Russia: Bird Flu H5N8 વાયરસ પહેલીવાર માણસોમાં જોવા મળ્યો, પોલ્ટ્રી ફાર્મના 7 લોકો સંક્રમિત
કોરોના વાયરસ (Corona Virus) મહામારી વચ્ચે બર્ડ ફ્લૂનો વાયરસ પહેલીવાર માણસોમાં જોવા મળ્યો છે. રશિયાના સ્વાસ્થ્ય વિભાગે માણસોમાં બર્ડ ફ્લૂના વાયરસની ટ્રાન્સમિશનની પહેલી પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે H5N8 એવિયન ફ્લૂ એક પોલ્ટ્રી ફાર્મના સાત કર્મચારીઓમાં જોવા મળ્યો છે.
Trending Photos
મોસ્કો: કોરોના વાયરસ (Corona Virus) મહામારી વચ્ચે બર્ડ ફ્લૂનો વાયરસ પહેલીવાર માણસોમાં જોવા મળ્યો છે. રશિયાના સ્વાસ્થ્ય વિભાગે માણસોમાં બર્ડ ફ્લૂના વાયરસની ટ્રાન્સમિશનની પહેલી પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે H5N8 એવિયન ફ્લૂ એક પોલ્ટ્રી ફાર્મના સાત કર્મચારીઓમાં જોવા મળ્યો છે. રોસપોટ્રેબનાઝોરના વેક્ટર રિસર્ચ સેન્ટરે માણસોમાં આ વાયરસની શોધ કરી છે. આ વાતની જાણકારી વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ને આપી દેવાઈ છે.
આઈસોલેશનમાં રાખવામાં આવ્યાં સંક્રમિત 7 લોકો
લોકોના સ્વાસ્થ્ય પર નજર રાખનારી સંસ્થા રોસપોટ્રેબનાઝોર(Rospotrebnadzor) ના પ્રમુખ અન્ના પોપોવા (Anna Popova) એ જણાવ્યું કે એવિયન ઈન્ફ્લૂએન્ઝા એ વાયરસથી એક પોલ્ટ્રીમાં કામ કરતા સાત લોકો સંક્રમિત જોવા મળ્યા છે. પોલ્ટ્રી ફાર્મના સાત કર્મચારીઓ સંક્રમિત થયા બાદ તેમને આઈસોલેટ કરાયા છે. આ સાથે જ સંક્રમિતોના સંપર્કમાં આવનારા લોકોની પણ ઓળખ થઈ રહી છે.
માણસથી માણસમાં સંક્રમણના લક્ષણ નહીં
અન્ના પોપોવા (Anna Popova) એ જણાવ્યું કે તમામ સંક્રમિત ઠીક મહેસૂસ કરી રહ્યા છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. અત્યાર સુધીમાં બર્ડ ફ્લૂના વાયરસના માણસમાંથી માણસમાં સંક્રમણ ફેલાવવાના લક્ષણ સામે આવ્યા નથી. સંક્રમણનો ભોગ બનેલા લોકો પોલ્ટ્રી ફાર્મમાં કામ કરે છે.
ભારતમાં બર્ડ ફ્લૂ કેસની પુષ્ટિ
અત્રે જણાવવાનું કે હાલમાં જ ભારતના અનેક રાજ્યોમાં કાગડા અને અન્ય પક્ષીઓ મૃત મળી આવ્યા હતા. જેમાં પછીથી બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ કેટલાક રાજ્યોમાં પોલ્ટ્રી ફાર્મમાં મરઘીઓ મારવા અને મરઘી મંડીઓ બંધ કરવાના આદેશ અપાયા હતા. 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો કેરળ, હરિયાણા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ, બિહાર, રાજસ્થાન, દિલ્હી અને જમ્મુ કાશ્મીરમાં વ્યવસાયિક રીતે ઉછેરવામાં આવતા પક્ષીઓ અને જંગલી પક્ષીઓ વચ્ચે બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ હતી.
કેટલું મોટું હોઈ શકે જોખમ?
WHO ના જણાવ્યાં મુજબ A(H5) વાયરસથી માનવ સંક્રમણ દુર્લભ છે અને તે એવા લોકોમાં મળી આવે છે જે બીમાર કે મૃત સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં રહે છે. આ માણસોને પણ ગંભીર બીમારી કે મોત થઈ શકે છે. 2014થી નવેમ્બર 2016 વચ્ચે એવિયન ફ્લૂ H5N6 ના 16 કેસ સામે આવ્યા છે. જેમાંથી 6ના મોત થયા. અન્ના પોપોવા(Anna Popova) એ કહ્યું કે આવા સમયમાં આ મ્યૂટેશનની શોધ મહત્વની છે કે જ્યારે વાયરસમાં હજુ માનવથી માનવ સંક્રમણની ક્ષમતા આવી નથી. તેનાથી આપણે અને સમગ્ર દુનિયાને સંભવિત મ્યૂટેશન વિરુદ્ધ તૈયારી કરવાનો સમય મળી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે