કોંગ્રેસનો દાવો જો 168 સીટો મળી ગઇ તો ભાજપને સત્તામાંથી હાંકી કાઢીશું
કોંગ્રેસનું કહેવું છે કે હાલ તેઓનું સંપુર્ણ ધ્યાન વિપક્ષી પાર્ટીઓને એકત્ર થઇને ભાજપને હરાવવાનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો
Trending Photos
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 પહેલા ભાજપની વિરુદ્ધ મજબુત ગઠબંધન બનાવવાનાં વિપક્ષી દળોનાં પ્રયાસ વચ્ચે કોંગ્રેસે ઘણા મુદ્દાઓ પર પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું છે. પાર્ટીનું કહેવું છે કે હાલ તેનું સમગ્ર ધ્યાન વિપક્ષી પાર્ટીઓને એકત્ર કરીને ભાજપને હરાવવામાં લગાવશે અને વડાપ્રધાન પદ અંગે નિર્ણય ચૂંટણી પરિણામો આવ્યા બાદ લેશે. પાર્ટીનાં ટોપનાં સુત્રોનો દાવો છે કે જો આ ત્રણ મોટા રાજ્યોની 168 સીટો મળી જાય તો તેઓ ભાજપને સત્તામાંથી બેદખલ કરી શકે છે.
કોંગ્રેસનું કહેવું છે કે, ઉત્તરપ્રદેશમાં ગઠબંધન માટે સપા, બસપા અને અન્ય ભાજપ વિરોધી દળોની વચ્ચે પણ રણનીતિક સમઝ બની ગઇ છે. સુત્રોએ દાવો કર્યો કે જો ઉત્તરપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રમાં યોગ્ય ગઠબંધન થઇ જશે તો ભાજપ સત્તામાં ક્યારે પરત નહી આવી શકે. રાજ્યનાં ત્રણ મોટા રાજ્યોની લોકસભા સીટો જોઇએ તો ઉત્તરપ્રદેશમાં લોકસભાની 80 સીટો, બિહારમાં 40 જ્યારે મહારાષ્ટ્રમાં 48 સીટો છે.
2014ની ચૂંટણીમાં ભાજપ ઉત્તરપ્રદેશમાં 73, બિહારમાં 22 અને મહારાષ્ટ્રમાં 23 સીટો મળી હતી. કુલ થઇને ભાજપે આ ત્રણેય રાજ્યોમાં 168 સીટોમાંથી 118 સીટો જીતી હતી. કોંગ્રેસની નજરઆ 168 સીટો પર સૌથી વધાર છે. કોંગ્રેસ યુપીમાં બસપા અને સપાથી ગઠબંધન કરશે. પાર્ટીનો દાવો છે કે જો તે ગઠબંધન યોગ્ય રીતે કામ કરશે તો ભાજપને 5 સીટો પણ નહી મળે. પાર્ટીનું કહેવું છે કે તેને આશા છે કે ગઠબંધનમાં તેને સન્માનજનક સીટો મળશે. જો કે કોંગ્રેસે પોતાની સીટોનો ખુલાસો નથી કર્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે