Coromandel Express Derails: ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માત, કોરોમંડલ એક્સપ્રેસના 18 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક ઘાયલ

Train Accident: ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. માલગાડી સાથે અથડાયા બાદ કોરોમંડલ એક્સપ્રેસના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. દુર્ઘટનામાં અનેક મુસાફરો ઘાયલ થયાના સમાચાર છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

Coromandel Express Derails: ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માત, કોરોમંડલ એક્સપ્રેસના 18 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક ઘાયલ

Coromandel Express Accident: ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. માલગાડી સાથે અથડાયા બાદ કોરોમંડલ એક્સપ્રેસના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. દુર્ઘટનામાં અનેક મુસાફરો ઘાયલ થયાના સમાચાર છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ અકસ્માત સાંજે લગભગ 6.30 કલાકે થયો હતો. આ ટ્રેન ચેન્નાઈથી પશ્ચિમ બંગાળ વચ્ચે ચાલે છે. આ ટ્રેન શાલીમાર સ્ટેશનથી લગભગ 3.15 વાગ્યે રવાના થઈ હતી. પરંતુ તે ઓડિશાના બાલાસોરમાં બહાનાગા સ્ટેશન પાસે માલગાડી સાથે અથડાઈ અને પાટા પરથી ઉતરી ગઈ હતી. 
 

— ANI (@ANI) June 2, 2023

વિશેષ રાહત કમિશનરના કાર્યાલય તરફથી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ટીમો શોધખોળ અને બચાવ કામગીરી માટે સ્થળ પર રવાના થઈ ગઈ છે.બાલાસોરના કલેક્ટરને પણ તમામ જરૂરી વ્યવસ્થા કરવા અને રાજ્ય સ્તરેથી કોઈ વધારાની મદદ લેવા માટે SRC ને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news