કોંગ્રેસમાં આખરે કોણ કરી રહ્યું છે રાહુલ ગાંધી જૂથને સફાચટ? જ્યોતિરાદિત્ય સિંધિયા પછી હવે આ નેતાનો વારો!

જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપમાં જોડાવવાના અહેવાલો પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ખરેખર દુ:ખી જણાતા હતાં. તેમની આખી બોડી લેન્ગ્વેજમાં નિરાશા છલકી રહી હતી. તેમણે પોતાની મિત્રતા અને વિચારધારાની દુહાઈ આપતા સિંધિયાને શ્રાપ પણ આપી દીધો કે તેમને ભાજપમાં ક્યારેય સન્માન નહીં મળે. 

કોંગ્રેસમાં આખરે કોણ કરી રહ્યું છે રાહુલ ગાંધી જૂથને સફાચટ? જ્યોતિરાદિત્ય સિંધિયા પછી હવે આ નેતાનો વારો!

નવી દિલ્હી: જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપમાં જોડાવવાના અહેવાલો પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ખરેખર દુ:ખી જણાતા હતાં. તેમની આખી બોડી લેન્ગ્વેજમાં નિરાશા છલકી રહી હતી. તેમણે પોતાની મિત્રતા અને વિચારધારાની દુહાઈ આપતા સિંધિયાને શ્રાપ પણ આપી દીધો કે તેમને ભાજપમાં ક્યારેય સન્માન નહીં મળે. 

— ANI (@ANI) March 12, 2020

રાહુલ ગાંધી બાદ હવે તેમના નીકટના માણસોનો વારો?
રાહુલ ગાંધીએ 2019માં હારની જવાબદારી લઈને અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધુ હતું. તેમને આશા હતી કે તેમની જેમ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ રાજીનામું આપી દેશે. પરંતુ ગહેલોત કે કમલનાથ પર તેની કોઈ અસર પડી નહી. રાહુલે અધ્યક્ષ પદ છોડતા જ પાર્ટીમાં તેમના નીકટના માણસોની તો જાણે પનોતી બેસી ગઈ. જેની યાદી કરીએ તો ઘણી લાંબી છે. 

હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ અશોક તંવર
મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરૂપમ
પ્રતાપગઢની રાજકુમારી રત્ના સિંહ
રાયબરેલીના સંજય સિંહ
અને છેલ્લે જ્યોતિરાદિત્ય સિંધિયા....જેઓ  કોંગ્રેસના રાજકારણના સૌથી યુવા અને મહત્વના ચહેરા હતાં અને તેમણે પાર્ટી છોડી તેનું બધાને દુ:ખ છે. પરંતુ આ બધુ કઈ એક દિવસમાં થયું નથી. પટકથા લાંબી હતી. સિંધિયાની વિદાય પાછળ દિગ્વિજય અને કમલનાથના પુત્રોને મધ્ય પ્રદેશના રાજકારણમાં સ્થાપિતક રવાનું સપનું પણ કાર્યરત હતું. મધ્ય પ્રદેશના રાજકારણમાં સિંધિયાનું કદ ખુબ ઊંચુ છે. તેમની હાજરીમાં અન્ય કોઈ યુવા નેતા પ્રદેશ કોંગ્રેસમાં સ્થાન જમાવી શકત નહીં. કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહના પુત્ર અને મધ્ય પ્રદેશ સરકારમાં મંત્રી જયવર્ધન સિંહ અને કમલનાથના પુત્ર નકુલનાથ માટે જ્યોતિરાદિત્ય સિંધિયાની  હાજરીમાં વર્ચસ્વ જમાવવું સહેલું નહતું. 

Image result for jyotiraditya scindia and rahul gandhi zee news

કોંગ્રેસ પર હાવી ઓલ્ડ ગાર્ડ્સ
રાહુલ ગાંધીના રાજીનામા બાદ સોનિયા ગાંધી પ્રભારી અધ્યક્ષ તરીકે કામ સંભાળી રહ્યાં છે. પરંતુ આ એક વર્ષ દરમિયાન અનેક બદલાવ આવ્યાં છે. અશોક ગહેલોત, કમલનાથ જેવા કમાઉ રાજ્યોના મુખ્યમંત્રીઓની બોલબાલા થઈ. દિગ્વિજય સિંહ જેવા જૂના વફાદારોએ ગાંધી ખાનદાનનો દરબાર સાચવી રાખ્યો છે. 

