બીજા રાજ્યોમાં ફસાયેલા મજુરોને પરત લાવવાનો દીધો આદેશ, તંત્રએ તૈયારીઓ ચાલુ કરી

લોકડાઉનાં કારણે અન્ય રાજ્યોમાં ફસાયેલા યૂપીના મજુરોને ઘરે પરત લાવવા માટે મુખ્યમંત્રી યોગી આધિત્યનાથ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ આ આદેશ શુક્રવારે યોજાયેલી ટીમની 11મી બેઠકમાં આપ્યો. તેમણે કહ્યું કે, પ્રદેશનાં જે શ્રમિકો, મજુરો અન્ય રાજ્યોમાં ફસાયેલા છે અને 14 દિવસનો ક્વોરન્ટિંન સમય પુર્ણ કરી ચુક્યા છે તે તમામને તબક્કાવાર રીતે પરત લાવવામાં આવશે. તેના માટે મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને કાર્ય યોજના તૈયાર કરવા અને રાજ્યોમાં ફસાયેલા મજુરોની યાદી બનાવવા માટેનો આદેશ પણ આપવામાં આવ્યો છે. 
બીજા રાજ્યોમાં ફસાયેલા મજુરોને પરત લાવવાનો દીધો આદેશ, તંત્રએ તૈયારીઓ ચાલુ કરી

લખનઉ : લોકડાઉનાં કારણે અન્ય રાજ્યોમાં ફસાયેલા યૂપીના મજુરોને ઘરે પરત લાવવા માટે મુખ્યમંત્રી યોગી આધિત્યનાથ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ આ આદેશ શુક્રવારે યોજાયેલી ટીમની 11મી બેઠકમાં આપ્યો. તેમણે કહ્યું કે, પ્રદેશનાં જે શ્રમિકો, મજુરો અન્ય રાજ્યોમાં ફસાયેલા છે અને 14 દિવસનો ક્વોરન્ટિંન સમય પુર્ણ કરી ચુક્યા છે તે તમામને તબક્કાવાર રીતે પરત લાવવામાં આવશે. તેના માટે મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને કાર્ય યોજના તૈયાર કરવા અને રાજ્યોમાં ફસાયેલા મજુરોની યાદી બનાવવા માટેનો આદેશ પણ આપવામાં આવ્યો છે. 

ટીમ 11 ની બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, જેટલા પણ મજુરો અન્ય રાજ્યોમાં ફસાયેલા છે તેમનું સ્ક્રિનિંગ તથા ટેસ્ટિંગ કરવામાં આવ્યા બાદ તેમને સંબંધિત રાજ્ય સરકારોને તેમની સીમા પર મોકલવા માટેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે. પ્રદેશની સીમા પર આવ્યા બાદ આ શ્રમીકો, કામદારો અને મજુરોને રાજ્ય તરફથી બસ દ્વારા સંબંધિત જિલ્લાઓમાં પણ મોકલી આપવામાં આવશે. 

આ ઉપરાંત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને જિલ્લામાં મજુરોને 14 દિવસની ક્વોરન્ટિંગ ગાળો પુર્ણ કરવા માટે શેલ્ટર હોમ, આશ્રય સ્થળને ખાલી કરાવવા અને સેનેટાઇઝ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ શેલ્ટર હોમમાં કોમ્યુનિટી કિચનની વ્યવસ્થા કરવા માટે પણ કહેવામાં આવ્યું છે જેથી મજુરોને તાજુ ખાવાનું મળી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત દિવસોમાં રાજસ્થાનનાં કોટામાં મેડિકલ અને એન્જિનિયરિંગની તૈયારી કરવા ગયેલા પ્રદેશાં હજારો વિદ્યાર્થીઓ લોકડાઉનનાં કારણે હોસ્ટેલમાં ફસાઇ ગયા હત અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ઘરે પરત ફરવા માટે અપીલ કરી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીઓને પરત લાવવા માટે મુખ્યમંત્રી દ્વારા 200થી વધારે બસો મોકલવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news