રેલવે સ્ટેશન પર ફોન પર વાત કરતા પહેલા સાવધાન...આ Video જોઈને હાજા ગગડી જશે

દેશની રાજધાનીથી દિલ્હી મેટ્રોનો એક ચોંકાવનારો સીસીટીવી વીડિયો (CCTV Video) સામે આવ્યો છે. આ વીડિયો શુક્રવાર સાંજે લગભગ 8.43 વાગ્યાનો છે. જ્યાં એક મુસાફરને તેની બેદરકારી ભારે પડી શકે તેમ હતી. પરંતુ સમયસર CISF ની QRT એ તે મુસાફરનો જીવ બચાવી લીધો. 
રેલવે સ્ટેશન પર ફોન પર વાત કરતા પહેલા સાવધાન...આ Video જોઈને હાજા ગગડી જશે

નવી દિલ્હી: દેશની રાજધાનીથી દિલ્હી મેટ્રોનો એક ચોંકાવનારો સીસીટીવી વીડિયો (CCTV Video) સામે આવ્યો છે. આ વીડિયો શુક્રવાર સાંજે લગભગ 8.43 વાગ્યાનો છે. જ્યાં એક મુસાફરને તેની બેદરકારી ભારે પડી શકે તેમ હતી. પરંતુ સમયસર CISF ની QRT એ તે મુસાફરનો જીવ બચાવી લીધો. 

ક્યાંનો છે આ સીસીટીવી વીડિયો?
અત્રે જણાવવાનું કે સીસીટીવી વીડિયો દિલ્હીના શાહદરા મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મનો છે. જ્યાં એક મુસાફર ફોન પર વાત કરવામાં એવો મશગૂલ હતો કે વાત કરતો કરતો અચાનક તે ટ્રેક પર જઈ પડે છે. 

cisf

ઘટના સમયે પેટ્રોલિંગ કરી રહી હતીCISF ની  QRT
આ ઘટના સમયે CISF ની QRT ત્યાં પેટ્રોલિંગ કરી રહી હતી. તેમની નજર ટ્રેક પર પડેલા મુસાફર પર પડી. પરંતુ અહીં રાહતની એક બીજી વાત એ પણ હતી કે તે સમયે ત્યાં મેટ્રો ટ્રેક પર આવી રહી નહતી. 

— Neeraj Gaur (@NeerajGaur_) February 5, 2022

CISF ના કોન્સ્ટેબલે બચાવ્યો જીવ
ત્યારે CISF નો કોન્સ્ટેબલ રોહતાસ ટ્રેક પર કૂદીને પડેલા મુસાફર શૈલેષ મહેતાને ટ્રેકથી ઉઠાવીને પ્લેટફોર્મ પર લાવ્યો. જો થોડી પળોનો પણ વિલંબ થાત તો મુસાફર મેટ્રોની ઝપેટમાં આવી શક્યો હોત અને તેનો જીવ પણ જઈ શકે તેમ હતો. કોન્સ્ટેબલ રોહતાસની સતર્કતાથી આ મુસાફરનો જીવ બચી ગયો. આ માટે CISF ના અધિકારીઓ રોહતાસની પ્રશંસા પણ કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news