સરકારની ચેતવણી: ભારતમાં CORONA નો પીક આવાનો હજી બાકી, ફરી ઉભરી શકે છે મહામારી
છેલ્લા કેટલાક દિવસોમાં નવા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં, પરંતુ ખતરો હજી સુધી ટળ્યો નથી. ગુરુવારે ભારત સરકારે (Indian Government) એલર્ટ જારી કરતાં કહ્યું કે દેશમાં કોરોના વાયરસ (Coronavirus) મહામારી ફરી ઉભરી શકે છે
Trending Photos
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોમાં નવા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં, પરંતુ ખતરો હજી સુધી ટળ્યો નથી. ગુરુવારે ભારત સરકારે (Indian Government) એલર્ટ જારી કરતાં કહ્યું કે દેશમાં કોરોના વાયરસ (Coronavirus) મહામારી ફરી ઉભરી શકે છે, જેને નિયંત્રિત કરવા રાજ્યોની મદદથી રાષ્ટ્રીય સ્તરે તૈયારી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેથી લોકોના જીવ બચાવી શકાય.
કોરોનાની બીજી લહેરનો પીક હજી બાકી
નીતિ આયોગના સભ્ય ડો. વીકે પૌલે (Dr. V.K. Paul) જણાવ્યું હતું કે દેશમાં કોરોનાની બીજી લહેરનો પીક હજી બાકી છે. ખૂબ જ ટૂંક સમયમાં કોરોના ભારતમાં રૌદ્ર સ્વરૂપ લઈ શકે છે. આવા સંજોગોમાં, માળખાગત સુવિધાને મજબુત બનાવવાની સાથે કડક નિર્ણયો લેવાની જરૂર છે જેથી લોકોને આ મહામારીથી બચાવી શકાય.
કોરોનાનો ભોગ બની શકે છે 80 ટકા આબાદી
ડો. પોલે કહ્યું કે આ આક્ષેપ ખોટો છે કે સરકારને કોરોનાની બીજી લહેરની જાણકારી નહોતી. અમે લોકોને સતત ચેતવણી આપી રહ્યા હતા કે કોરોનાની બીજી લહેર આવશે. દેશમાં હાલમાં સીરો પોઝિટિવિટી 20 ટકા છે અને 80 ટકા વસ્તી હજી પણ સંક્રમણનો ભોગ બની શકે છે.
ચિંતા કરવાની જરૂર નથી કે આ સંઘર્ષનો સમય છે
ગુરુવારે પત્રકાર પરિષદ આપતી વખતે ડો. વીકે પૌલે કહ્યું કે, 'પીએમ મોદીએ 17 માર્ચે સંબોધન દરમિયાન કહ્યું હતું કે દેશમાં કોરોનાની બીજી લહેર આવી ગઈ છે. જો કે, આ વિશે ચિંતા કરવાની જરૂર નથી. તેના બદલે હવે આપણે તેની સાથે લડવું પડશે અને પોતાનું રક્ષણ કરવું પડશે.
ક્યારે આવશે કોરોનાની બીજી લહેરનો પીક?
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે ડો.વી.કે. પોલને પૂછવામાં આવ્યું કે કોરોનાની બીજી લહેરનો પીક ક્યારે આવશે, ત્યારે તેમણે કહ્યું કે કોરોનાની બીજી લહેરનો પીક ક્યારે આવશે તે નક્કી કરવા માટે કોઈ મોડેલિંગ સિસ્ટમ નથી. કોરોનાની સમજશૂન્ય વર્તનને કારણે તે કહેવું ખૂબ મુશ્કેલ છે.
'આ મહામારી કોઈ નાની-મોટી બીમારી નથી'
જ્યારે ડો. પોલને પૂછવામાં આવ્યું કે કોરોના પીક દરમિયાન ઘણા દેશોમાં ગભરાટ વધી ગયો છે, તો શું ભારતમાં પણ આ થઈ શકે છે? આ અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે ભારત અન્ય દેશોની જેમ ગભરાતો નથી. છેવટે તે એક મહામારી છે. કોઈ નાની-મોટી બીમારી નથી. આ બીમારીની વિશેષ વાત એ છે કે તે હવે આખા દેશમાં ફેલાઈ ગઈ છે. હવે તે ગ્રામીણ વિસ્તારોને પણ છોડતો નથી. દૂરસ્થ પર્વતીય રાજ્યોમાં પહોંચી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે