કોંગ્રેસને આંચકો, સોનિયાની નજીક ગણાતા આ દિગ્ગજ નેતાએ આર્ટિકલ 370 હટાવવાનું કર્યું સમર્થન
Trending Photos
નવી દિલ્હી: સરકારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 હટાવવા સહિતની અનેક ઐતિહાસિક જાહેરાતો કરી છે. કોંગ્રેસે જો કે તેનો વિરોધ કર્યો છે. પરંતુ કોંગ્રેસના જ એક દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીની નીકટ ગણાતા જનાર્દન દ્વિવેદીએ કેન્દ્ર સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે 'મારા રાજકીય ગુરુ રામ મનોહર લોહિયા હંમેશા આ આર્ટિકલની વિરુદ્ધમાં હતાં. ભલે મોડું પરંતુ ઈતિહાસની એક ભૂલને હવે સુધારી લેવાઈ છે. હું તેનું સ્વાગત કરું છું.'
હવે કેવું હશે જમ્મુ અને કાશ્મીર રાજ્યનું સ્વરૂપ?
ઉલ્લેખનીય છે કે બંધારણની કલમ 370ને ખતમ કરવાના કેન્દ્રની મોદી સરકારના નિર્ણય બાદ જમ્મુ અને કાશ્મીર રાજ્યનું સ્વરૂપ કઈંક આવું હશે. જમ્મુ અને કાશ્મીન પુર્નગઠન વિધેયક 2019:
- વિધાનસભા વગરના કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખનું ગઠન
- તેમાં કારગિલ અને લેહ જિલ્લા સામેલ થશે.
- કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનું ગઠન
- તેમાં લદ્દાખ અને લેહ સિવાયના બાકીના તમામ વિસ્તારો સામેલ થશે.
- જમ્મુ અને કાશ્મીર વિધાનસભાવાળો કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે.
(જનાર્દન દ્વિવેદી)
રાજ્યપાલનો દરજ્જો
હાલ રાજ્યના રાજ્યપાલ હવે કેન્દ્રશાસિત જમ્મુ અને કાશ્મીર તથા કેન્દ્રશાસિત લદ્દાખના ઉપ રાજ્યપાલ હશે.
રાજ્યસભામાં પ્રતિનિધિત્વ
જમ્મુ અને કાશ્મીરના ચાર હાલના રાજ્યસભા સભ્ય કેન્દ્ર શાસિત જમ્મુ અને કાશ્મીરના સભ્યો રહેશે. તેમનો કાર્યકાળ યથાવત રહેશે.
લોકસભામાં પ્રતિનિધિત્વ
કેન્દ્રશાસિત જમ્મુ અને કાશ્મીરમાં પાંચ લોકસભા બેઠકો રહેશે. કેન્દ્ર શાસિત લદ્દાખમાં એક લોકસભા સીટ રહેશે.
ઉપરાજ્યપાલ, જમ્મુ અને કાશ્મીર વિધાનસભા
- કેન્દ્ર શાસિત પુડ્ડુચેરી માટે લાગુ કલમ 239એમાં રહેલી જોગવાઈ કેન્દ્ર શાસિત જમ્મુ અને કાશ્મીર માટે પણ લાગુ થશે.
- વિધાનસભામાં પ્રત્યક્ષ ચૂંટણીવાળી 107 બેઠકો રહેશે. (જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં પહેલા 111 બેઠકો હતી જેમાંથી 87 બેઠકો માટે ચૂંટણી થતી હતી.
- પાકિસ્તાનના કબ્જાવાળી 24 બેઠકો ખાલી રહેશે. (પહેલીના વિધાનસભામાં જે રીતે ખાલી રહેતી હતી)
- ઉપરાજ્યપાલ વિધાનસભામાં બે મહિલા સભ્યોને નામાંકિત કરી શકે છે.
- વિધાનસભાનો કાર્યકાળ હવે છ વર્ષની જગ્યાએ પાંચ વર્ષનો રહેશે.
- કેન્દ્રીય કાયદા કેન્દ્ર શાસિત જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખમાં પણ લાગુ થશે.
જુઓ LIVE TV
સરકારે વિધાનસભા ક્ષેત્રોના પરિસીમનનો પ્રસ્તાવ રજુ કર્યો
- વિધાનસભા સીટોનું પુર્નગઠન થશે અને સીટોના નક્શા તૈયાર કરવામાં આવશે.
- હાલ જમ્મુ ક્ષેત્રમાં 37 વિધાનસભા સીટ છે જ્યારે કાશ્મીરમાં 46 સીટો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે