દિલ્હીવાસીઓ Lockdown અંગે શું વિચારે છે? CM કેજરીવાલે જણાવ્યું 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીની જનતા ઈચ્છે છે કે હાલ લોકડાઉન હટાવવામાં ન આવે. સીએમ કેજરીવાલે કહ્યું કે મોટાભાગના લોકોનું કહેવું છે કે શરતો સાથે લોકડાઉન ખોલવું જોઈએ. સીએમએ જણાવ્યું કે દિલ્હીમાં મોટાભાગના સલૂન, સ્પા નહીં ખોલવાના પક્ષમાં છે. લોકોએ માસ્ક ન પહેરવા બદલ કાર્યવાહી કરવાની પણ વાત કરી છે.

દિલ્હીવાસીઓ Lockdown અંગે શું વિચારે છે? CM કેજરીવાલે જણાવ્યું 

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીની જનતા ઈચ્છે છે કે હાલ લોકડાઉન હટાવવામાં ન આવે. સીએમ કેજરીવાલે કહ્યું કે મોટાભાગના લોકોનું કહેવું છે કે શરતો સાથે લોકડાઉન ખોલવું જોઈએ. સીએમએ જણાવ્યું કે દિલ્હીમાં મોટાભાગના સલૂન, સ્પા નહીં ખોલવાના પક્ષમાં છે. લોકોએ માસ્ક ન પહેરવા બદલ કાર્યવાહી કરવાની પણ વાત કરી છે.

દિલ્હીના સીએમ કેજરીવાલે કહ્યું કે દિલ્હીના મોટાભાગના લોકો લોકડાઉનના પક્ષમાં છે. પરંતુ મોટાભાગના વેપારીઓ મોલ્સ, બજારો, રેસ્ટોરન્ટ ખોલવાના પક્ષમાં છે. તેમણે કહ્યું કે અમે પરમ દિવસે લોકડાઉન પર જનતા પાસે સૂચનો માંગ્યા હતાં. 24 કલાકમાં અમને પોણા 5 લાખ વોટ્સએપ મેસેજ, 10,700 ઈમેઈલ અને 39000 ફોનથી સૂચનો મળ્યાં. શૈક્ષણિક સંસ્થાઓને લઈને મોટાભાગના લોકોનું કહેવું છે કે તેને હજુ ખોલવા જોઈએ નહીં. હોટલો ખોલવી જોઈએ નહીં પરંતુ રેસ્ટોરા ખોલવી જોઈએ. 

સીએમએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે લોકોનું કહેવું છે કે ફૂડની હોમ ડિલિવરીની મંજૂરી આપવી જોઈએ. વાળંદની દુકાન હાલ ખોલવી જોઈએ નહીં. તેના પર લોકોની સામાન્ય સહમતિ છે. 

તેમણે કહ્યું કે અમારી પાસે માર્કેટ એસોસિએશનના અનેક સૂચનો આવ્યાં છે. મોટાભાગના લોકોનું કહેવું છે કે માર્કે અને માર્કેટ કોમ્પલેક્ષ ખોલવા જોઈએ. તેમનું કહેવું છે કે ઓડ-ઈવન કરીને ખોલી નાખો. અનેક લોકોએ સૂચનો આપ્યા છે કે મોલમાં 1/3 દુકાનો કે અડધી દુકાનો ખોલવા દો. 

જુઓ LIVE TV

સીએમ કેજરીવાલે કહ્યું કે લોકોના સૂચનોના આધારે આજે સાંજે 4 વાગે ઉપરાજ્યપાલ સાથે અમારી સ્ટેટ ડિઝાસ્ટર ઓથોરીટીની બેઠક છે. ત્યારબાદ દિલ્હીમાં કેટલી છૂટ આપવામાં આવે તે અંગે અમે અમારો પ્રસ્તાવ બનાવીને કેન્દ્રને મોકલીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news