નોટબંધીમાં 10 મોટી બેંકોમાં બદલાવી હતી નોટ, રાજકીય પક્ષોના ઇશારે થયો હતો ‘ખેલ’
આરટીઆઇથી મળેલી જાણકારી અનુસાર આ કોઓપરેટિવ બેંકોમાં નોટબંધી વખતે મોટા પ્રમાણમાં 500 અને 1000 રૂપિયાની નોટો બદલવામાં આવી હતી
- અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાંથી 745.59 કરોડ રૂપિયા બદલાવવામાં આવ્યા હતા.
- રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાંથી 693.19 કરોડ રૂપિયા બદલાવવામાં આવ્યા હતા.
- નોટબંધી સમયે 370 બેંકોમાંથી 22270 કરોડ રૂપિયાના 500 અને 1000ની નોટ બદલાવવામાં આવી હતી.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં 10 મોટી ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકોના પ્રબંધન બીજેપી, કોંગ્રેસ, એનસીપી અને શિવ સેનાના નેતાઓના હાથમાં છે. એક અંગ્રેજી સામાચાર ઇન્ડિયન એક્સપ્રેસે પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે આરટીઆઇથી મળેલી જાણકારી અનુસાર આ કોઓપરેટિવ બેંકોમાં નોટબંધી વખતે મોટા પ્રમાણમાં 500 અને 1000 રૂપિયાની નોટો બદલવામાં આવી હતી.
નોટબંધી વખતે 370 કોઓપરેટિવ બેંકોમાં નોટ બદલાવવામાં આવી
રિપોર્ટના અનુસાર નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ)થી આરટીઆઇના અંર્તગત મળેલી જાણકારી અનુસાર નોટબંધી વખતે દેશમાં 370 ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંતોમાં નોટ બદલવામાં આવ્યા હતા. આ બેંકોમાં 22270 કરોડ રૂપિયાના 500 અને 1000ના નોટ બદલવામાં આવ્યા હતા. જેમાંથી 18.82 ટકા (4197.39 કરોડ) રૂપિયા માત્ર 10 મોટી બેંકોમાં બદલવવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ 10 બેંકોમાંથી 4 બેંકો ગુજરાતમાં સ્થિત છે ત્યારે 4 મહારાષ્ટ્રમાં અને એક બેંક હિમાંચલ પ્રદેશ તેમજ એક બેંક કર્નાટકમાં સ્થિત છે.
બેંકોનું નિયંત્રણ નેતાઓના હાથમાં છે
આરટીઆઇમાંથી મળેલી જાણકારી અનુસાર 745.59 કરોડ રૂપિયા અમદાવાદ ડિસ્ટ્રિકટ કોઓપરેટિવ બેંકમાં બદલવામાં આવ્યા હતા. આ બેંકના ડિરેક્ટર્સમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ શામેલ છે. ત્યારે આ બેંકના ચેરમેન ભાજપના નેતા અજય પટેલ છે. ગુજરાતમાં હાજર બીજી કોઓપરેટિવ બેંક રાજકોટમાં સ્થિત છે. તેનું નામ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે. આ બેંકના પ્રમુખ ભાજપના નેતા ગુજરાત સરકારમાં જયેશ રાદડીયા છે. આ બેંકમાં 693.19 કરોડ રૂપિયા બદલવામાં આવ્યા હતા.
નાબાર્ડે ઘણા નોટ બદલાવનારાના પેપર તપાસ્યા
ત્રીજી કોઓપરેટિવ બેંક જેમાં સૌથી વધુ નોટ બદલવામાં આવ્યા તે પુણેમાં સ્થિત છે. આ બેંકનું નામ પુણે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે. અહિંયા કુલ 551.62 કરોડ રૂપિયાના નોટ બદલવવામાં આવ્યા હતા. આ બેંકના અધ્યક્ષ એનસીપીના પૂર્વ ધારાસભ્ય રમેશ થોરાટ છે. કોંગ્રેસના નેતા અર્ચના ગોર આ બેંકના ઉપાધ્યક્ષ છે. આ બેંકમાં એનસીપી પ્રમુખ શરદ પવારના ભત્રીજા અજીત પવાર પણ નિયામક છે. આરટીઆઇમાં મળેલી જાણકારી અનુસાર નાબાર્ડે આ બધી 370 ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંકોમાં નોટ બદલનારા લગભગ 3115964 લોકોના પેપર તપાસ્યા હતા. તે જ સમયે, આ પણ જાણવા મળ્યું હતું કે મોટાભાગના રાજ્યોમાં, ડિસ્ટ્રિક સેન્ટ્રલની ઓપરેટિવ બેંકો સ્થાનિક પક્ષોના નિયંત્રણ હેઠળ છે, ખાસ કરીને સત્તામાં હાજર પક્ષોના નેતાઓના હાથમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે