Farmers Protest: રામપુર જઈ રહેલા પ્રિયંકા ગાંધીના કાફલાનો અકસ્માત, ગાડીઓ પરસ્પર ટકરાઈ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી  (Priyanka Gandhi)  વાડ્રાના કાફલાનો હાપુડ રોડ પર અકસ્માત સર્જાયો છે. કાફલાની ચાર ગાડીઓ પરસ્પર ટકરાઈ ગઈ. ગઢ ગંગા ટોલ પ્લાઝા પાસે આ અકસ્માત થયો. જો કે કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી. પ્રિયંકા ગાંધી ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલી  (Tractor Rally ) દરમિયાન જે ખેડૂતનું મોત થયું હતું તે નવરીત સિંહની અંતિમ અરદાસમાં સામેલ  થવા માટે ઉત્તર પ્રદેશ  (Uttar Pradesh) ના રામપુર જઈ રહ્યા છે. અહીં તેઓ  નવરીત સિંહના પરિજનો સાથે મુલાકાત કરશે. 
Farmers Protest: રામપુર જઈ રહેલા પ્રિયંકા ગાંધીના કાફલાનો અકસ્માત, ગાડીઓ પરસ્પર ટકરાઈ

નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી  (Priyanka Gandhi)  વાડ્રાના કાફલાનો હાપુડ રોડ પર અકસ્માત સર્જાયો છે. કાફલાની ચાર ગાડીઓ પરસ્પર ટકરાઈ ગઈ. ગઢ ગંગા ટોલ પ્લાઝા પાસે આ અકસ્માત થયો. જો કે કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી. પ્રિયંકા ગાંધી ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલી  (Tractor Rally ) દરમિયાન જે ખેડૂતનું મોત થયું હતું તે નવરીત સિંહની અંતિમ અરદાસમાં સામેલ  થવા માટે ઉત્તર પ્રદેશ  (Uttar Pradesh) ના રામપુર જઈ રહ્યા છે. અહીં તેઓ  નવરીત સિંહના પરિજનો સાથે મુલાકાત કરશે. 

કોંગ્રેસ (Congress) ના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગઢમુક્તેશ્વરના રસ્તે ગજરૌલા થઈને રામપુર જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એક ગાડીના ડ્રાઈવરે અચાનક બ્રેક લગાવી અને પાછળ આવનારી ગાડીઓ પરસ્પર ટકરાઈ ગઈ. કોઈને ઈજા થઈ નથી. 

ટ્રેક્ટર રેલી દરમિયાન થયું હતું નવરીતનું મોત
26 જાન્યુઆરીના રોજ ટ્રેક્ટર રેલી  (Tractor Rally)  દરમિયાન આઈટીઓ પાસે પોલીસ બેરિકેડ  તોડવાની કોશિશ દરમિયાન ટ્રેક્ટરે પલટી મારી જેમાં નવરીત સિંહનું મોત થયું હતું. જો કે ત્યારબાદ દુષ્પ્રચાર ફેલાવવામાં આવ્યો હતો કે યુવકનું મોત પોલીસ ફાયરિંગમાં થયું. જો કે પાછળથી દિલ્હી પોલીસે એક વીડિયો બહાર પાડ્યો જેમાં જોવા મળ્યું કે નવરિત સિંહનું મોત પૂરપાટ ઝડપે ટ્રેક્ટર પલટી ખાઈ જતા થયું હતું. 

She is on her way to Rampur, Uttar Pradesh.

— ANI (@ANI) February 4, 2021

રાહુલ પ્રિયંકાએ ઘાયલ પોલીસકર્મીના ન જાણ્યા હાલચાલ
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ( Priyanka Gandhi)  ટ્રેક્ટર રેલીમાં જીવ ગુમાવનારા ખેડૂતના ઘરે ઉત્તર પ્રદેશ જઈ રહ્યા છે પરંતુ બંનેએ હિંસામાં ઘાયલ થયા અનેક પોલીસકર્મીઓની મુલાકાત કરી નથી કે હાલચાલ પણ જાણ્યા નથી. અત્રે જણાવવાનું કે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસામાં 300થી વધુ પોલીસકર્મી ઘાયલ થયા હતા. 

પ્રદર્શનકારીઓએ ખુબ મચાવ્યો હતો ઉત્પાત
ગણતંત્ર દિવસે ( (Republic Day 2021))  આંદોલનકારી ખેડૂતો  ( Farmers Protest) ની ટ્રેક્ટર રેલી દરમિયાન મોટી સંખ્યામાં ઉગ્ર પ્રદર્શનકારીઓ બેરિયર તોડીને લાલ કિલ્લા સુધી પહોંચી ગયા અને ત્યા સ્તંભ પર એક ધાર્મિક ઝંડો લગાવવામાં આવ્યો. અહીં 15 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તિરંગો ફરકાવે છે. લાલ કિલ્લામાં ઘૂસેલા પ્રદર્શનકારીઓએ ખુબ ઉત્પાત મચાવ્યો અને ટિક્ટ કાઉન્ટર ઉપરાંત અનેક સ્થળો પર તોડફોડ મચાવી. પોલીસે રાતે લગભગ સાડા 10 વાગ્યા સુધીમાં પ્રદર્શનકારીઓ પાસેથી લાલ કિલ્લો ખાલી કરાવ્યો અને ધાર્મિક ઝંડાને પણ હટાવ્યો. હજારો પ્રદર્શનકારીઓ દિલ્હીના આઈટી સહિત અનેક સ્થળો પર પોલીસ સાથે ભીડી ગયા જેમાં દિલ્હી અને આસપાસના ક્ષેત્રોમાં અરાજકતાની સ્થિતિ પેદા થઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news