ત્યારે આવી પરિસ્થિતિમાં જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા લોકોના દમ ઘૂંટે તે સ્વાભાવિક છે. પરંતુ સવાલ એ છે કે તેનો ફાયદો કોને થઈ શકે છે. સોનિયા ગાંધીની ઉમર અને સ્વાસ્થ્ય બંને તેમને વધુ તણાવ લેવા માટે મંજૂરી આપતા નથી. આવામાં કોણ છે જે નિર્ણય લઈ રહ્યું છે?

ગાંધી પરિવારમાં રાહુલ અને સોનિયા બાદ ત્રીજુ કોણ?
સ્વાભાવિકપણે સત્તાનું હસ્તાંતરણ પ્રિયંકા ગાંધી વાડ્રાના હાથમાં જ જવાનું છે. તેની આ પટકથા લખાઈ રહી છે. સિંધિયા જેવા મોટા નેતા પાર્ટી છોડે તે કોંગ્રેસ પાર્ટી માટે કોઈ નાની ઘટના નથી. ગાંધી પરિવારના કોઈ સભ્યની તેમા સહમતિ સામેલ ન હોય તેવું બની જ ન શકે. તો શું તે વ્યક્તિ ક્યાંક પ્રિયંકા ગાંધી તો નથી ને?

કારણ કે કોમ્પિટેટિવ એક્સક્લુઝન એટલે કે પ્રતિસ્પર્ધિ બહિષ્કરણનો સિદ્ધાંત સંપૂર્ણ રીતે અહીં લાગુ થાય છે. આવામાં કોંગ્રેસની સત્તાનું હસ્તાંતરણ પ્રિયંકા ગાંધી વાડ્રાને જ થવાનું છે. કારણ કે રાહુલ ગાંધી પોતાની મરજીથી નેપથ્યમાં ગયા છે. ત્યારબાદ પાર્ટીમાં તેમના સાથીઓ અને મિત્ર રહી ચૂકેલા લોકોની વિદાય થઈ રહી છે. 

રાજસ્થાનમાં પણ સચિન પાઈલટ જેવા યુવા નેતાનો દમ ઘૂંટી રહ્યો છે. તેમણે જ્યોતિરાદિત્ય સિંધિયાના પાર્ટી છોડવાના નિર્ણયને અંગત રીતે કે કોઈ પણ પ્રકારે તીખી ટિપ્પણી કરીને વખોડ્યો નથી. જેનાથી ઉલટુ અશોક ગહેલોતે સિંધિયા પર અંગત પ્રહારો કર્યા છે. 

Image result for jyotiraditya scindia and rahul gandhi zee news

સિંધિયા અને પ્રિયંકા વચ્ચે યુપીથી શરૂ થઈ હતી તકરાર
લોકસભા ચૂંટણી 2019 માટે પ્રિયંકા ગાંધી વાડ્રાને પૂર્વ ઉત્તર પ્રદેશની 42 બેઠકો તથા જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમ ઉત્તર પ્રદેશની 38 બેઠકોની જવાબદારી સોંપાઈ હતી. જ્યોતિરાદિત્ય પર તેમના લોકસભા વિસ્તાર ગુનાથી ચૂંટણી લડવાની પણ જવાબદારી હતી. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પાસે કોઈ સંગઠન નહતું. જેનાથી સિંધિયા પરેશાન હતાં. આ બાજુ પ્રિયંકાએ સમગ્ર પ્રદેશમાં એગ્રેસિવ કેમ્પેઈન શરૂ કર્યું. આ દરમિયાન તેમણે ચાર દિવસ અને પાંચ રાત દરમિયાન પાર્ટીના 4 હજારથી વધુ કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. પરંતુ તેમા જ્યોતિરાદિત્ય ક્યાય સામેલ નહતાં. 

જ્યોતિરાદિત્ય સમગ્ર લોકસભા ચૂંટણી દરમિયાન ગુના અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઉજ્જડ મેદાનમાં મોં વકાસતા રહ્યાં. પરિણામ એ આવ્યું કેતેઓ પોતાની ગુના સીટ પણ ગુમાવી બેઠા અને હવે તો કોંગ્રેસમાંથી પણ તેમની વિદાય થઈ ગઈ. 

