સ્વચ્છતા સર્વેક્ષણ 2019: ઈન્દોર સતત ત્રીજા વર્ષે દેશનું 'સૌથી સ્વચ્છ શહેર' બન્યું

દેશના કુલ 4237 શહેરોનો 28 દિવસમાં કરાયો સરવે, 64લાખ લોકો પાસેથી લેવાયો ફીડબેક. આ શહેરોના 42 લાખ ફોટો પણ ખેંચવામાં આવ્યા. કેન્દ્ર સરકારે આપ્યા 70 કેટેગરીમાં પુરસ્કાર 
 

સ્વચ્છતા સર્વેક્ષણ 2019: ઈન્દોર સતત ત્રીજા વર્ષે દેશનું 'સૌથી સ્વચ્છ શહેર' બન્યું

નવી દિલ્હીઃ ભારત સરકારે 'સ્વચ્છતા સર્વેક્ષણ 2019'ના આધારે દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદી બુધવારે જાહેર કરી હતી અને વિજ્ઞાન ભવનમાં આ સાથે એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા. સતત ત્રીજા વર્ષે ઈન્દોર દેશનું 'સૌથી સ્વચ્છ શહેર' બન્યું અને સૌથી સ્વચ્છ રાજધાનીની શ્રેણીમાં મધ્યપ્રદેશનું ભોપાલ પ્રથમ સ્થાને રહ્યું. સર્વેમાં છત્તીસગઢને બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટ એવોર્ડથી નવાજવામાં આવ્યો છે. 10 લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં અમદાવાદ અને 5 લાખથી ઓછી વસતી ધરાવતા શહેરોમાં ઉજ્જૈન પ્રથમ સ્થાને રહ્યું છે. 

છત્તીતસગઢના નગરનિગમ મંત્રી ડો. શિવકુમાર ડહરિયાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસેથી આ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટ ઉપરાંત છત્તીસગઢના વિવિધ નગરનિગમને પણ જુદા-જુદા વર્ગોમાં સ્થાન મળ્યું છે.

સ્વચ્છતા સર્વેક્ષણ-2019ના પુરસ્કારો માટે કરવામાં આવેલા સરવેમાં દિલ્હીથી આવેલી ટીમે છત્તીસગઢમાં સૌથી વધુ સમય પસાર કર્યો હતો. ટીમે એક સપ્તાહ કરતાં વધુ સમય સુધી જુદા-જુદા ક્ષેત્રોમાં સરવે કર્યો હતો. શહેરી વિકાસ મંત્રાલયે દેશના જુદા-જુદા રાજ્યોનાં કુલ 4,237 શહેરોમાં સરવે કર્યો છે. ત્યાર બાદ જૂદી-જૂદી કેટેગરીમાં રેન્કિંગ જાહેર કરાયું છે. 

જુદી-જુદી કેટેગરીના વિજેતાઓ 

  • સૌથી સ્વચ્છ શહેરઃ ઈન્દોર
  • સૌથી સ્વચ્છ રાજધાનીઃ ભોપાલ
  • સૌથી સ્વચ્છ મોટું શહેરઃ અમદાવાદ (10 લાખથી વધુ વસતી)
  • સૌઓથી સ્વચ્છ મધ્યમ વસતીવાળું શહેરઃ ઉજ્જૈન (3-10 લાખ વસતી)
  • સૌથી સ્વચ્છ નાનું શહેરઃ એનડીએમસી દિલ્હી (3 લાખથી ઓછી વસતી)
  • સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટઃ દિલ્હી કેન્ટ 
  • સૌથી સ્વચ્છ ગંગા ટાઉનઃ ગૌચર, ઉત્તરાખંડ

સ્વચ્છ સર્વેક્ષણ 2019: 10 લાખથી વધુ વસ્તીવાળા સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદ પ્રથમ ક્રમે

ઈન્દોરે સતત ત્રીજા વર્ષે જીત્યો એવોર્ડ 

  • દેશનું પ્રથમ એવું શહેર છે જ્યાં લાખો લોકોની હાજરીમાં બે ઝીરો વેસ્ટ આયોજન થયા. 
  • દેશનું પ્રથમ ડિસ્પોઝેબલ માર્કેટ છે, જમાં તાજેતરમાં જ 56 શોપિંગ વિસ્તારોને સામેલ કરાયા છે. 
  • દેશનું પ્રથમ એવું શહેર છે, જેણે ટ્રેચિંગ ગ્રાઉન્ડને સંપૂર્ણ નાબૂદ કરી ત્યાં નવા પ્રયોગ શરૂ કર્યા. 
  • 29 હજારથી વધુ ઘરમાં ભીના કચરાથી હોમ કમ્પોસ્ટિંગનું કામ.
  • કચરા ગાડીઓના મોનિટરિંગ માટે જીપીએસ, કન્ટ્રોલ રૂમ અને 19 ઝોનમાં જુદા-જુદા 19 સ્ક્રીન. 
  • 100 ટકા કચરાનું પ્રોસેસિંગ, બિલ્ડિંગ મટિરિયલ અને તેના કચરાને એક્ઠો કરીને યોગ્ય સ્થળે નિકાલ કરાયો. 

સંસદીય સમિતીએ FB, વોટ્સએપને ફેક ન્યૂઝથી બચવા કહ્યું, ECIના સંપર્કમાં રહેવા આદેશ

28 દિવસમાં 4237 શહેરોનો સરવે
મંત્રાલયના જણાવ્યા અનુસાર, સ્વચ્છતા સર્વેક્ષણ-2019માં દેશનાં 4237 શહેરોનો 28 દિવસમાં સરવે કરાયો હતો. આ દરમિયાન વિવિધ ટીમોએ 64 લાખ લોકો પાસેથી ફીડબેક લીધો હતો. સાથે જ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ શહેરોનાં 4 કરોડ લોકો પાસેથી ફીડબેક લેવાયો હતો. આ ટીમે 41 લાખ ફોટોગ્રાફ્સ કલેક્ટ કર્યા હતા. સરવેમાં સામેલ શહેરો તરફથી સ્વચ્છતાના સંદર્ભમાં 4.5 લાખ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરાયા છે. 

80 ટકા વેસ્ટ સેગ્રિગેશન 
મંત્રાલયના જણાવ્યા અનુસાર 370 કરતાં વધુ શહેર 80 ટકા વોર્ડમાં વેસ્ટ સેગ્રિગેશનનું કામ કરે છે. અનૌપચારીક કચરો વીણતા 84,000 લોકોને રોજગાર મળ્યો છે. 

રાષ્ટ્રપતિએ કુંભની કરી પ્રશંસા
આ એવોર્ડ સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રયાગરાજમાં તાજેતરમાં જ સંપન્ન થયેલા કુંભ મેળાની પ્રશંસા કરી અને જણાવ્યું કે, લગભગ 1,20,000 શૌચાલયોની વ્યવસ્થાની સાથે-સાથે સતત સફાઈની જે વ્યવસ્થા કરાઈ હતી તેની અન્ય દેશોએ પણ પ્રશંસા કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પ્રયાગ-કુંભમાંથી શીખીને મોટા સમારોહના આયોજકોએ સ્વચ્છતા પર વધુ ધ્યાન આપવું જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news