કોંગ્રેસના ધારાસભ્ય નીતિશ રાણેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

નીતિશ રાણે અને તેના ટેકાદારોને શુક્રવારે પીડબલ્યુડી એન્જિનયરના અપમાન અને તેના પર કીચડ નાખવાના આરોપસર 9 જુલાઈ (મંગળવાર) સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા 
 

કોંગ્રેસના ધારાસભ્ય નીતિશ રાણેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

મુંબઈઃ કોંગ્રેસના ધારાસભ્ય નીતિશ રાણે અને તેના 18 ટેકેદારોને મહારાષ્ટ્રની સિંધુદૂર્ગ જિલ્લાની કંકાવલી કોર્ટ દ્વારા મંગલવારે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયા છે. નીતિશ રાણે અને તેના ટેકાદારોને શુક્રવારે પીડબલ્યુડી એન્જિનયરના અપમાન અને તેના પર કીચડ નાખવાના આરોપસર 9 જુલાઈ (મંગળવાર) સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. મંગળવારે પોલીસ કસ્ટડી પુરી થતાં તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા. હવે કોર્ટે જ્યારે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે ત્યારે નીતિશ રાણે અને તેમના ટેકેદારો જામીન માટે અરજી કરી શકે છે. 

આ ઘટના ગુરૂવારે ઘટી હતી જ્યારે નીતિશ રાણે તેમના કેટલાક ટેકેદારો સાથે કંકાવલી ખાતે નિર્માણાધીન હાઈવેનું નીરિક્ષણ કરવા માટે આવ્યા હતા. તેમણે પીડબલ્યુડી વિભાગના એન્જિનિયર પ્રકાશ ખાડેકરને પણ આ સ્થળે બોલાવ્યા હતા. હાઈવે પર પડી ગયેલા ખાડાને લઈને તેમણે એન્જિનિયરને ખખડાવ્યો હતો.

આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો, જે વાયરલ થઈ ગયો હતો. આ વીડિયોમાં રાણેના ટેકેદારો એન્જિનિયર ખાડેકર પર કીચડ ભરેલી ડોલ નાખી રહ્યા હતા અને તેમને ધક્કા રીને પૂલની રેલિંગ સુધી લઈ ગયા હતા. એન્જિનિયરે ત્યાર પછી સરકારી કર્મચારીના અપમાન અંગે ધારા-353 અંતર્ગત રાણે અને તેના ટેકેદારો સામે ફરિયાદ નોંધાવી હતી. 

નીતિશ રાણેએ પોતે કરેલા કામને યોગ્ય જણાવ્યું હતું અને સાથે જ કહ્યું હતું કે, "હવે હું હાઈવે પર ચાલી રહેલા આ રિપેરિંગ કામને જોવા માટે હાથમાં લાકડી લઈને આવીશ. હું દરરોજ સવારે 7 વાગે અહીં આવી પહોંચીશ. જોઉં છું સરકારી સિસ્ટમ અમારી સામે કેવી રીતે વર્તન કરે છે. સરકારના ઘમંડને તોડી પાડવાની અમારી પાસે દવા છે."

— ANI (@ANI) July 4, 2019

નીતિશ રાણે સિંધુદૂર્ગ જિલ્લાના કંકાવલી વિસ્તારમાંથી કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે. તે ભાજપ દ્વારા રાજ્યસભામાં મોકલવામાં આવેલા નારાયણ રાણેના પુત્ર છે, જેઓ મહારાષ્ટ્રના વરિષ્ઠ રાજકારણી છે અને રાજ્યના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news