરોડ લોકો કોણ હશે, તેનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેમાં વધુ ખતરા વાળી વસ્તી સિવાય ફ્રન્ટલાઇન વર્કર્સ જેમ કે- હેલ્થકેર પ્રોફેશનલ્સ, પોલીસ, સેનિટેશન કર્મચારી હશે. આશરે 30 કરોડ લોકો માટે 60 કરોડ ડોઝ લાગશે. એકવાર વેક્સીન અપ્રૂવ થઈ જાય, ત્યારબાદ રસીકરણ કરવાનું શરૂ થઈ જશે. પ્રાયોરિટી લિસ્ટમાં ચાર કેટેગરી છે- આશરે 50થી 70 લાખ હેલ્થકેર પ્રોફેશનલ્સ, બે કરોડથી વધુ ફ્રન્ટલાઇન વર્કર્સ, 50 વર્ષથી વધુ ઉંમરના આશરે 26 કરોડ લોકો અને એવા લોકો જે 50 વર્ષથી ઓછી ઉંમરના છે પરંતુ અન્ય બીમારીથી પીડિત છે. 

પ્રથમ ફેઝમાં 23% જનસંખ્યાનું થશે રસીકરણ
વેક્સિનને લઈને બનેલા એક્સપર્ટ ગ્રુપે પ્લાનનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્યોથી ઈનપુટ્સ લેવામાં આવ્યા છે. નીતિ આયોગના સભ્ય ડો વીકે પોલના આગેવાની વાળા આ ગ્રુપે જે પ્લાન બનાવ્યો છે, તે પ્રમાણે પ્રથમ તબક્કામાં દેશની 23% ટકા વસ્તીને કવર કરવામાં આવશે. 

હેલ્થકેર પ્રોફેશનલ્સમાં રસીકરણ પ્રથમ પ્રાથમિકતા
એક્સપર્ટ કમિટીનું અનુમાન છે કે દેશમાં સરકારી અને ખાનગી ક્ષેત્રને મેળવીને આશરે 70 લાખ હેલ્થકેયર વર્કર્સ છે. તેમાં 11 લાખ એમબીબીએસ ડોક્ટર, 8 લાખ આયુષ પ્રેક્ટિશનનર્સ, 15 લાખ નર્સો, 7 લાખ એએનએમ અને 10 લાખ આશા વર્કર્સ સામેલ છે. એક અધિકારીએ કહ્યુ કે, ઓક્ટોબરના અંત કે નવેમ્બરની શરૂઆત સુધી આ લિસ્ટ તૈયાર થઈ શકે છે. 

બીજા કોને-કોને લગાવાશે કોરોનાની રસી?
ડ્રાફ્ટ પ્લાનમાં 45 લાખ પોલીસ અને અન્ય ફોર્સના કર્મચારીઓ પણ સામેલ છે. સેનાના 15 લાખ લોકો પણ આ લિસ્ટમાં છે. આ સિવાય કમ્યુનિટી સર્વિસ- પબ્લિક ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર, ક્લીનર્સ અને ટીચરની ઓળખ કરવામાં આવી છે. તેની અંદાજિત સંખ્યા દોઢ કરોડ છે. 50 વર્ષથી વધુ ઉંમરના આશરે 26 કરોડ લોકોને પણ પ્રથમ ફેઝમાં રસી આપવામાં આવશે. આ સિવાય ડાયાબિટીસ, દિલની બીમારીઓ, કિડનીની બીમારી,  ફેફસાની બીમારી, કેન્સર, લિવરની બીમારીનો સામનો કરી રહેલ લોકોને પણ પ્રાથમિકતાના આધારે રસી લગાવવામાં આવશે. 

60 કરોડથી વધુ ડોઝની પડશે જરૂર
એક અધિકારી પ્રમાણે ઘણી કેટેગરીમાં ઓવરલેપિંગ થશે. સરકારને આશા છે કે પ્રાથમિકતા વાળી વસ્તીના રસીકરણ માટે 60 કરોડ ડોઝની જરૂર પડશે. પ્લાનમાં વેક્સિનના સ્ટોક, પોઝિશન, સ્ટોરેજ ફેસિલિટીમાં ટેમ્પ્રેચર, જિયોગેટ હેલ્થ સેન્ટર્સને ટ્રેક કરવાની પણ વ્યવસ્થા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news