ગાંધી પરિવારથી અલગ કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ નથી
કોંગ્રેસનું નેતૃત્વ ગાંધી પરિવાર સિવાય કોઈ અન્ય કરી શકે તેમ નથી. એવું વિચારી શકાય તેમ પણ નથી. આવામાં પ્રિયંકા ગાંધી વાડ્રા જ સ્વાભાવિકપણે દાવેદાર છે. ગત લોકસભા ચૂંટણી કેમ્પેઈન દરમિયાન તેમણે પાર્ટી કાર્યકરો સાથે ખુબ સહજતાથી જોડાણ દર્શાવ્યું. તેમનો ચહેરો પણ દાદી ઈન્દિરા ગાંધી જેવો મળતો આવે છે. આ અંગે અગાઉ ઘણી ચર્ચાઓ થઈ છે.

રાજીવ ગાંધીના હત્યારા નલિની શ્રીહરરન સાથે પ્રિયંકા ગાંધીની 2008માં થયેલી મુલાકાતે તેમની રાજકીય જોખમ ઉઠાવવાની ક્ષમતા અને સાહસને દર્શાવ્યાં. તેમના નીકટના વર્તુળના માણસો જણાવે ચે કે તેમણે પોતાની દાદી પાસેથી જોડ તોડના રાજકારણના વિશેષ ગુણ મેળવેલા છે. જે રાજકીય ક્ષેત્ર ખુબ મહત્વના ગણાય છે. રાહુલ ગાંધીથી વિપરિત પોતાની માતા સોનિયા ગાંધી અને નીકટના સલાહકારો પર તેઓ ઓછા નિર્ભર છે અને સ્વતંત્રતાપૂર્વક નિર્ણયો લે છે. 

આવામાં પ્રિયંકા ગાંધીના આવ્યાં પહેલા કોંગ્રેસ પાર્ટીમાં સફાઈ અભિયાન તો જરૂરી છે. પછી ભલે તે જ્યોતિરાદિત્ય સિંધિયા જ કેમ નહોય. 

આ VIDEO પણ ખાસ જુઓ...

કોંગ્રેસ પાર્ટીમાં પ્રિયંકાનું અલગ છે જૂથ
કોંગ્રેસ પાર્ટીમાં રાજીવ શુક્લા, પૂર્વ મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભક્ત ચરણદાસ, કેપ્ટન અમરિન્દર સિંહ જેવા અનેક કદાવર કોંગ્રેસી નેતાઓ પ્રિયંકા ગાંધીને અધ્યક્ષ પદ સોંપવાની ઈચ્છા જાહેર કરી ચૂક્યા છે. 

લોકસભા ચૂંટણી દરમિયાન પ્રચાર કાર્યક્રમ વખતે રાજસ્થાનમાં 12 જગ્યાઓ પર પ્રિયંકા ગાંધીના રોડશોના પ્રસ્તાવ આવ્યાં હતાં. જ્યારે 13 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવારોએ તેમની રેલીની માગણી કરી હતી. જયપુર શહેર અને જયપુર ગ્રામીણ જેવી અનેક લોકસભા બેઠકોના ઉમેદવારોએ પ્રિયંકા ગાંધીના રોડ શોની માગણી કરી હતી. આવામાં કોંગ્રેસની કેમ્પેઈન ટીમને ખુબ પરેશાની થઈ કારણ કે આમ કરવાથી સ્પષ્ટ થતું હતું કે પ્રિયંકા ગાંધી ભાઈ રાહુલ ગાંધી કરતા વધુ લોકપ્રિય છે. 

હવે સચિન પાઈલટનો વારો?
આવામાં પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે કોંગ્રેસ અધ્યક્ષની કમાન તેઓ સંભાળે તે અગાઉ સિંધિયાની વિદાય કોઈ અસામાન્ય વાત નથી. કારણ કે સિંધિયા રાજકારણમાં પ્રિયંકાના સિનિયર હતાં. સિંધિયા અગાઉ મહારાષ્ટ્રના સંજય નિરૂપમ, હરિયાણાના અશોક તંવર, રત્ના સિંહ, સંજય સિંહ જેવા નેતાઓ બાદ હવે કોંગ્રેસમાં રાહુલ જૂથના કયા વ્યક્તિનો નંબર છે.....કદાચ રાજસ્થાનના સચિન પાઈલટ!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news