રાફેલ મુદ્દે હવે કોંગ્રેસે કેગ પર જ સવાલ ઉઠાવ્યા, જેટલીએ આરોપો ફગાવ્યા

કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, 36 રાફેલ વિમાનોની ખરીદી સમયે મહર્ષિ નાણા સચિવ હતા હવે તેઓ કેગ બની ગયા છે

રાફેલ મુદ્દે હવે કોંગ્રેસે કેગ પર જ સવાલ ઉઠાવ્યા, જેટલીએ આરોપો ફગાવ્યા

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે સીએજી રાજીવ મહર્ષી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, રાફેલ સોદામાં રાજીવ મહર્ષી પોતે જ પોતાની તપાસ કઇ રીતે કરી શકે. જ્યારે વડાપ્રધાન મોદીએ એપ્રીલ 2015માં રાષ્ટ્રીય સુરક્ષાને પહોંચાડવાનાં આ કેસમાં નાણાસચિવ સંડોવાયેલા હતા. હવે તેઓ જ સીએજી બનીને અહેવાલ રજુ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાફેલ ડીલનો કેગ અહેવાલ સોમવારે સંસદમાં રજુ થઇ શકે છે. 

— Arun Jaitley (@arunjaitley) February 10, 2019

— Arun Jaitley (@arunjaitley) February 10, 2019

નાણા સચિવ તરીકે સેવા આપ્યા બાદ રાજીવ મહર્ષી ઓગષ્ટ 2015માં કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગત વર્ષે સપ્ટેમ્બરમાં મહર્ષિને કેગ સ્વરૂપે કાર્યભાર સંભાળ્યો હતો. સિબ્બલે કહ્યું કે, આ હિતોના ટકરાવનો એક મહત્વનો મુદ્દો છે. તેમણે કહ્યું કે, રાજીવ મહર્ષીને આ રિપોર્ટ રજુ કરવાથી દુર રહેવું જોઇએ. જો તેઓ સંસદમાં રજુ કરવામાં આવે તો આ બીજો એક મોટો ગોટાળો સાબિત થશે.

 

Memorandum submitted to CAG on the conflict of interest to audit the 36 Rafale Aircraft Deal.
(1/2) pic.twitter.com/VrIslIpxim

— INC Sandesh (@INCSandesh) February 10, 2019

કોંગ્રેસે મહર્ષીને કહ્યું કે, તમે 29 ઓક્ટોબર 2014થી 30 ઓગષ્ટ 2015 સુધી નાણા સચિવ હતા. તેનો અર્થ છે કે 58 હજાર કરોડ રૂપિયાનાં ખર્ચે 36 રાફેલ વિમાનની ખરીદી વડાપ્રધાનની એક તરફી જાહેરાત સમયે તમે નાણા સચિવ હતા. નાણામંત્રાલયના પ્રતિનિધિ એટલે કે કોસ્ટ એકાઉન્ટ્સ સર્વિસનાં સભ્ય અને નાણાકીય સલાહકાર ભારતીય મંત્રણા ટીમનો હિસ્સો હતા. એટલા માટે તમે રાફેલ સોદાની વાતચીતમાં પણ સામેલ હતા. એટલા માટે તમારે રાફેલ અંગેના રિપોર્ટ રજુ કરવાથી દુર રહેવું જોઇએ.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news