ભાજપનો તોડ શોધવા માટે કોંગ્રેસ તેના નેતાઓને આપશે 'રાષ્ટ્રવાદ'ની તાલીમ!

સૂત્રોએ ઝી મીડિયાને જણાવ્યું કે, કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ, રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને સાથે-સાથે બ્લોક લેવલ પર નેતાને 'રાષ્ટ્રવાદ'ની તાલીમનું આયોજન કરાયું છે. સપ્ટેમ્બર મહિનામાં કોંગ્રેસના ચૂંટાયેલા નેતાઓ અને રાજ્યોના વડાઓની દિલ્હી ખાતે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. 

ભાજપનો તોડ શોધવા માટે કોંગ્રેસ તેના નેતાઓને આપશે 'રાષ્ટ્રવાદ'ની તાલીમ!

નવી દિલ્હીઃ દેશમાં ભાજપના વધતા જઈ રહેલા વ્યાપને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે હવે તેના નેતાઓને 'રાષ્ટ્રવાદી' તાલીમ આપવાનું નક્કી કર્યું છે. સૂત્રોએ ઝી મીડિયાને જણાવ્યું કે, કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ, રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને સાથે-સાથે બ્લોક લેવલ પર નેતાને 'રાષ્ટ્રવાદ'ની તાલીમનું આયોજન કરાયું છે. સપ્ટેમ્બર મહિનામાં કોંગ્રેસના ચૂંટાયેલા નેતાઓ અને રાજ્યોના વડાઓની દિલ્હી ખાતે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. 

એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસે આઝાદીની લડાઈમાં જે રીતે યોગદાન આપ્યું હતું અને અત્યાર સુધીનો પાર્ટીનો રેકોર્ડ પણ એવો રહ્યો છે, જેથી નેતાઓને તેનાથી માહિતગાર કરવામાં આવશે. આ સાથે જ ટ્રેનિમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા પાકિસ્તાનના બે ભાગલા પાડીને પૂર્વ પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશની રચનામાં આપેલા યોગદાન વિશે પણ નેતાઓને માહિતગાર કરાશે. 

સૂત્રોએ જણાવ્યું કે, આ તાલીમ સત્રમાં જમીનના લેવલે મતદારોનું કેટલું મહત્વ રહેલું છે તેના પર ફોકસ કરવાનું પણ શીખવાડવામાં આવશે. પાર્ટીને આશા છે કે, આ તાલીમ સત્રથી 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીના કાર્યકર્તાઓમાં જે નિરુત્સાહ આવી ગયો છે, તેમાં નવા પ્રાણ ફૂંકાશે. સાથે જ પાર્ટીની જે વિચારધારા રહેલી છે તેના પર પણ તાલીમ સત્રમાં ફોકસ કરવામાં આવશે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news