યૂપીમાં બેના મોત સાથે કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા પહોંચી 116, જાણો સરકાર કોની લેશે મદદ

પ્રદેશમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધતા જઈ રહ્યાં છે. 41458 લોકોને 28 દિવસની અંદર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. યૂપીના હવાઈ મથકો પર અત્યાર સુધીમાં 26369 લોકોની તપા કરવામાં આવી છે. પ્રદેશમાં અત્યાર સુધી 116 દર્દીઓના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જેમાંથી બે વ્યક્તિના મોત નિપજ્યા છે. આ આંકડા ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
યૂપીમાં બેના મોત સાથે કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા પહોંચી 116, જાણો સરકાર કોની લેશે મદદ

લખનઉ: પ્રદેશમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધતા જઈ રહ્યાં છે. 41458 લોકોને 28 દિવસની અંદર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. યૂપીના હવાઈ મથકો પર અત્યાર સુધીમાં 26369 લોકોની તપા કરવામાં આવી છે. પ્રદેશમાં અત્યાર સુધી 116 દર્દીઓના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જેમાંથી બે વ્યક્તિના મોત નિપજ્યા છે. આ આંકડા ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

કોરોનાની સૌથી ભયાનક પરિસ્થિતિ ગૌતમબુદ્ધ નગર જિલ્લામાં છે. અહીં અત્યાર સુધીમાં કુલ 48 દર્દીઓના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જ્યારે મેરઠમાં 19, આગરામાં 12, લખનઉમાં 9, ગાઝિયાબાદમાં 8, બરેલીમાં 6, શામલીમાં 1, પીલીભીતમાં 2, લખીમપુર ખીડીમાં 1, મુરાદાબાદમાં 1, કાનપુરમાં 1, જૌનપુરમાં 1, બાગપતમાં 1 અને બુલન્દશહેરમાં 3, દર્દીઓના રુપોર્ટ પોઝિટીવ આવ્યા છે. આ આંક્ડાઓથી સ્વાસ્થ્ય વિભાગ અને મેડિકલ ટીમની મુશ્કેલીમાં વધારો થયો છે.

જ્યારે આ મહામારીથી ઘણા લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે. જેમને હોસ્પિટલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. જેમાં આગરામાં 8, ગાઝિયાબાદમાં 2 અને લખનઉમાં 1 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ લોકોને હોમ કવોરન્ટાઇન માટે કહેવામાં આવ્યું છે. પ્રદેશમાં કોરોનાના વધતા સંક્રમણને જોઇને યૂપી સરકારે આર્મીના રિટાર્ડ ડોક્ટર અને નર્સિગ સ્ટાફની મદદ લેવાનો નિર્ણય કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news