corona updates: ભારતમાં કોરોનાથી મૃત્યુઆંક 35 હજારને પાર, 10 લાખથી વધુ લોકો રિકવર
ભારતમાં કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. આ વચ્ચે કોરોનાથી થનારા મૃત્યુનો આંકડો 35 હજારને પાર પહોંચી ચુક્યો છે. આ સિવાય દેશમાં સંક્રમિતોની સંખ્યા 15.84 લાખ થઈ ગઈ છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. તો આ મહામારીને કારણે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ભારતમાં આ સમયે કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા 35 હજારને પાર પહોંચી ગઈ છે. સારી વાત છે કે સંક્રમણથી મુક્ત થનારની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી 10 લાખથી વધુ લોકો સંક્રમણથી મુક્ત થઈ ચુક્યા છે.
કોરોનાના આંકડા પર નજર રાખનારી વેબસાઇટ વર્લ્ડોમીટર પ્રમાણે, ભારતમાં અત્યાર સુધી કોરોનાના 15,84,384 કેસ સામે આવ્યા છે, જેમાંથી 35,003 લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. આ સિવાય છેલ્લા 24 કલાકમાં કોરોનાના 50 હજારથી વધુ કેસ સામે આવ્યા અને 779 લોકોના મૃત્યુ થયા છે. ભારતમાં અત્યાર સુધી 10,21,611 લોકો સંક્રમણથી મુક્ત થઈને ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે.
કોરોના પ્રભાવિત દેશોના મામલામાં ત્રીજા નંબર પર છે ભારત
તમને જણાવી દઈએ કે ભારત કોરોના પ્રભાવિત દેશોની યાદીમાં ત્રીજા નંબર પર છે. પ્રથમ સ્થાને અમેરિકા છે જ્યાં કોરોનાના 45 લાખથી વધુ કેસ સામે આવ્યા છે અને 1.5 લાખથી વધુના મૃત્યુ થયા છે. તો બીજા નંબર પર બ્રાઝિલ છે જ્યાં કોરોનાના અત્યાર સુધી 25 લાખથી વધુ કેસ આવ્યા છે અને 90 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે.
રાજસ્થાનમાં કોંગ્રેસને ભાવતું મળ્યું!, આખરે રાજ્યપાલે ગેહલોત સરકારની માંગણી સ્વીકારી લીધી
મહારાષ્ટ્રમાં 31 ઓગસ્ટ સુધી લૉકડાઉન
મહારાષ્ટ્ર દેશનું એકમાત્ર રાજ્ય બનેલું છે જ્યાં કોરોના વાયરસથી સંક્રમિત કેસોની સંખ્યા 4 લાખને પાર કરી ચુકી છે. દરરોજ વધી રહેલા કોરોના કેસને જોતા મહારાષ્ટ્ર સરકારે એકવાર ફરી લૉકડાઉન વધારીને સમયમર્યાદા 31 ઓગસ્ટ સુધી નક્કી કરી દીધી છે. પરંતુ મિશન બિગિન અગેન હેઠળ ઘણી છૂટછાટ આપવામાં આવી છે. 5 ઓગસ્ટથી મોલ્સ અને માર્કેટ કોમ્પલેક્સ ખુલી શકશે પરંતુ મોલ્સના થિએટર અને ફૂડ કોર્ટ બંધ રહેશે. સવારે 9 કલાકથી સાંજે 7 કલાક સુધી મોલ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે