Corona 3rd Wave: કેવી હશે કોરોનાની ત્રીજી લહેર? જાણો કેવા હશે લક્ષણો? બાળકોને કેટલો ખતરો? વિચારીને જ લાગે છે ડર
કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે.વિજય રાઘવને આ અંગે ચેતવણી આપી છે કે કોરોનાની ત્રીજી લહેર પણ આવશે. આપણે તેના માટે તૈયાર રહેવું પડશે. રાઘવનની આ ચેતવણી પછી ભારતીયોમાં અનેક ચિંતાઓ ઘર કરવા લાગી છે.
- સપ્ટેમ્બરમાં ત્રીજી લહેરનો કરવો પડી શકે છે સામનો
બાળકો અને મહિલાઓ પર પડી શકે છે અસર
ત્રીજી લહેર અનેક ગણી સ્પીડે લોકોને કરી શકે છે સંક્રમિત
Trending Photos
નવી દિલ્લી: કોરોના મહામારીની બીજી લહેરનો માર ભારત ખરાબ રીતે સહન કરી રહ્યું છે. સતત વધતાં કેસની વચ્ચે ત્રીજી લહેરની ચિંતા પણ પરેશાન કરવા લાગી છે. કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે.વિજય રાઘવને આ અંગે ચેતવણી આપી છે કે કોરોનાની ત્રીજી લહેર પણ જરૂર આવશે. રાઘવનની આ ચેતવણી પછી ભારતીયોમાં અનેક ચિંતા ઘર કરવા લાગી છે.
Sex Racket માં પકડાતા આ હીરોઈનોનું કરિઅર થઈ ગયું બર્બાદ, એક સમયે બોલીવુડમાં ચાલતો હતો તેમના નામનો સિક્કો
શું સપ્ટેમ્બરમાં ત્રીજી લહેરનો સામનો કરવો પડશે?
સૌથી મોટી ચિંતા એ છે કે આ ત્રીજી લહેર ક્યાં સુધી આવશે. તેનો પીક ક્યાં સુધી અને કયા સ્તરે થશે. તેની સાથે જ કયા ઉંમરના લોકોને તે વધારે પ્રભાવિત કરશે. અત્યારની સરખામણીએ ત્રીજી લહેરનું મ્યૂટેશન કેટલું ખતરનાક હશે તે પણ મોટી ચિંતાનો વિષય છે. કે.વિજય રાઘવનના જણાવ્યા પ્રમાણે ત્રીજી લહેર ક્યારે આવશે તે સ્પષ્ટ કહી શકાય નહીં પરંતુ તે આવશે અને હાલની સ્થિતિને જોતાં તેના માટે વધારે તૈયાર રહેવું પડશે. જોકે એક આશંકા એવી પણ છે કે ત્રીજી લહેર સપ્ટેમ્બરથી જ પોતાની અસર બતાવવાની શરૂ કરી શકે છે.
Kishore Kumar ની પત્નીએ મિથુન માટે પતિને છોડ્યો, યોગિતા સાથે લગ્ન બાદ મિથુન પાછો શ્રીદેવીના પ્રેમમાં પડ્યો, એ બન્નેના પણ થયા લગ્ન!
શું આઠ ગણી વધારે ઝડપથી હુમલો કરશે ત્રીજી લહેર:
કોરોનાની ત્રીજી લહેરને લઈને માત્ર અનુમાન છે. પરંતુ હાલની સ્થિતિને જોતાં વૈજ્ઞાનિક અને સંશોધનકર્તા તેની ભયાવહતાને તપાસમાં લાગી ગયા છે. ભારતમાં કોરોનાની પહેલી લહેરથી બીજી લહેર પાંચ ગણી વધારે ઘાતક છે. જ્યારે સ્વસ્થ વ્યક્તિ કોરોના સંક્રમિતના સંપર્કમાં આવી રહ્યો છે. તેને 2થી 3 દિવસમાં કોરોના વાયરસ સંપૂર્ણ રીતે સંક્રમિત કરી રહ્યો છે. તેનું આકલન પહેલી લહેરની સરખામણીમાં અત્યંત ડરામણો છે. પહેલી લહેરમાં સંક્રમણ થવામાં 7થી 8 દિવસનો સમય લાગતો હતો.
Corona સામે લડવામાં મદદરૂપ થાય છે આ ફળો, જેના સેવનથી નહીં પડે દવાની જરૂર
પાકિસ્તાનમાં એપ્રિલમાં વધ્યા 8 ગણા એક્ટિવ કેસ:
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં મહામારીએ કહેર મચાવ્યો છે. રિપોર્ટ પ્રમાણે માર્ચના પહેલા અઠવાડિયામાં પાકિસ્તાનમાં કોરોનાના 16,000 એક્ટિવ કેસ હતા. પરંતુ એપ્રિલમાં એક્ટિવ કેસ આઠ ગણા વધી ગયા. પહેલી અને બીજી લહેરમાં પણ કોરોનાથી ત્રસ્ત પાકિસ્તાન એટલું પરેશાન થયું નથી. પરંતુ ત્રીજી લહેરમાં પાકિસ્તાની નાગરિકોમાં અસહાય જેવી સ્થિતિ છે.
Covid Precautions: કોરોનાથી બચવા માટે આયુષ મંત્રાલયે જણાવ્યાં સરળ ઉપાય, અપનાવો અને બીમારીથી દૂર રહો
ચોંકાવનારો ખુલાસો થયો:
ભારતમાં બીજી લહેરમાં લોકો અત્યંત ખરાબ રીતે ઝઝૂમી રહ્યું છે. બીજી લહેરમાં ફેફસાં સુધી સંક્રમણ 2-3 દિવસમાં થઈ રહ્યું છે. પહેલી લહેરમાં સંક્રમણ થાય તો નિમોનિયાની ફરિયાદ થતી હતી. પરંતુ બીજી લહેરમાં ફેફસા 70 ટકા સંક્રમિત થઈ રહ્યા છે. આ અત્યંત ચોંકાવનારો ખુલાસો છે. કેમ કે હવે સાવધાની નહીં રાખવામાં આવે તો પછી સ્થિતિ વધારે વિસ્ફોટક બની શકે છે. વિશેષજ્ઞ આશંકા વ્યક્ત કરી રહ્યા છેકે શું ત્રીજી લહેર સંક્રમણ થતાં જ ફેફસાને પ્રભાવિત કરશે. સાથે જ અન્ય અંગો પર કઈ રીતે અસર થશે તે પણ રિસર્ચનો વિષય છે.
COVID-19 થી સાજા થયેલા લોકોમાં Heart Attack નો ખતરો, આ લક્ષણ જોવા મળે તો તત્કાલ કરાવો ચેકઅપ
શું બાળકોને પણ ઝપેટમાં લેશે ત્રીજી લહેર:
ભારતમાં પહેલી લહેરમાં સિનિયર સિટીઝન લોકો પર ઝડપથી સંક્રમણની અસર થઈ. યુવા વર્ગ સંક્રમિત થયો પરંતુ મૃત્યુનો આંકડો ઓછો રહ્યો. તેની સાથે જ તે સંક્રમણની ખતરનાક અસર જોવા મળી ન હતી. બીજી લહેરમાં આ વખતે યુવા પણ ખરાબ રીતે સંક્રમિત થઈ રહ્યા છે અને ફેફસામાં ઝડપથી ફેલાતા સંક્રમણના કારણે ઓક્સિજન સ્તર તરત જ ઓછું થઈ જાય છે. ત્રીજી લહેરમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે બાળકો માટે ઝડપથી જીવલેણ સાબિત થઈ શકે છે. આ દુનિયાના બીજા દેશોમાં જોવામાં આવ્યું છે.
Covid-19 Recovery: કોરોનાના સંક્રમણ અને રિકવરી દરમ્યાન ભૂલથી પણ ખાઓ આ ચીજો, નહીં તો થશે ગંભીર નુકસાન
Madhubala અને Kishor Kumar ની Love Story, જાણો કઈ રીતે બાળપણના મિત્રો બની ગયા જીવનસાથી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે