લોન આપનારે બળાત્કારી કહીને મેસેજ વાયરલ કરતા સુરતના યુવકે કરી આત્મહત્યા, જાણો દિલધડક ઘટના વિશે?
સુરતના ઓનલાઇન રિકવરીના નામે એક યુવકને એટલો બધો ત્રાસ આપવામાં આવ્યો હતો કે આ યુવકે મોતને મીઠુ કર્યું હતું. હાલ તો આ કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઇ છે. ત્યારે મૃતક યુવકના પરિવારે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ કમિશનરને રજુઆત કરી છે.
Trending Photos
તેજશ મોદી/સુરત: લોકો માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોબાઇલ એપ્લિકેશન દ્વારા ઓનલાઇન લોન આપતી કંપનીના સાયબર બુલિંગનો શિકાર બનેલા DGVCL કંપનીના કર્મચારીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ યુવાનનું મોત નિપજ્યું હતું.
સુરતના ઓનલાઇન રિકવરીના નામે એક યુવકને એટલો બધો ત્રાસ આપવામાં આવ્યો હતો કે આ યુવકે મોતને મીઠુ કર્યું હતું. હાલ તો આ કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઇ છે. ત્યારે મૃતક યુવકના પરિવારે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ કમિશનરને રજુઆત કરી છે.
સુરતના અમરોલી ગુજરાત હાઇસિંગ બોર્ડના જલારામનગરમાં રહેતા અને ડીજીવીસીએલ લાઇન આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા વિવેક સુરેશભાઇ શર્મા (ઉં.વ 30) દ્વારા ઝેરી દવા ગટગટાવી લેવામાં આવી હતી. તેને ઉલટીઓ થતા પરિવાર દ્વારા સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે ત્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું. જેના પગલે શર્મા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. પરિવારનાં એકનાં એક આધરસ્તમ્ભનું મોત થયું હતું.
લોનના નામે લાખો રૂપિયા ચુકવ્યા બાદ પણ ઉઘરાણી માટે સતત ધમકીઓ આવી રહી હતી. વિવેકના મોબાઇલમાંથી કોન્ટેક્ટ નંબર મેળવીને સંબંધિઓને વિવેક બળાત્કારી હોવાના મેસેજ કરવામાં આવતા હતા. સાયબર ફ્રોડનો શિકાર બનેલો વિવેક સતત તાણમાં રહેતો હતો. આખરે કંટાળીને તેણે મોતને વ્હાલું કર્યું હતું. જો કે હાલ તો સમગ્ર કેસમાં અમરોલી પોલીસ દ્વારા વધારે તપાસ આદરવામાં આવી છે.
લોન આપનારી કંપની દ્વારા વિવેક વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ધમકી અને બદનામી થાય તેવા મેસેજ કરવામાં આવ્યા હતા. આ કેસમાં હજુ સુધી પોલીસ આરોપીઓને પકડી શકી નથી, જેને પગલે વિવેકના પરિવારે પોલીસ કમિશ્નરને મળી રજૂઆત કરી આરોપીઓને જલ્દીથી પકડી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે