Farmers Protest: Congress સમર્થિત 'જન આક્રોશ રેલી'માં ડાન્સરે લગાવ્યા લૈલા-લૈલા ગીત પર ઠુમકા, VIDEO વાયરલ

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા આ જન આક્રોશ રેલીનું આયોજન થયું હતું. જેમાં મંચ પર ડાન્સરે ઠુમકા લગાવ્યા.

Farmers Protest: Congress સમર્થિત 'જન આક્રોશ રેલી'માં ડાન્સરે લગાવ્યા લૈલા-લૈલા ગીત પર ઠુમકા, VIDEO વાયરલ

રાંચી: કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન યથાવત છે. આ બધા વચ્ચે કોંગ્રેસે (Congress) શનિવારે ઝારખંડના સરાયકેલામાં ખેડૂત આંદોલન (Farmers Protest) ના સમર્થનમાં એક જન આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું. જેમાં ખુબ લટકા ઝટકા જોવા મળ્યા. કોંગ્રેસની આ રેલીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્ય છે. કોંગ્રેસની આ રેલીમાં ફિલ્મી ગીત 'લૈલા ઓ લૈલા' વગાડવામાં આવ્યું અને તેના પર એક ડાન્સર સ્ટેજ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. જ્યારે કોંગ્રેસના કાર્યકરો સ્ટેજ પર બેઠા બેઠા તે જોઈ રહ્યા છે. 

ભાજપ ઝારખંડે (BJP Jharkhand)  આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો હતો. અને કોંગ્રેસ (Congress) ની આ હરકતની ખુબ ટીકા કરી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં યોજાયેલી જન આક્રોશ રેલીમાં ડાન્સર સ્ટેજ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. 

जन समर्थन न मिलने पर भीड़ को बुलाने के लिए इस तरह का आयोजन कर आखिर क्या दर्शाना चाह रही है यह पार्टी? pic.twitter.com/dSBXHU9BfD

— BJP JHARKHAND (@BJP4Jharkhand) February 20, 2021

વીડિયો શેર કરતા ભાજપ ઝારખંડે લખ્યું કે "આ છે કોંગ્રેસ (Congress) ના સંસ્કાર! જન સમર્થન ન મળતા ભીડ બોલાવવા માટે આ પ્રકારનું આયોજન કરીને શું દર્શાવવા માંગે છે આ પાર્ટી?" ક્લિપને શેર કતા ભાજપ પ્રવક્તા આરપી સિંહે કોંગ્રેસ પાર્ટીની નિયત પર સવાલ ઉઠાવ્યા અને પૂછ્યું કે હવે આગામી રેલીમાં ડાન્સ કરવા માટે કોને બોલાવશો? તેમણે કેપ્શનમાં લખ્યું કે  "કોંગ્રેસની ઝારખંડના સરાયકેલાના કૂકડૂ પ્રખંડમાં 18 ફેબ્રુઆરીએ આયોજિત કિસાન જનાક્રોશ રેલી. શું આ છે પવિત્ર કિસાન આંદોલનનું સત્ય. અને આગામી રેલીમાં મિયા ખલીફા?"

— R.P. Singh: ਆਰ ਪੀ ਸਿੰਘ National Spokesperson BJP (@rpsinghkhalsa) February 21, 2021

આ સાથે જ તેમણે ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા અને કિસાન નેતા રાકેશ ટિકૈત અને બલવીર સિંહ રાજવાલને પણ ટેગ કર્યા છે. આ બાજુ પૂર્વ કેન્દ્રીય મંત્રી કર્નલ રાજ્યવર્ધન રાઠોડે પણ વીડિયો બાદ કોંગ્રેસને આડે હાથ લીધી અને કહ્યું કે પાર્ટી ખેડૂતોને કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ ભડકાવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news