દેશની જનતા માટે સારા સમાચાર, મોંઘવારીથી મળી રાહત, ફુગાવાના દરમાં થયો ઘટાડો

ખાદ્ય પદાર્થો મોંઘા થવા છતાં ઉત્પાદન માલ અને ઇંધણના ભાવમાં નરમાઇથી એપ્રિલ મહિનામાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 3.07 ટકા પર આવી ગયો. મંગળવારે જાહેર થયેલા સરકારી આંકડામાં આ જાણકારી આપી છે. હોલસેલ ઈન્ડેક્સ (WPI) આધારિત ફુગાવો માર્ચ, 2019માં 3.18 ટકા હતો જ્યારે એપ્રિલ 2018મા6 આ 3.62 ટકા પર હતો. શાકભાજીના વધવાથી એપ્રિલમાં ખાદ્ય પદાર્થોનો ફુગાવો વધુ રહ્યો. 

દેશની જનતા માટે સારા સમાચાર, મોંઘવારીથી મળી રાહત, ફુગાવાના દરમાં થયો ઘટાડો

નવી દિલ્હી: ખાદ્ય પદાર્થો મોંઘા થવા છતાં ઉત્પાદન માલ અને ઇંધણના ભાવમાં નરમાઇથી એપ્રિલ મહિનામાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 3.07 ટકા પર આવી ગયો. મંગળવારે જાહેર થયેલા સરકારી આંકડામાં આ જાણકારી આપી છે. હોલસેલ ઈન્ડેક્સ (WPI) આધારિત ફુગાવો માર્ચ, 2019માં 3.18 ટકા હતો જ્યારે એપ્રિલ 2018મા6 આ 3.62 ટકા પર હતો. શાકભાજીના વધવાથી એપ્રિલમાં ખાદ્ય પદાર્થોનો ફુગાવો વધુ રહ્યો. 

એપ્રિલમાં શાકભાજીનો ફુગાવો 40.65% પર પહોંચ્યો
સરકારી આંકડા અનુસાર એપ્રિલમાં શાકભાજીનો ફુગાવો 40.65 ટકા પર પહોંચી ગયો. માર્ચમાં આ 28.13 ટકા હતો. ખાદ્ય પદાર્થોનો ફુગાવો માર્ચમાં 5.68 ટકાથી વધીને એપ્રિલ 2019માં 7.37 ટકા થઇ ગયો. બીજી તરફ 'ઇંધણ અને વિજળી' શ્રેણીમાં ફુગાવો એપ્રિલમાં ઘટીને 3.84 ટકા પર રહ્યો હતો. માર્ચમાં ફુગાવો 5.41 ટકા હતો. આ પ્રકારે ઉત્પાદન વસ્તુઓનો ફુગાવો માર્ચમાં 2.16 ટકાથી નીચે આવીને એપ્રિલમાં 1.72 ટકા પર રહ્યો. 

છૂટક ફુગાવો વધીને 6 મહિનાના હાઇ પર
અત્રે ઉલ્લેખનીય છે કે આરબીઆઇ (RBI) મૌદ્વિક નીતિની સમીક્ષા માટે મુખ્યત: છૂટક ફુગાવાના આંકડા પર ધ્યાન આપે છે. રિઝર્વ બેંકે ગત મહિને રેપો રેટમાં 0.25 પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. સોમવારે જાહેર થયેલા આંકડાના અનુસાર શાકભાજી, માંસ, માછલી અને ઇંડા જેવા ખોરાકી સામાન મોંઘો થતાં એપ્રિલમાં છૂટક ફુગાવો વધીને છ મહિનાના ન્યૂનતમ સ્તર 2.92 ટકા પર પહોંચી ગયો. 

આરબીઆઇએ એપ્રિલ-સપ્ટેમ્બરના સમયગાળામાં છૂટક ફુગાવાને 2.9 થી 3 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તેના લીધે ખાણી-પીણુંનો સામાન અને ઇંધણના ભાવમાં નરમાઇ છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં જૂનની શરૂઆતમાં એમપીસીની બેઠક થવાની છે. આ નાણાકીય વર્ષની બીજી મોનેટરી પોલિસી હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news