UP ચૂંટણીમાં જિન્ના પર રાજકીય જંગ, CM યોદી અને અખિલેશ યાદવ ફરી આમને-સામને
UP Assembly Elections 2022: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અખિલેશ યાદવ વચ્ચે શાબ્દિક જંગ શરૂ થઈ ગયો છે.
Trending Photos
લખનઉઃ સમાજવાદી પાર્ટી (Samajwadi Party) ના અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav), સરદાર પટેલ (Sardar Patel) જિન્નાની તુલનાવાળા નિવેદન પર અડિગ છે. આજે શનિવારે નિવેદન પર સવાલ ઉઠાવનાર પર અખિલેશે કહ્યુ કે આવા લોકો ઈતિહાસના પુસ્તક બીજીવાર વાંચે. મહત્વનું છે કે 6 દિવસ પહેલા અખિલેશ યાદવે કહ્યુ હતુ કે સરદાર પટેલ જમીનને ઓળખતા હતા અને જમીનને જોઈને નિર્ણય લેતા હતા. તે જમીનને ઓળખી લેતા હતા ત્યારે નિર્ણય લેતા હતા, તેથી તેઓ આયરન મેનના નામથી જાણીતા હતા. સરદાર પટેલ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને જિન્ના એક સંસ્થામાં અભ્યાસ કરીને બેરિસ્ટર બન્યા હતા. એક જગ્યાએ અભ્યાસ કર્યો હતો. તેઓ બેરિસ્ટર બન્યા અને આઝાદી અપાવી જો તેમણે કોઈ પ્રકારનો સંઘર્ષ કરવો પડ્યો તો તે પાછળ હટ્યા નહીં.
સીએમ યોગીનો પલટવાર
આ વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) અખિલેશ યાદવ પર પલટવાર કર્યો છે. મુખ્યમંત્રી યોગીએ કહ્યુ કે, સરદાર પટેલ દેશને જોડનારા હતા અને જિન્ના દેશને તોડનારમાં છે, બંને એક ન હોઈ શકે. સરદાર પટેલ એક રાષ્ટ્રના નાયક છે પરંતુ જિન્ના ભારતની એકતાને ખંડિત કરનાર છે. જે લોકો બંનેની તુલના કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેણે સતર્ક રહેવું પડશે.
માફિયાઓને શરણ આપનાર પર ચાલશે બુલડોઝર- યોગી
યૂપીના ઔરેયાની રેલીમાં મુખ્યમંત્રી યોગીએ કહ્યુ કે, જો માફિયાઓ પર બુલડોઝર ચાલે છે તો યાદ રહે કે તેને શરણ આપનાર પર પણ બુલડોઝર ચાલશે. દરેકને ખ્યાલ છે કે અપરાધ અને અપરાધી પ્રત્યે અમારી સરકારની ઝીરો ટોલરેન્સની નીતિ છે.
તહેવાર આવતા શરૂ થઈ જતા હતા તોફાન
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે તહેવાર આવતા તોફાનો શરૂ થઈ જતા હતા. આસ્થા પર પ્રહાર કરવામાં આવતો હતો. ખોટા કેસ કરવામાં આવતા હતા. 4.5 વર્ષથી તોફાનો થયા નથી. તોફાનો કરશો તો સાત પેઢીઓ તેની ચુકવણી કરતી રહી જશે. તહેવારો પર તોફાનો કરશો તો પગલા લેવાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે