જે 70 વર્ષમાં ક્યારે નથી થયો તે જાદુ વડાપ્રધાને કરી દેખાડ્યો: કોંગ્રેસ

કોંગ્રેસે કહ્યું કે 70 વર્ષોમાં પેટ્રોલ - ડીઝલ અને ગેસ સિલિન્ડરની કિંમતો આસમાને પહોંચી છે તો રૂપિયો પણ ગગડીને પાતાળમાં પહોંચ્યો છે

જે 70 વર્ષમાં ક્યારે નથી થયો તે જાદુ વડાપ્રધાને કરી દેખાડ્યો: કોંગ્રેસ

નવી દિલ્હી : કોંગ્રેસે પેટ્રોલ - ડીઝલનાં વધતા ભાવ અને ડોલરની સામે કથળી રહેલી રૂપિયાની હાલત મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પેટ્રોલ- ડીઝલની કિંમત અને રૂપિયાનો ડોલર સામે ભાવ બંન્ને રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ચુક્યા છે. કોંગ્રેસે કહ્યું કે વડાપ્રધાન મોદીએ દેશની જનતા સામે સ્વિકારવું જોઇએ કે તેમની સરકાર નિષ્ફળ છે. 

પાર્ટીના મુખ્ય પ્રવક્તા આરપીએન સિંહે કહ્યું કે, વડાપ્રધાને તે કરી દેખાડ્યું છે જે 70 વર્ષમાં નથી થયું. 70 વર્ષમાં પેટ્રોલ - ડીઝલ અને ગેસ સિલિન્ડરની કિંમત સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે. રૂપિયો પણ કથળીને 72ના સ્તર સુધી પહોંચી ગયો છે. શું પેટ્રોલની કિંમત 100ને પાર પહોંચાડશે ? જ્યારે અમારી સરકાર હતી તો સબ્સિડી વાળુ સિલિન્ડર 414 રૂપિયામાં હતું. હાલ તેમની સરકારમાં સબ્સિડીવાળુ સિલિન્ડર બમણી કિંમતે મળી રહ્યું છે. ડીઝલની કિંમત વધવાને કારણે સૌથી વધારે નુકસાન ખેડૂતને થયું છે. 

સિંહે દાવો કર્યો કે, આ સરકારે પેટ્રોલ - ડિઝલ પર કર લગાવીને સામાન્ય માણસનાં ખીચામાંથી 11 લાખ કરોડ રૂપિયાની લૂંટ કરી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન જી હવે ન તો ટ્વીટ કરી રહ્યા છે ન તો ભાષણ કરી રહ્યા છે. તેમણે જવાબ આપવો જોઇએ. તેમણે સ્વિકારવું જોઇએ કે તેમની સરકાર નિષ્ફળ રહી છે. કોંગ્રેસ પ્રવક્તાએ 10 સપ્ટેમ્બરે પાર્ટી દ્વારા આહ્વાહિત ભારત બંધનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તે કોંગ્રેસનું બંધ નથી, પરંતુ જનતાનું ભારત બંધ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news