બાંદીપોરા રેપકાંડના વિરોધમાં સ્કૂલના વિદ્યાર્થીઓનું પ્રદર્શન, સુરક્ષા દળો પર પથ્થરમારો

બાંદીપોરામાં 3 વર્ષની બાળકી સાથેના કથિત બળાત્કારના વિરોધ પ્રદર્શન દરમિયાન જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં હિંસા ફેલાઈ ગઈ છે 
 

બાંદીપોરા રેપકાંડના વિરોધમાં સ્કૂલના વિદ્યાર્થીઓનું પ્રદર્શન, સુરક્ષા દળો પર પથ્થરમારો

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં 3 વર્ષની બાળકી સાથે થયેલા બળાત્કારની ઘટનાના વિરોધમાં મંગળવારે શ્રીનગરમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ ગઈ. વિદ્યાર્થીઓએ પ્રદર્શન દરમિયાન સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો. વિદ્યાર્થીઓ અને સુરક્ષા દળો વચ્ચે અમર સિંહ કોલેજ પાસે આ સંઘર્ષ થયો હતો. 

40થી વધુ સુરક્ષા કર્મચારી, 7 નાગરિક ઘાયલ
બાંદીપોરામાં 3 વર્ષની એક બાળકી સાથે કથિત બળાત્કારના વિરોધ પ્રદર્શન દરમિયાન જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં હિંસા ભડકી ગઈ છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર આ હિંસામાં અત્યાર સુધી એક અધિકારી સહિત 40 કરતાં વધુ સુરક્ષા કર્મચારી અને 7 નાગરિકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે. 

પોલીસે જણાવ્યું કે, 13મેના રોજ ઉત્તર કાશ્મીરમાં બારામુલા જિલ્લાના અનેક સ્થળોએ યુવાનોએ પ્રદર્શન કર્યું હતું અને સુરક્ષા દળો પર પથ્થર ફેંક્યા હતા. જિલ્લાના મિરગુંડ, ચેનાબલ, હરનાથ, સિંઘપોરા, ઝીલ બ્રિજ, કૃપાલપુરા પયીન અને હાંજીવેરા વિસ્તારોમાં થયેલા સંઘર્ષમાં 47 સુરક્ષા કર્મચારી ઘાયલ થયા હતા. 

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઈજાગ્રસ્તોની તબિયત સારી છે. ઘટના અંગે સ્થાનિક લોકોએ રેલી કાઢી હતી, જેના કારણે કારગિલ શહેર પણ બંધ રહ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news