CM Yogi એ જાહેર કરી UP Population Policy, કહ્યું- વધુ વસ્તીથી વધે છે ગરીબી

જનસંખ્યા નિયંત્રણ કાનૂનનો ડ્રાફ્ટ યૂપી વિધિ આયોગએ તૈયાર કર્યો છે. યૂપી વિધિ આયોગે જનતા પાસે ભલામણ માંગે છે. બિલની કોપી આયોગની સત્તાવાર વેબસાઇટ પર અપલોડની ગઇ છે. 

CM Yogi એ જાહેર કરી UP Population Policy, કહ્યું- વધુ વસ્તીથી વધે છે ગરીબી

લખનઉ: યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) આજે (રવિવારે) સવારે 11:30 વાગે ઉત્તર પ્રદેશ જનસંખ્યા નીતિ 2021-2030 (Uttar Pradesh Population Policy 2021-2030) જાહેર કરી હતી. વિશ્વ જનસંખ્યા દિવસ (World Population Day) ના અવસર પર લખનઉમાં સીએમ યોગી આદિત્યનાથના આવાસ પર આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જનસંખ્યા સ્થિરતા પખવાડીયાનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. 

વાંચો લાઇવ અપડેટ
- સીએમ યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને કહ્યું કે 'વધતી જતી જનસંખ્યા સમાજમાં વ્યાપ્ત અસમાનતા સહિત મુખ્ય સમસ્યાઓનું મૂળ છે. સમુન્નત સમાજની સ્થાપના માટે જનસંખ્યા નિયંત્રણ પ્રાથમિક શરત છે. આવો આ 'વિશ્વ જનસંખ્યા દિવસ' પર વધતી જતી જનસંખ્યા સાથે વધતી જતી સમસ્યાઓ પ્રત્યે સ્વયં અને સમાજને જાગૃત કરવાનું પ્રણ લે.

વિકાસમાં વિઘ્ન બને છે વધતી જતી જનસંખ્યા
સીએમ યોગીએ કહ્યું કે ગત 4 દાયકાથી જનસંખ્યા નિયંત્રણ પર ચર્ચા થઇ રહી છે. વધતી જતી જનસંખ્યા ક્યાંક ને ક્યાંક વિકાસમાં વિઘ્ન છે. વધુ જનસંખ્યાથી ગરીબી પણ વધે છે. જનસંખ્યા નીતિ 2021-2030 જાહેર કરતાં મને ખુશી થઇ રહી છે. આ નીતિમાં દરેક વર્ગના લોકોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે આગળ કહ્યું કે મને વિશ્વાસ છે કે જનસંખ્યા નીતિના ડ્રાફ્ટને આગળ તમામ વિભાગોને સમન્વય અને સહયોગથી લાગૂ કરવામાં આવશે. 

દરેક વર્ગ સુધી પહોંચી રહ્યો છે લાભ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે 2014 માં કેન્દ્રમાં પીએમ મોદીની સરકાર બન્યા બદ દરેક વર્ગના લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચ્યો છે. અમે પણ તેના પર કામ કરી રહ્યા છીએ. 

વધતી જતી જનસંખ્યા અસમાનતાનું મૂળ કારણ
સીએમ યોગી આદિત્યાનાથે ટ્વીટ કરીને કહ્યું કે 'વધતી જતી જનસંખ્યા સમાજમાં વ્યાપ્ત અસમાનતા સહિત મુખ્ય સમસ્યાનોનું મૂળ છે. સમુન્ન્ત સમાજની સ્થાપના માટે જનસંખ્યા નિયંત્રણ પ્રાથમિક શરત છે. આવો આ 'વિશ્વ જનસંખ્યા દિવસ' પર વધતી જતી જનસંખ્યાથી વધતી જતી સમસ્યાઓના પ્રત્યે સ્વયં અને સમાજને જાગૃત કરવાનું પ્રણ લઇએ. 

आइये, इस 'विश्व जनसंख्या दिवस' पर बढ़ती जनसंख्या से बढ़ती समस्याओं के प्रति स्वयं व समाज को जागरूक करने का प्रण लें।

— Yogi Adityanath (@myogiadityanath) July 11, 2021

- જનસંખ્યા નિયંત્રણ કાનૂનનો ડ્રાફ્ટ યૂપી વિધિ આયોગએ તૈયાર કર્યો છે. યૂપી વિધિ આયોગે જનતા પાસે ભલામણ માંગે છે. બિલની કોપી આયોગની સત્તાવાર વેબસાઇટ પર અપલોડની ગઇ છે. 

- યૂપી લો કમિશન (UP Law Commission) ના ચેરમેન આદિત્યનાથ મિત્તલ (Adityanath Mittal) એ જણાવ્યું કે જે પણ જનસંખ્યા નિયંત્રણ કાનૂન (Population Control Law) ના 2 બાળકોના નિયમનું ઉલ્લંઘન કરશે, તે સરકારાની તમામ કલ્યાણકારી યોજનાઓના લાભથી વંચિત રહેશે. 

- આદિત્યનાથ મિત્તલને કહ્યું કે ઓગસ્ટના બીજા અઠવાડિયામાં વિધિ આયોગ યૂપી સરકારને ડ્રાફ્ટ બિલ સોપશે. કાનૂન લાગૂ થતાં પહેલાં જેના 2થી વધુ બાળકો છે. તેના પર આ લાગૂ નહી થાય. 

જનતાની ભલામણો બાદ આવશે કાનૂન
- ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી મોહસિન રજાએ કહ્યું કે જનસંખ્યા નિયંત્રણ કાનૂનના વિષય પર અમારી સરકાર જનતા પાસેથી ભલામણ લઇ રહી છે. જનતાની ભલામણો બાદ અમે જરૂર આ કાયદાને લાવશે. 

- યૂર્વ વિદેશ મંત્રીએ યૂપી સરકાર પર સાધ્યું નિશાન
- પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદએ કહ્યું કે નવી જનસંખ્યા નીતિ લાગૂ કરતાં પહેલાં સરકારના મંત્રી અને નેતા પોતાના વૈધ-અવૈધ સંતાનો વિશે જાણકારી આપે. પંચાયત ચૂંટણીમાં જે કંઇ થયું તેને ચૂંટણી કહી ન શકાય. મોટા મોટા તાનાશાહ આવી જ ચૂંટણીના બહાને મોટા પડદા પર પોતાને બિરાજમાન કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news